સિટી ટુડે અમદાવાદ
તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ના આમંત્રણ ઉપર નવનિયુક્ત મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઈસ પ્રેસીડેન્ટ ત્રણ ટર્મના રાજ્યસભાના પૂર્વ સાંસદ – મૌલાના ઉબૈદુલ્લાખાન આઝમીનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો તે પ્રસંગે ઉપસ્થિત તમામ અગ્રણીઓએ મૌલાના આઝમીને ફૂલહાર કરી શાલ ઓઢાડી શાનદાર સ્વાગત કર્યું હતું.
મૌલાના આઝમીએ સ્વાગત પ્રવચનમાં ધારદાર વકતવ્ય કરતાં જણાવ્યુ હતું કે આપણે આપણા ઈસ્લામ ધર્મ અને પર્સનલ લો ના રક્ષણ માટે ઈસ્લામ ઉપર ચુસ્તપણે કાયમ રહીને મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં જોડાવવા આહવાન કર્યું હતું.
ધર્મ જાતિના ભેદભાવ વિના મહાન ભારત દેશના ૧૪૦ કરોડ સમગ્ર જનતાને સંવૈધાનિક અધિકાર, બિનસાંપ્રદાયિકતા, સામાજિક ન્યાય અને ભારતમાં કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા શાંતિ-સદભાવનાને વધુ દ્દઢ કરવા ભાજપ – આરએસએસ તેમજ તેમની ભગિની સંસ્થાઓ અને તેમના સાથી કટ્ટરવાદી સંગઠનોની વિભાજનકારી અન્યાયી નિતીઓ સામે બહુમતી સેક્યુલર હિન્દુ ભાઈઓની સાથે સવિશેષ શોષિત અને કટ્ટરવાદી વિચારધાર દ્વારા પ્રતાડિત (D.M. દલિત, મુસ્લિમ) ભેગા મળીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા આગળ આવવા આહવાન કર્યું હતું.
મૌલાના ઉબૈદુલ્લાખાન આઝમીએ આંદોલનકારી નેતા ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીની ગરીબ, શોષિત, વંચિતો માટે બહાદૂરીપૂર્વકની લડતની ભરપૂર પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે શ્રી મેવાણી ધર્મ જાતિના ભેદભાવ વિના સમગ્ર ગુજરાતની ૬.૫ કરોડ જનતા સહિત સમાજના તમામ ગરીબ અને વંચિતો તથા સવિશેષ (D.M. દલિત, મુસ્લિમ) ઓબીસી અને આદિવાસીના પ્રાણપ્રશ્નો અને સહિયારા વિકાસ માટેની લડતની આગેવાની લેવા આહવાન કર્યું હતું.
મૌલાના ઉબૈદુલ્લાખાન આઝમીના આહવાનને સ્વીકારી પ્રત્યુત્તરમાં શ્રી જીગ્નેશ મેવાણીએ રાજયના (D.M. દલિત, મુસ્લિમ) આદિવાસી, ઓબીસી સહિત સમાજના તમામ શોષિત, ગરીબ અને પીડીત વર્ગો માટે ધર્મ જાતિના ભેદભાવ વિના સંવૈધાનિક અધિકાર અપાવવા શ્રી મેવાણીએ અન્ય સમાજોની સાથે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સહકાર આપવા સંમતિ દર્શાવે તો ૧લી મે – ગુજરાત સ્થાપના દિને એક તારીખે એક લાખ લોકો ને સંમેલનમાં ભેગા કરવાનો વિચાર પ્રસ્તુત કર્યો હતો.
ગ્યાસુદ્દીન શેખે મૌલાના આઝમી સાહેબના આહવાન પર શ્રી જીગ્નેશ મેવાણી દ્વારા એક તારીખે એક લાખ ધર્મ જાતિના ભેદભાવ વગર રાજયની સમગ્ર ૬.૫ કરોડ જનતાના ઉચ્ચ વર્ગના ન્યાયની ઝંખના ધરાવતા ગરીબો સહિત વિશેષ કરીને (D.M. દલિત, મુસ્લિમ) આદિવાસી, ઓબીસી, પ્રતાડિત અને શોષિત સમાજના લોકોનું સંમેલન કરવાની જાહેરાતને અન્ય સમાજના સમર્થનને અનુલક્ષીને મુસ્લિમ સમાજને પણ સમર્થન આપવા વિનંતી કરતા ઉપસ્થિત ગુજરાત મુસ્લિમ સમાજના હાઈ કમાન્ડ સમા ટોચના સીનીયર આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓના વડાઓ, ગુજરાતના મુસ્લિમ સમાજના તમામ સંગઠનો, સોશ્યલ એક્ટીવીસ્ટો અને માનવ અધિકારની લડાઈ લડતા સમાજમાં શિક્ષણ, આરોગ્ય, સહિતની સેવાઓ આપતી સંસ્થાઓ વતી તન-મન-ધન થી ઉત્સાહભેર હાથ ઉંચા કરી ૧લી મેના મહાસંમેલનને સફળ બનાવવા સમર્થન વ્યક્ત કર્યુ હતું.
કાર્યક્રમમાં ગુજરાત ટુડેના તંત્રી અને હાઈકોર્ટના એડવોકેટ શ્રી સુહેલ તિરમીઝી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના વિપક્ષ નેતા શહેઝાદ ખાન, હાઈકોર્ટના સીનીયર એડવોકેટ તાહીર હકીમ સાહેબ, કચ્છ ગુજરાતના અગ્રણી હાજી જુમ્મા રાયમા, જમીયતે ઉલમાએ હિન્દ (અરશદ મદની) મુફતી અબ્દુલ કૈયુમ સાહેબ, ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટના અફઝલ મેમણ, જમાતે ઈસ્લામીના ઈકબાલ મિરઝા, ઈકરામ બેગ મિરઝા, અબ્દુલ રઝાક સાહબ, વહૈદતે ઈસ્લામીના એડવોકેટ ખાલિદ શેખ, જમીયતે ઉલમાએ હિન્દ (મહેમુદ મદની) મુફતી અસજદ, એડવોકેટ ઈકબાલ શેખ, સુબામીયાં કાદરી, ગુલાબખાન પઠાણ એડવોકેટ, મ્યુનિ. કોર્પોરેટર ઈમ્તિયાઝ શેખ, ઈસરાર બેગ મિરઝા, ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, ઈદે મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્નીમ આલમ તિરમીઝી, સલીમ મેમણ, રફીક શેઠજી, અકબર ભટ્ટી, અમદાવાદ શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ મુબીન કાદરી અન્ય ઉપસ્થિત આગેવાનોમાં પૂર્વ મ્યુનિ. કોર્પોરેટરશ્રીઓ શાહનવાઝ શેખ, ઈશાક શેખ, ઈમ્તીયાઝ કાદરી, સમીરખાન, અમદાવાદ તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીન, એમસીસીના પ્રમુખ મુઝાહીદ નફીસ, જાહિદ કાદરી, મજીદખાન ટાયરવાલા, નાસીરખાન પઠાણ, કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સઈદ શેખ, કૈયુમ કુરેશી, ખુરશીદ શેખ, ઈલ્યાસ કુરેશી, અસગર ભટ્ટી, યુસુફ માર્ટીન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જુનેદ શેખે કર્યુ હતું.
ગ્યાસુદ્દીન શેખ
પૂર્વ ધારાસભ્ય – ગુજરાત