નવી દિલ્હી, તા.૩૧
અસદુદ્દીન ઓવૈસીએ સંભલ હિંસા અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે’, ઓવૈસી સંભલ જામા મસ્જિદની સામે પોલીસ ચોકી ઉભી કરવા પર નારાજ, એસપી પર પણ નિશાન સાધ્યું છે.અસદુદ્દીન ઓવૈસીએ સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી સ્થાપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે સંભલમાં પાંચ નિર્દાેષ લોકો માર્યા ગયા. સરકારે અહીં મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓ બનાવવી જાેઈએ, પરંતુ સરકારની માનસિકતા સાંપ્રદાયિક છે.અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર કહ્યું છે કે સંભલમાં મુસ્લિમો પર શંકા કરવામાં આવી રહી છે. પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે આ વિસ્તારમાં જે પાંચ લોકોના મોત થયા છે તેના માટે કોણ જવાબદાર છે? મુસ્લિમોને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી નથી. યુપીમાં મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે સપાએ જણાવવું જાેઈએ કે ૨૦૧૩માં મુઝફ્ફરનગરમાં શું થયું હતું.અનેક રમખાણો અને હુમલાઓનો ઉલ્લેખ કરતા અસદુદ્દીન ઓવૈસીએ સવાલો પૂછ્યા કે શીખ રમખાણો ક્યારે થયા હતા. એટલું જ નહીં શીખ રમખાણોમાં સામેલ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. માલેગાંવની ઘટના કોની સરકાર દરમિયાન બની હતી? દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી તાકાતથી લડી રહી છે.