વોશિંગ્ટન, તા.૨૧
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં ૨૫ કરોડ ડૉલર(આશરે ૨૦.૭૫ અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં ગૌતમ અદાણી લાંચ આપવા માટે પોતે ભારત સરકારના અધિકારીને મળ્યા હોવાનો દાવો છે. આ કેસમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
અમેરિકામાં લાગેલા આરોપ અનુસાર ગૌતમ અદાણીએ ભારત સરકારના અધિકારી સાથે લાંચ આપવાની યોજના માટે અનેક વાર મુલાકાત કરી. આટલું જ નહીં અધિકારી અને આરોપીઓ વચ્ચે લાંચ મામલે મેસેજથી વાતચીત પણ થઈ રહી હતી.
સાગર અદાણીએ સરકારી અધિકારી સુધી હજારો કરોડની લાંચ સુરક્ષિત પહોંચી જાય તેની ઝીણવટભરી નજર રાખી, સમગ્ર ઘટના ટ્રેક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો. કયા અધિકારીને કેટલા રૂપિયા મળશે તેની સમગ્ર વિગત તૈયાર કરવામાં આવી, વિનીત જૈને પોતાના ફોનમાં તેના ફોટોગ્રાફ્સ રાખ્યા
કયા અધિકારીને કઈ રીતે નાણાં મળશે તેના માટે રૂપેશ અગ્રવાલે એક પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન તૈયાર કર્યું. પછી અન્ય આરોપીઓને પણ બતાવીને સમજાવ્યું. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને ૨૫ કરોડ ડૉલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી. – બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડૉલરનું ફંડ ભેગું કર્યું.
બાદમાં એઇબીઆઇ અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જાેડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા.
આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજાે રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.