‘સિટી ટુડે સુરત, તા.૧૪ બલેશ્વર ગામમાં મહેમુદશા બાવાની દરગાહમાં પ્રવેશ કરવા અંગે પાંચ યુવકોએ સુરતના કોર્પોરેટર અને અન્ય ઇસમો સાથે ગાળાગાળી, કુટમાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. મહિલા સાથે છેડતી કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં સાંજના સમયે મહેમુદશા બાવાની દરગાહમાં પ્રવેશ અંગે થયેલા ઝઘડામાં એક ગંભીર ઘટના બની હતી. બલેશ્વર ગામના સરપંચ સુફીયાનખાન પઠાણ અને અન્ય ચાર આરોપીએ સુરતના કોર્પોરેટર અસ્લમ સાઇકલવાલા સાથે ગાળાગાળી કરીને માથાકૂટ કરી હતી. તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં આરોપી અબરાર પઠાણ અને બિસ્મિલ્લાખાન પઠાણે મહિલાના…
Author: City Today Daily
અમદાવાદ, તા. ૧૪ રાજ્યમાં એક તરફ ખ્યાતિકાંડના લીધે જુદી-જુદી હોસ્પિટલ ઉપર તપાસ માટે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી તેમને રાહત આપતો વધુ એક આદેશ કર્યો છે. જેમાં રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં. આ અંગે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય…
ટોક્યો, તા.૧૪ જાપાનની રાજધાની ટોક્યોમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જન્મ દર એટલે કે પ્રજનન દર સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટોક્યોમાં વર્કિંગ ડેનો નિયમ આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે. આ નિયમ અનુસાર લોકોને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરવાનું રહેશે.ટોક્યોના ગવર્નરે જાહેરાત કરી છે કે, ૧ એપ્રિલથી કર્મચારીઓને અઠવાડિયામાં ૩ દિવસની રજા મળશે. આ સાથે જે કર્મચારીઓના બાળકો પ્રાઈમરી સ્કુલમાં છે, તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે.જેના પરિણામે તેમના પગારમાં અમુક કાપ આવશે.ગવર્નરે કહ્યું અમે એક એવી સિસ્ટમ બનાવીશું જેને કરિયર અને પરિવાર વચ્ચે કોઈ બાંધછોડ કરવી પડશે નહિ.સ્વાસ્થ મંત્રાલયના આંકડા મુજબ…
(સિટી ટુડે) સુરત,તા.૧૪ બોગસ બેંક એકાઉન્ટના ચાલી રહેલા કાંડમાં હુસેન-ડી સાથે અન્ય પાંચ ઇસમો સામે પણ તપાસ જરૂરી બની સોદાગરવાડ ખાતે રહેતા હુસેનના મળતિયાઓમાં અલ્તાફ (રાણી તળાવ), ફહદ મેંમણ (અડાજણ) તથા વિનાયક અને તૌફિક દ્વારા ગેંમીગ ફંડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સુરત પોલીસ દ્વારા બારીકાઇપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ નામો બહાર આવે તેમ છે, સુરત શહેરમાં જે રીતે લોકો યુએસડીટી અને બેંક એકાઉન્ટના ધંધામાં સંપડાયેલા છે તેને જાેતા લાગી રહ્યું છે. સુરત પોલીસની પકડ ઢીલી પડી રહી છે. યુએસડીટીના ધંધામાં જે રીતે લોકો ગેંમીગ ફંડને કન્વર્ટ કરવા શોર્ટ-કર્ટનો રસ્તો અપનાવી રહ્યા છે. આ ગેંમીગ ફંડ કયા દેશથી…
વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરા પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે સુરત,તા.૧૪ ગુજરાત વિકાસના બણગા ફૂંકતી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ નથી કરી શકતી. ૧૯૯૦થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે, પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરા પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ ઝોનામાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણાં પરિવારો ઝોન છોડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ આરોપ કોઈ વિપક્ષી પાર્ટી નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્યે કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માગ કરી છે, તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યે કબૂલાત કરી છે કે, ભાજપ…
