‘સિટી ટુડે સુરત, તા.૧૪
બલેશ્વર ગામમાં મહેમુદશા બાવાની દરગાહમાં પ્રવેશ કરવા અંગે પાંચ યુવકોએ સુરતના કોર્પોરેટર અને અન્ય ઇસમો સાથે ગાળાગાળી, કુટમાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. મહિલા સાથે છેડતી કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં સાંજના સમયે મહેમુદશા બાવાની દરગાહમાં પ્રવેશ અંગે થયેલા ઝઘડામાં એક ગંભીર ઘટના બની હતી. બલેશ્વર ગામના સરપંચ સુફીયાનખાન પઠાણ અને અન્ય ચાર આરોપીએ સુરતના કોર્પોરેટર અસ્લમ સાઇકલવાલા સાથે ગાળાગાળી કરીને માથાકૂટ કરી હતી. તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં આરોપી અબરાર પઠાણ અને બિસ્મિલ્લાખાન પઠાણે મહિલાના હાથ પકડી તેના પર બળજબરી કરી હતી. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસલમ સાયકલવાલાએ ‘સિટી ટુડે’ને જણાવ્યું હતું કે, આ મામલામાં દરગાહ પાસે રસ્તા બાબતે વિવાદમાં ગયા બાદ સંરપચ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતંુ.