(સિટી ટુડે) અમદવાદ,તા.૧૦
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના કારણે રાજીનામું આપી દેતા ગુજરાત કોંગ્રેસ હાલ ભગવાન ભરોસે હોય તેવી પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે.
ગુજરાતમાં વધી રહેલું આમ આદમી પાર્ટીનું પદ બીજી બાજું કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક લડાઇઓના કારણે કોંગ્રેસની હાલત કથળી બની ગઇ હોય તેવું દર્શાઇ રહ્યું છે. જેમાં માત્ર કોંગ્રેસ મુસ્લિમોને વોટબેંક સમજી માત્ર વોટ મેળતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
આજરોજ ગુરુવારે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા દિલ્હી ખાતે નવા અધ્યક્ષ માટે મનોમંથનનું કાર્યક્રમમાં ગુજરાતના પુર્વ પ્રદેશ અધ્યક્ષ વિરોધપક્ષના નેતાઓ સહિતના નેતાઓને નવી દિલ્હી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ નેતાઓની બાદબાકી કરાતા મુસ્લિમો દ્વારા ભારે રોષ ઉઠ્યો છે. જેમાં કચ્છ કોંગ્રેસના આગેવાન હાજી જુમા રાયમાએ ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસ દ્વારા જે રીતે ગુજરાતમાં કામગીરી કરવામાં આવી રહી છે તે જાેતા લાગી રહ્યું છે કે, કોંગ્રેસે આપ પાર્ટી પાસેથી સીખ લેવી પડે તેમ છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભામાં આપ પાર્ટીના ગોપાલ ઇટાલીયાની ઉમેદવારી બાદ જે રીતે જમીન લેવલે પ્રચારથી લઇ ભાજપના અનેક કાવાદાવાઓને જવાબ આપવાની રણનીતી ખરેખર કોંગ્રેસ માટે દાખલારૂપ બને તેમ છે ગુજરાતમાં કોંગ્રેસ પાસે અનેક સારા નેતાઓ હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેઓની અવગણના ૨૦૨૭માં રાહુલ ગાંધીનું ગુજરાતમાં સત્તા બનાવવાના સપનાને માત્ર સપાનો જ બની રહે તેવું દેખાઇ રહ્યું છે. રાહુલ ગાંધીને લગ્નના ઘોડા અને રેસના ઘોડાનું તફાવત ક્યારે સમજમાં આવશે. મુસ્લિમ સમાજની અવગણના આવનારી સ્થાનિક ચૂંટણી તથા વિધાસનભા ચૂંટણીમાં મોટુ નુકશાન ભોગવવું પડે તે વાત નકારી શકાય તેમ નથી.
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને વિરોધપક્ષ નેતા રાહુલ ગાંધીને ઉંધા ચશ્મા પહેરાવનારા ગુજરાતના નેતાઓના સામે પગલા ભરવાના બદલે સાથે બેસાડી ફોટા પડાવવા સીવાય ગુજરાતમાં કોંગ્રેસને ફરી જીવીત કરવી હોય તો આકરા નિર્ણયો લઇ ગદ્દારોને ઘર ભેગા કરી વફાદારોને હવે મેદાને ઉતારવું જરૂરી બન્યું છે.
