મનપા કમિશનર મહિલા હોવાથી અન્ય મહિલાકર્મીઓની વ્યથા સમજે અને જવાબદાર આળસું અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરાઇ
(સિટી ટડે) સુરત, તા.૧૨
સેન્ટ્રલઝોનના વોર્ડ નં.૧૧માં આવેલ ચૌટાબજાર વિસ્તારમાં ભરચોમાસે મહિલાકર્મી પાસે ભાંગેલા રોડ પર ડામર ઠાલવવાની કામગીરી કરાવતા મનપા સેન્ટ્રલઝોનના ભ્રષ્ટ આળસુ અધિકારીઓ સામે મનપા કમિશનરને ફરીયાદ કરી મહિલાકર્મીની વેદના સમજવા માનવતા ધોરણે અપીલ પણ કરવામાં આવી છે.
થોડાક દિવસ અગાઉ ચૌટાબજાર ચાર રસ્તા પાસે ભરચોમાસે રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મહિલાકર્મીઓ દ્વારા તગારા ઉપાડી રોડ પર ડામર નાંખવાની કામગીરી કરતા સ્થાનિકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો. આ મામલામાં સેન્ટ્રલઝોનના ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરને લોકોએ અનેકવાર ટેલીફોનીક સંપર્ક કરતા અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.