મોબ લીચીંગ અને ભડકાઉ ભાષણ વિશે સુપ્રિમ કોર્ટ દ્વારા તહેસીન પૂનાવાલા જજમેન્ટમાં આપેલ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા સંસદમાં રજૂઆત કરવા અપિલ (સિટી ટુડે) અમદાવાદ,તા.૧૪ નેતા વિપક્ષ બનતા જ રાહુલ ગાંધી એ વચન આપ્યુ હતું કે સંસદમાં દેશની ૧૪૦ કરોડ જનતાની અવાજ ઉઠાવશે. આપેલ વચનનું પાલન કરતાં રાહુલ ગાંધીએ આજે પુનઃ સંસદમાં દેશની ૧૪૦ કરોડ જનતાને સંવૈધાનિક ન્યાય અપાવવા અવાજ બુલંદ કરી ધર્મ જાતિના ભેદભાવ વગર ગરીબ, બેરોજગાર, ખેડૂતો અને ખાસ કરીને દલિત તેમજ અલ્પસંખ્યકો સાથે થઈ રહેલ અન્યાય બાબતે બેબાક રીતે પોતાની વાત રજૂ કરી છે. સંસદના વર્તમાન સત્રમાં રાહુલજી અને પ્રિયંકાજી સાથે ઈન્ડીયા ગંઠબંધનના તમામ નેતાઓએ બેબાક રીતે…
સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પ્રોડયુર બનવા પાછળનું સૌથી મોટું પ્રેરકબળ હોય તો શાહરુખ ખાનની 1992ની ”દીવાના” ફિલ્મ અમદાવાદ, 13 “હાહાકાર” થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરનાર પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ મારી સફળ પ્રોડ્યુસરની કારકિર્દી પાછળ એક સફળ “પ્રોડ્યુસર સ્ત્રી” એટલે કે મારી પત્ની કૃપા સોનીનો હાથ છે. હાહાકાર ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ તે બદલ હું દુનિયાભરના ગુજરાતીઓનો આભારી છું જ પરંતુ સૌથી વધુ આભાર મારી પત્ની તેમજ પ્રોડ્યુસર કૃપા સોનીનો માનું છું. તેણે પડદાં પાછળ રહીને હંમેશા…
સુરત, 14 ડિજિટલ યુગમાં, સિનેમેટિક ક્ષેત્રમાં પણ આધુનિક અભિગમ સાથે નવા ખ્યાલો રજૂ કરવામાં આવી રહ્યા છે. તમારી બ્રાન્ડને મજબૂત બનાવવા માટે નવી રીતે કહાણી કહેવા, “સાધો મીડિયા”એ સુરતમાં તેની ભવ્ય મજબૂત શરૂઆત કરી છે. આ કંપનીની વિશેષતા એ છે કે તે સર્જનાત્મકતા અને લાગણીઓ સાથે બ્રાન્ડ ડેવલપમેન્ટને નવા અભિગમ સાથે રજૂ કરે છે. કંપની પાસે તેના પોતાના નિષ્ણાત ડિઝાઇનર્સ, વાર્તાકારો અને કલાકારો છે, જેઓ તેમના અનુભવ સાથે બ્રાન્ડ માટે એક અલગ ઓળખ બનાવવામાં ઉત્તમ કાર્ય કરે છે. કંપની એવી સ્ટોરીઝ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે પ્રેરણા આપે અને પ્રેક્ષકો સાથે ઊંડાણપૂર્વક જોડાય.”સાધો મીડિયા” કંપનીની સ્થાપના યુવા ઉદ્યોગસાહસિકો…
સિટી ટુડે) સુરત,તા.૧૩ પોલિસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેકટર-૨ તથા નાયબ પો.કમિ.ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ.કે–ડીવીઝન સુરત શહેર નાઓએ શહેરમા પ્રોહી/જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સપેકટર આર.જે.ચૌધરી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એમ.કે.ગોસ્વામી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નાઇટ રાઉન્ડના પો.સ.ઈ.સી.કે.માનવાલા નાઓ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કો મોબતસિંહ હેમુભાઇ બ.નં-૧૦૦૫ તથા લોકરક્ષક વિકાસભાઇ હમીરભાઇ બ.નં. ૩૬૪૦ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે, “રાંદેર, જીલ્લાણી બ્રીજ નીચે આવેલ ફાતેમા ટાવરની નીચે આવેલ તુમ્બી હોલમાં નવાઝ કાંગડા નામનો ઇસમ…
