Author: City Today Daily

દીર અલ બલાહ, તા.૨૧ ગાઝામાં ઓક્ટોબર ૨૦૨૩થી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત નજીકમાં આવે તેવી કોઈ સંભાવના જણાતી નથી. ગાઝામાં હવે જમીન ઉપરના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાઝામાં ફૂડ પેકેટની વાટ જાેઈ રહેલા લોકો ઉપર ગોળીબાર કરતાં ૮૫ પેલેસ્ટેનિયનનાં મોત નિપજ્યા હતા. ગાઝાના આરોગ્ય વિભાગના મતે ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ગાઝાને ખંઢેરમાં ફેરવી દેવાયા બાદ પણ ઈઝરાયેલના સતત હુમલા યથાવતછે. અગાઉ ગાઝા સાથે સીઝફાયરની અનેક પ્રયાસો થયા પરંતુ દરેક વખત ઈઝરાયેલે હુમલો કરીને તેને નિષ્ફળ બનાવ્યા છે. ઉત્તર ગાઝામાં ઈઝરાયેલ સાથે જાેડાયેલી ઝીકીમ સરહદથી આવી રહેલી રાહત સામગ્રીની રાહ જાેઈ રહેલા લોકો પર…

Read More

સુરત, તા.૨૧ સુરતના નવસારી રોડ પર આવેલા લાજપોર ગામમાં ખાણીપીણીની હોટલો અને ખાસ કરીને નોનવેજ રેસ્ટોરાંની વધતી સંખ્યા વચ્ચે, ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સચિન પોલીસ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્તપણે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક હાથ ધરાયેલા દરોડાથી હોટલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ચેકિંગ દરમિયાન લાજપોરની સાત નોનવેજ હોટલોમાંથી ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા, જે ગુણવત્તા પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નમૂનાઓના પરિણામો આવ્યા બાદ જાે કોઈ હોટલમાં ગેરરીતિ જણાશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગે પણ હોટલો અને લારીઓ આસપાસની અસ્વચ્છતા અંગે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક…

Read More

નવી દિલ્હી, તા.૨૦ ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આજે રવિવાર (૨૦ જુલાઈ) કહ્યું કે, સરકાર આવતીકાલે સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર સહિત તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. રિજિજૂએ તમામ પક્ષને અપીલ કરી હતી કે, સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમસાણ જાેવા મળશે. ચાલો જાણીએ વિપક્ષ કયા-કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાના અને યુદ્ધવિરામના નિવેદનને લઈને વિપક્ષ સરકારને ઘેરવા માટે તૈયારીમાં છે. જેને લઈને પ્રતિક્રિયા આપતાં રિજિજૂએ કહ્યું હતું કે, સરકાર આ મુદ્દા…

Read More

મુંબઈ, તા.૨૦ મુંબઈમાં મરાઠી-હિન્દી મુદ્દો હવે લોકલ ટ્રેન સુધી પહોંચી ગયો છે. શુક્રવારે સાંજે સેન્ટ્રલ લાઇનની એક લોકલ ટ્રેનના મહિલા કોચમાં મરાઠી અને હિન્દીને લઈને મહિલાઓ વચ્ચે જાેરદાર વિવાદ થઈ રહ્યો છે. સીટને લઈને શરૂ થયેલો સામાન્ય બોલાચાલી ભાષા વિવાદમાં બદલાઈ ગઈ. હાલ, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. લોકલ ટ્રેનના આ વીડિયોમાં સાંભળી શકાય છે કે, એક મહિલા મરાઠી અન્ય મહિલાને કહે છે કે, અમારા મુંબઈમાં રહેવું છે, તો મરાઠી બોલો, નહીંતર બહાર નીકળો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી બીજી મહિલાઓ પણ બાદમાં આ બોલાચાલીમાં સામેલ થઈ જાય છે અને બાદમાં વિવાદમાં ભાષા પણ…

