- ‘હુસેન-ડી’ દ્વારા હૈદરાબાદ, બેંગલોર, ઉદયપુર અને જયપુર સહિત અન્ય શહેરોમાં કાંડ કર્યા હોવાની પણ તપાસ જરૂરી બની
(સિટી ટુડે) સુરત,તા.૧૨
ગુજરાત સહિત અન્ય રાજ્યોના શહેરોમાંથી બોગસ બેંક એકાઉન્ટ ખરીદવા ‘હુસેન-ડી’ દ્વારા ૧ લાખ રૂપિયા ચુકવવામાં આવતા હતા. બોગસ બેંક એકાઉન્ટના મારફતે હુસેન-ડી અન્ય દેશોમાંથી ગેમીંગફંડના લાખો રૂપિયા ઉતારી ૧૫ દિવસ પછી એકાઉન્ટ ખાલી કરી પડતું મુકી દે છે. એકાઉન્ટ ખરીદતા પહેલા નવો સીમકાર્ડ અને કરન્ટ સહિત બિઝનેસ બેંક એકાઉન્ટની કિટો અન્ય લોકોથી લઇ લીધા બાદ પોતાના પાસે મુકી અને જે વ્યક્તિને ૧ લાખ રૂપિયા આપી તેના એકાઉન્ટમાંથી ગેમીંગફંડના રૂપિયા ઉપાડી યુએસડીટી મારફતે કર્ન્વટ કરતો. હુસેન-ડી દ્વારા અગાઉ હૈદરાબાદ, બેંગલોર, ઉદયપુર અને જયપુર સહિત અન્ય શહેરોમાં કાંડ કર્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. અગાઉ હુસેન-ડી હૈદરાબાદ પોલીસ મથકે આરોપી તરીકે મહેમાન બની ચુક્યો છે.
હુસેન-ડી દ્વારા હાલ કેટલાક રાજ્યોમાંથી અને કેટલા શહેરોમાંથી બોગસ બેંક એકાઉન્ટોની ખરીદી કરી છે તે અંગે તપાસ જરૂરી બની છે. અગાઉ બોગસ બેંક એકાઉન્ટના અને હવાલાના રેકેટમાં હુસેન-ડી એ જેલ કાપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
સુરત પોલીસ દ્વારા હુસેન-ડીના ભુતકાળની અને વર્તમાનકાળની બારીકાઇ પુર્વક તપાસ કરવામાં આવે તો હુસેન-ડી સાથે અન્ય કેટલાક ઇસમો પણ બે નકાબ થાય તેમ છે. મળતી માહિતી મુજબ, હુસેન-ડી સામે તંત્ર દ્વારા વોચ ગોઠવવામાં આવી હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.