સિટી ટુડે, અમદાવાદ :21
સમગ્ર ગુજરાતના ૧૪ લાખ મુસ્લિમ સમાજના ડ્રાફટ મતદારયાદીમાં સામેલ મતદારો સામે ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરી સંવૈધાનિક અધિકાર અને લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્ન ભિન્ન કરનારા કાવતરાખોરો સામે FIR દાખલ કરાવવા નમ્ર અપીલ
ગુજરાતના કોગ્રેસ તેમજ તમામ સેક્યુલર પાર્ટીઓને સમર્થન કરનારા તમામ લોકો તેમજ વિશેષ કરીને મુસ્લિમ સમાજના ૧૪ લાખ મતોને SIR પ્રક્રિયા અંતર્ગત ડીલીટ કરવાનું – રદ કરવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની કહેરવાદી ભગની સંસ્થાઓએ શરુ કરેલ છે તેની વિરુદ્ધ હું ગ્યાસુદ્દીન શેખ, મારા સાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પ્રદેશ આગેવાનશ્રીઓ જુનેદ શેખ અને મુબીન કાદરી જયારથી SIR પ્રક્રિયા શરુ થઈ છે ત્યારથી આજ દિન સુધી મુસ્લિમ સમાજમાં તેના વિશે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.
અમો આજે સંયુક્તરૂપે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને અપીલ કરીએ છીએ કે તમારી વિરુદ્ધ અન્ય કોઈપણ વ્યક્તિએ ફોર્મ નં. ૭ ભરીને ખોટી રીતે અરજી કરેલ છે. BLO તમારી પાસે તે અરજી લઈને આવે છે તો તુરંત જ તમો તેનો ફોટો પાડી લેશો અને તમારી વિરુદ્ધ ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરનાર સામે FIR દાખલ કરાવવાની રહેશે.
આ સાથે જમિયતે ઉલમાએ હિન્દ, જમાતે ઈસ્લામી, ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ કે દાવતે ઈસ્લામી સહિતની અન્ય તમામ મુસ્લિમ સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ, મુસ્લિમ એડવોકેટ, નિવૃત્ત સરકારી અધિકારી આ તમામની જવાબદારી છે કે સમગ્ર ગુજરાતમાંથી ૧૪ લાખ કરતાં વધુ મુસ્લિમ લોકોના નામને રદ કરવાનું જે હિન કૃત્ય ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે તે ધીમે ધીમ NRC તરફ લઈ જવાની દિશા છે.
તમામ લોકો રાજકીય પાર્ટીઓને દરકિનાર કરે, આ બાબત રાજકીય નથી પરંતુ આ આપણું અને આપણા બાળકોના ભવિષ્યનો સવાલ છે. આપણે થાકવાનું કે પરેશાન થવાની જરુર નથી. જો BLO તમને ચાર વખત બોલાવે છે તો આપણે તમારા પુરાવા BLO સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ.
ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરનારને ૧ વર્ષની કેદની સજા અથવા રૂા. ૧ લાખનો દંડ તેમજ બંને સજા થઈ શકે છે. કારણકે ભાજપાની કટ્ટરવાદી ભગીની સંસ્થાઓએ સેન્ટ્રલમાં કમલમમાં બેસીને જ ફોર્મ નં. ૭ ભર્યા છે.
અમારી સમગ્ર ગુજરાતના ઉલમાએ-ઈકરામ અને પેશ ઈમામોને પણ આજીજાના ગુજારીશ છે કે આવનાર જુમ્માના ખુત્બામાં પણ આ વાત મૂકવામાં આવે તેમજ સમગ્ર ગુજરાતની મસ્જીદોમાંથી પણ આ અંગે અવેરનેસ – જાગૃતિ ફેલાવવામાં આવે.
અન્ય સામાજિક સંસ્થાઓ કે જે શાળા, કોલેજ અને હોસ્પિટલનું સંચાલન કરી રહી છે તે તમામ સિવીલ સોસાયટીના સભ્યો અને સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી સમજી આ અંગે લોકોને જાગૃત કરે એવી હું ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, પ્રદેશ આગેવાનશ્રીઓ જુનેદ શેખ અને મુબીન કાદરી અમો હાથ જોડીને હાર્દિક અને નમ્ર અપીલ કરીએ છીએ.
ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા (ગુજરાત)
ગ્યાસુદ્દીન શેખ
જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય, ગુજરાત