Read More

સુરત, તા.૨૦ સુરતમાં છેલ્લા ૧૨ કલાકમાં બે યુવકોની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રાત્રે ૮ વાગ્યે રોડ પર ભાઈને મુકવા માટે જવાની તૈયારી કરી રહેલા બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી બૂટલેગર સહિત આઠ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. બૂટલેગર દ્વારા ચપ્પુના ચાર જેટલા ઘા મારીને યુવકના આતરડા બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ઉત્રાણ વિસ્તારમાં ૨૧ વર્ષીય યુવકને પણ રાત્રે માત્ર બાઈકની સામાન્ય ટક્કરમાં ૧૧ વાગ્યે માતા-પિતાની નજર સામે ચપ્પુના ઘા…

Read More

કોંગ્રેસ છોડ્યા બાદ ‘નિષ્ક્રિયતા‘ના નામે સસ્પેન્શન; વિપુલ બારીયાનો વળતો પ્રહાર (સિટી ટુડે) નર્મદા,તા.૧૯ નર્મદા જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખ રણજીત તડવીની નિમણૂકના ગણતરીના દિવસોમાં જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ વિપુલ બારીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. નર્મદા કમલમ ખાતે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને તિલકવાડા ભાજપ પ્રમુખ ગૌરાંગ બારીયાની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના ગમોડ ગામના સરપંચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ વિપુલ બારીયાએ ગમોડ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ લગભગ ૧૫૦ જેટલા કોંગ્રેસી કાર્યકરો…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૯ સાયબર ક્રાઈમ સુરત પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૬૨ ૨૫૦૦૧૭/૨૦૨૫ થી ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૮(૭), ૨૦૪, ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઈ.ટી. એકટની કલમ-૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ તારીખ : ૧૧/૦૧/૨૦૨૫ ના કલાક : ૧૦:૩૮ થી તારીખ : ૨૭/૦૨/૨૦૨૫ દરમ્યાન અજાણ્યા મોબાઈ નંબર : ૯૮૮૩૧૧૬૫૪ ઉપરથી ટેલીકોલ ડિપાર્ટમેન્ટ હેડ ઓફીસ દિલ્હી થી રાહુલ શર્મા તથા દિલ્હીક્રાઈમ બ્રાંચ માંથી સીનીયર ઓફીસર પ્રધાન રાજેશ તરીકેની ખોટી ઓળખ આપી વાત કરનાર તથા વોટસએપ નંબર : ૮૦૧૮૭૨૮૨૬૧ ઉપરથી આઈ.પી.એસ.સુનિલ કુમાર ગૌતમ તથા…

Read More

સુરત, તા.૧૯ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના બિલ્ડરે માત્ર ૧૬ વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીને સલાડ કાપવાના બહાને રસોડામાં મોકલી બિલ્ડરે પાછળથી અંદર પહોંચી જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવતા તેઓએ આ મામલે બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાની ૧૬ વર્ષની દીકરીને કાપોદ્રા વિસ્તારમાં આવેલી મમતા પાર્ક સોસાયટીમાં રહેતા…

Read More

સુરત, તા.૧૯ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ભોળા નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે ૧૪૦૦ કરોડથી વધુનું અધધધ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડેનિસ ધાનક, જયસુખ પટોળિયા, યશકુમાર પટોળિયા અને હાલમાં ઝડપાયેલ અજય ઉર્ફે ગોપાલ ભીંડીનો સમાવેશ થાય છે. આ ગેંગ વિરુદ્ધ ભારતના ૨૩ રાજ્યોમાં કુલ ૧૭૧ ફરિયાદો નોંધાઈ છે, જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આંતરરાષ્ટ્રીય ગેંગની મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ થયો છે. આ ગેંગ મુખ્યત્વે નીચે…

Read More

નવી દિલ્હી,તા.૧૯ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન્સ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્લિકેશન્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. સૂત્રો અનુસાર, ગૂગલ અને મેટા પર આ સટ્ટાબાજી એપ્લિકેશન્સને પ્રમોટ કરવાનો અને તેમના પ્લેટફોર્મ પર ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપવાનો આરોપ છે. હવે ઈડી એ બંને કંપનીઓના પ્રતિનિધિઓને ૨૧ જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે…

Read More