Author: City Today Daily

સુરત, તા.૨૩ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા રૂ. ૨૫.૫૭ કરોડનું ૨૪.૮૨૭ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી ૧૦ જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેની પત્ની ડોલી ધોળકિયા (રે.સંસ્કાર રેસિડેન્સી, કોસાડ, અમરોલી) સંડોવાયેલાં હોવાનું સામે આવ્યું છે. નવાઇની વાત એ છે કે એરપોર્ટ પરથી દાણચોરી સીઆઇએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ્સ વિભાગ ઊંઘતો ઝડપાયો હતો. કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈડી અને ડીઆરઆઈની ટીમ પણ આ મામલે તપાસમાં જાેડાશે, જે મની…

Read More

સુરત, તા.૨૩ સુરતના વરાછા વિસ્તારમાં ઝોન ૧ ન્ઝ્રમ્ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડી ડુપ્લીકેટ બાગબાન તમાકુ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વરાછા વિસ્તારમાં આવેલા તિરૂપતિનગરમાં એક મકાનના પહેલા માળે દરોડો પાડ્યો હતો અને એક આરોપીને ડુપ્લીકેટ બાગબાનની તમાકુ બનાવતા ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વરાછાના એલએચ રોડ પર આવેલા તિરૂપતિનગર સોસાયટીના પ્લોટ નં. ૪૭ના પહેલા માળે ૨૨ દિવસથી ચાલતી ડુપ્લીકેટ બાગબાન તમાકુ બનાવતી ફેક્ટરીમાંથી પોલીસે રૂપિયા ૨.૧૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે હર્ષદ દલસુખભાઈ કાછડીયા (ઉ.વ. ૩૫, રહે. ઘર નં. ૧૦૮, પહેલા માળે, સાંઈ દર્શન સંકુલ રેસિડેન્સી, રામચોક, મોટા વરાછા,…

Read More

અમદાવાદ, તા.૨૩ ગુજરાત એટીએસ એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે જાેડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એક દિલ્હીમાંથી અને એક નોઈડા (ઉત્તર પ્રદેશ) માંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા આતંકવાદીઓ અલ કાયદાના અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ સૈફુલ્લાહ કુરેશી મોહમ્મદ ફરદીન અને મોહમ્મદ ફૈક તરીકે થઈ છે. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ચાર આતંકવાદીઓ વિશે ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર,…

Read More

અમદાવાદ, તા.૨૩ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી દીવ ટેકઓફ કરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગી છે. ફ્લાઈટમાં કુલ ૬૦ પ્રવાસીઓ હતા. આગની જાણ થતાં જ પાયલટે તુરંત એટીસીને ‘મેડે’નો કોલ આપ્યો હતો અને તાત્કાલીક પ્લેનને ટેકઓફ કરતું અટકાવી દીધું હતું. ત્યારબાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા છે અને ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ છે. ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘આજે સવારે ૧૧.૦૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર એટીઆર૭૬ ટેકઓફ થવાની હતી. જાેકે ફ્લાઈટમાં ટેકનીકલ ખામીની જાણ થતાં જ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે.’ રિપોર્ટ મુજબ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા ફ્લાઈટને ક્લિયરન્સ…

Read More

નવી દિલ્હી, તા.૨૩ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ‘ જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જાેખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના…

Read More

સુરત, તા.૨૨ ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ ૧૫૯ શાળાઓને ગઇકાલે(૨૧ જુલાઈ) મોડી રાત્રે ધમકીભર્યા ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને ‘બ્લડ બાથ‘ (મોટો સંહાર) નો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ હતી. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ…

Read More

સુરત, તા.૨૨ શહેરમાં નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને મૂર્તિ કારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડવામં આવ્યું છે. પોલીસના આ જાહેરનામામાં ૯ ફુટ કરતા મોટી મૂર્તિની સ્થાપના કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. છતા શહેરમાં ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહ્યી છે. સુરતમાં ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે. સુરતમાં ઠેર ઠેર પોલીસના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. આયોજક અને મૂર્તિ બનાવનારને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર વિના ગણપતિની મૂર્તિઓ…

Read More

નવીદિલ્હી,તા.૨૨ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવામાં આવે છે, અત્યાર સુધી બિલ પર મહોર મારવા માટે કોઈ સમયમર્યાદ ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૮ એપ્રિલના રોજ ઐતિહાસિક ર્નિણય લઈને સમયમર્યાદા નિર્ધારીત કરવાનો ર્નિણય લીધો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટના ર્નિણયનો વિરોધ કરી બિલની ડેડલાઈન તથા ‘પાવર’ મુદ્દે ૧૪ સવાલ પૂછ્યા હતા. જાેકે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ર્નિણય પર ફેર વિચારણા શરૂ કરી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેંચ રાષ્ટ્રપતિના ૧૪ સવાલો મામલે આજે (૨૨ જુલાઈ) સુનાવણી હાથ ધરી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી…

Read More

સિટી ટુડે: અમદાવાદ  શું અરવિંદ કેજરીવાલ તબલીગી જમાતની માફી માંગશે? એકવાર ચાલતા ફરતા નેહરુજીએ મૌલાના અબુલ કલામ આઝાદને પૂછ્યું કે આ તબલીગી જમાત શું છે? ત્યારે મૌલાના આઝાદે કહ્યું હતું કે તમારે તબલીગી જમાતને જવા દેવી જોઈએ, તેઓ જમીનની નીચે (કબર) અને આકાશની ઉપર (સ્વર્ગ) વિશે વાત કરે છે, એટલે કે, તેમને દુન્યવી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. એ જ તબલીગી જમાતને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના નામે ખૂબ બદનામ કરી હતી, તેમણે તબલીગી જમાત સામે એફઆઈઆર પણ નોંધાવી હતી, તેને કોરોના ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ૫ વર્ષ પછી, હવે દિલ્હી હાઈકોર્ટે તબલીગી જમાતને ક્લીનચીટ આપી છે અને…

Read More

મુંબઈ, તા.૨૧ બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને ૨૦૦૬માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ વિશ્વસનીય અને નક્કર પુરાવા સાથે પોતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. આ ર્નિણય એ કેસને સંપૂર્ણપણે ઉલટાવે છે જેમાં નીચલી અદાલતે બધાને દોષિત ઠેરવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે ૧૧ જૂલાઈ ૨૦૦૬ના રોજ થયેલા ભયાનક મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના કેસમાં સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ૧૨ આરોપીઓમાંથી ૧૧ને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. ૧૯ વર્ષની…

Read More