સુરતથી વોન્ટેડ અક્રમ અમીન બકાલી દુબઇમાં પ્રાઇવેટ પ્લેનમાં મજા માણતો દેખાઇ આવે છે
અશરફ નાગોરી ગેંગનો આરોપી અક્રમ અમીન બકાલીનું દુબઇથી અડાજણનું નેટવર્ક ?
૮૦૧ અબરાઝ ટાવર, સબકા બસ સ્ટેન્ડ દહેરા, દુબઇ ખાતે રહેતો અક્રમ અમીન બકાલી સુરતના અડાજણ વિસ્તારના અનેક કૌભાંડીઓના સંપર્કમાં હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૦૪
સુરત શહેરના નામચીન એવી અશરફ નાગોરી ગેંગનો ગુજ્સીટોકનો આરોપી અક્રમ અમીન બકાલી પોતાની ગેંગ ઉભી કરવા દુબઇ બેસી અડાજણ વિસ્તારના કેટલાક કૌભાંડીઓને ગેરકાનૂની ધંધા માટે દુબઇ બોલાવીે બોગસ સીમકાર્ડ, બોગસ એકાઉન્ટ સહિતના ગેરકાનૂની ધંધામાં અડાજણ વિસ્તારના કેટલાક યુવાનોને ધકેલી દીધા હોવાનું સૂત્રો જણાવે છે. મળતી માહિતી મુજબ અશરફ નાગોરી ગેંગના સાથે જાેડાયા બાદ પોતાની અગલ ગેંગ ઉભી કરવા અક્રમ અમીન બકાલીએ નાગોરી ગંેગના કેટલાક બાગીઓને પોતાની સાથે જાેડવા અને અશરફ નાગોરી ગેંગ સામે પોતાની ગંેગ ઉભી કરવા પ્રયત્ન કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. દુબઇના દહેરા વિસ્તારના આલીશાન ફ્લેટમાં રહેતો અને તેના એક મિત્ર સાથે મળી સુરત અડાજણ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોવાનું વિગતો સપાટી આવી છે.
ઉપરોક્ત તસવીરમાં દેખાઇ આવતાં અક્રમ અમીન બકાલી સાથેના તેના મિત્રોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક ચોંકવનારી વિગતો સપાટી પર આવે છે. હાલમાં જે રીતે ગુનેગારો પર સીંઘમની જેમ પોલીસે પકડ બનાવી છે. નવયુક્ત પોલીસ કમિશનર ગેહલોત અને તેમની ટીમ જે રીતે ગુનેગારોને દામવા કમર કસી રહી છે. આવનારા દિવસોમાં નાગોરી ગેંગના આ વોન્ટેડ આરોપી અને તેમના મળતિયાઓ પણ જેલના સળિયા પાછળ ધકેલાઇ તો નવાઇની વાત નહિં.