સુરત, તા.૧૩
હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે ૫ જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. ૧૪ જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને ૧૫ જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬ તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ૧૪થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ૧૪થી ૧૭ જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાવર્ત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ૧૪ જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં ૧૩ જુલાઇથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ૧૪થી ૧૭ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે.
અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પર્વ ગુજરાત પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. ૧૪ જુલાઇથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, ગાંઘીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કચ્છમાં ૧૫ જુલાઇથી ફરી વરસાદનું જાેર વધશે. ખાસ કરીને ૧૪ અને ૧૫ જુલાઇ ભારે સાવેર્ત્રિક વરસાદનું અનુમાન છે.
પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ૧૪ -૧૫ જુલાઇ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ૧૨થી ૧૭ જુવાઇ દરમિયાન ગુજરાત પ્રદેશ; ૧૪ જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૭ દિવસ દરમિયાન આ પ્રદેશમાં ઘણી/કેટલીક જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.
પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ૧૪ -૧૫ જુલાઇ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
૧૨થી ૧૭ જુવાઇ દરમિયાન ગુજરાત પ્રદેશ; ૧૪ જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૭ દિવસ દરમિયાન આ પ્રદેશમાં ઘણી/કેટલીક જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.
