સુરત, તા.૬ થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે ૭ દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી ૩ કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.…
Author: City Today Daily
(સિટી ટુડે) સુરત,તા.૦૬ અઠવાલાઈન્સ પો.સ્ટે.એ. પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૦ ૫૨૫૦૧૮૭/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૩૧૬(૨), ૩૧૬(૫) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો આ કામના આરોપી અરફાતખાન પઠાણ નાઓએ મિસ્ટર મોબાઈલ નામની દુકાન ધરાવી મોટા વેપારી તરીકેની ઓળખ આપી એપ્રિલ-૨૦૨૩ થી આજદિન સુધી હમોના તથા હમારા પરીવારજના સભ્યોના ૧૫ થી ૧૬ ક્રેડીટકાર્ડ નો ઉપયોગ કરી રૂ.૨૦,૦૫,૦૦૦– વાપરી નાખેલ હોય તેમજ ક્રેડીટકાર્ડનો નવ મહિનાનો ચાર્જીસ રૂ.૧૨,૭૫,૦૦૦/- થી વધુ થઈ ગયેલ હોય તે તમામ નાણાની માંગણી કરતા આ કામના આરોપીએ ફરીયાદીને ગલ્લા તલ્લા કરીને સમય પસાર કરતા હોય અને હાલ આરોપી અરફાતખાન પઠાણ નાઓ ફરીયાદીના ક્રેડીટકાર્ડ થી વાપરેલ ઉપરોકત…
(સિટી ટુડે) સુરત,તા.૦૫ અઠવાલાઈન્સ પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૦પ૨૫૦૨૨૮/૨૦૨૫ થી ઈ.પી.કોડ એકટ–૩૮૪, ૩૮૬, ૩૪ તથા જી.પી. એકટની કલમ-૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ઘ્યાને લેવામાં આવે તો આ કામના આરોપી (૧) યુસુફખાન રસુલખાન પઠાણ, (૨) રહેમાન મોહસીન શેખ તથા (૩) આબીદખાન ઉર્ફે બેગારી પઠાણ નાઓ વિરૂધ્ધ ફરીયાદીને બળજબરીપુર્વક એક લાખ રૂપિયા લઈ કઢાવી ડરાવી ધમકાવી ગુનો કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે. સદરહું ફ૨ીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારએ આરોપી રહેમાન મોહસીન શેખ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન…
પ્રયાગરાજ, તા.૨૧ મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે, જેને ક્યારેય માફ ન કરી શકાય. હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરીછૂપી વીડિયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ પોલીસે આ મામલે ૧૩ એફ.આઇ.આર. નોંધી છે. સાથે ૧૦૩ સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. જાેકે પ્રયાગરાજ મહાકુંભથી આવી રહેલા સમાચારે બધાને પરેશાન કરી દીધા છે. પોલીસથી માંડીને ડુબકી લગાવનાર લોકો ચિંતા છે. કારણ કે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ મહાકુંભમાં ડુબકી લગાવી સ્નાન કરી રહેલી મહિલાઓના વીડિયો બનાવ્યા છે. તેમના…
નવી દિલ્હી, તા.૨૧ આજના સમયમાં યુપીઆઈ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યકિત તેના દૈનિક વ્યવહારોમાં લગભગ ૬૦ થી ૮૦ ટકા યુપીઆઈનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે ભારતમાં દરરોજ કરોડો યુપીઆઈ વ્યવહારો થઈ રહ્યા છે, જેના દ્રારા સેંકડો કરોડ પિયાના વ્યવહારો થઈ રહ્યા છે. જાેકે દેશભરમાં ઘણી કંપનીઓ યુપીઆઈ દ્રારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે પરંતુ પેટીએમ, ગૂગલ પે અને ફોનપે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ પેમેન્ટ એપ્સ છે. આમાંની મોટાભાગની કંપનીઓ યુપીઆઈ વ્યવહારો માટે કોઈપણ પ્રકારની ફી નથી લેતી અને વ્યવહારો મફત છે પરંતુ હવે કદાચ આ મફત સેવાઓ લોકો માટે ટૂંક…
સુરત,તા.૨૧ સુરતના અઠવામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત નિપજ્યું છે. મકાઈ પુલમાં જર્જરિત ઈમારત તોડતા દરમિયાન દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સેફટી સાધનો વિના જ શ્રમિકો કામ કરી રહ્યાં હતા. જર્જરિત દીવાલ ધરાશાયી થતા શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા ત્યારે ડોકટરે શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારે કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માગ કરી છે. અઠવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે.સુરતમાં ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક શ્રમિકનો ભોગ લીધો છે. સેફ્ટીના સાધનો વગર જર્જરિત ઈમારત તોડવાની કામગીરી કરતા દરમિયાન દીવાલ ધરાશાયી…
સુરત,તા.૨૧ હાલ મહાકુંભમાં લોકો પોતાના પાપ ધોવા માટે જઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ૩૧ વર્ષ પહેલા ચોરીના ગુનામાં પોલીસથી નાસતો ફરતો આરોપી પણ મહાકુંભમાં પોતાના પાપ ધોવા માટે ગયો હતો. આ માહિતી મળતાની સાથે સુરતની રાંદેર પોલીસ આરોપીને શોધી કાઢી તેને કરેલા પાપની સજા આપવા માટે મહાકુંભના મેળામાં ગઈ હતી. જાેકે, આ આરોપી મહાકુંભ બાદ તે દિલ્હી ભાગી ગયો હતો. સુરત પોલીસે આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજથી ૩૧ વર્ષ પહેલા એટલે કે, ૧૯૯૫માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી રૂ.૫૧,૦૦૦ની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ૩૧ વર્ષથી પોલીસથી છુપાતો ફરતો…
ગાંધીનગર, તા.૨૦ વિધાનસભા સત્રનો આજે બીજાે દિવસ હોત. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ ૨૦ ફેબ્રુઆરીના રોજ એટલે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યુ છે. આજે નાણામંત્રી કનુ દેસાઇએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે માટે ૩,૭૦,૨૫૦.૩૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે પાછલા વર્ષની સરખામણીમાં ૩૭,૭૮૫ કરોડ જેટલું વધારે છે. બજેટના પ્રારંભમાં તેમણે જણાવ્યુ છે કે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આર્ત્મનિભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી…
મુંબઈ, તા.૨૦ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ મંત્રાલય, જે.જે.માર્ગ પોલીસ સ્ટેશન અને ગોરેગાંવ પોલીસને ઈ-મેઈલ મોકલી શિંદેની ગાડીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિને પકડી પાડવા તપાસ શરુ કરી દીધી છે. વાસ્તવમાં દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં એકનાથ શિંદે પણ સામેલ થયા છે. ધમકી મળ્યા બાદ શિંદેની સુરક્ષા-વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસે ધમકી આપનાર શખસને શોધવા તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પર એલર્ટ મોડ પર આવી ગઈ છે.…
દેહરાદૂન, તા.૨૦ ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો ર્નિણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યના બહારના લોકો દેવભૂમિમાં ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે. ગત દાયકામાં આ રાજ્યમાં ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના અન્ય કામ માટે કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ આ પ્રકારના કાયદાની માંગ ઊભી થઈ હતી. વર્ષ ૨૦૧૮માં રાવત સરકારના બનાવવામાં આવેલાં જમીન કાયદાને રદ્દ કરવામાં આવ્યો. રાજ્યના ૧૧ જિલ્લામાં બહારના લોકો ખેતી અને બગાયત માટે જમીન નહીં લઈ શકે, તેમાં હરિદ્વાર અને ઉદમ સિંહ નગરનો સમાવેશ કરાયો નથી.…
