સુરત,તા.૨૪
સુરતના અઠવા વિસ્તારની કુખ્યાત “મીંડી” ગેંગના સભ્ય મો.કૈઝર ઉર્ફે મિંડી સહીત અન્ય બે સાગરીતોને પિસ્ટલ સાથે આજે વહેલી સવારે લસકાણા પાટીયા પાસેથી એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
મહે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત નાઓએ આગામી યોજાનાર લોકસભાની ચુંટણી અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તે માટે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનુ વાતાવરણ ઉભુ કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ, નાયબ પો.કમિ. રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના એ.પી.ચૌધરી નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.ઁજીૈં એ.પી.જેબલીયા તથા આર.એમ.સોલંકી ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન છજીૈં ઇમ્તિયાઝ ફકરૂમોહમદ તથા જગશીભાઈ શાંતીભાઈ નાઓને અઠવા વિસ્તારની “મીંડી ગેંગના” હાલમાં ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કૈઝર ઉર્ફે મિંડી તેના સાગરીતો સાથે પિસ્ટલ લઈ ફરી રહેલ છે. જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસોએ આજરોજ વહેલી સવારના લસકાણા પાટીયા, રાધે ડેરી સામે જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હ્યુંડાઈ એલેંટ્રા કાર નં.ય્ત્ન- ૫-ત્નઈ-૭૭૨૨ ને ફીલ્મી ઢબે આંતરી તેમા સવાર આરીફ મીંડીના પુત્ર (૧) મો.કૈઝર ઉર્ફે મિંડી મો.આરીફ ઉર્ફે આરીફ મિંડી શેખ. રહે.ઘર નં.૧/૧૬૧૧, ખંડેરાવપુરા, નાનવાલા કોમ્પલેક્ષની પાસે, નાનપુરા, સુરત. તથા તેના સાગરીતો (૨) આદિલહુશેન જાકીરહુશેન શેખ. ઉ.વ.૨૯, રહેઃ૧/૧૬૨૧, ખંડેરવાપુરા, નવાબી મસ્જીદના ટ્રસ્ટના મકાનમાં, નાનપુરા, સુરત. (૩) નદીમહુશેન ઉર્ફે મંજરા જાકીરહુશેન શેખ. ઉ.વ.૨૮, રહેઃ રહેઃ૧/૧૬૨૧, ખંડેરવાપુરા, નવાબી મસ્જીદના ટ્રસ્ટના મકાનમાં, નાનપુરા, સુરતવાળાને પકડી પાડી તેઓ પાસેથી ગે.કા. રીતે રાખેલ પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન તથા ફોર વ્હિલ કાર સહીત કુલ્લે કિ.,રૂ., ૭,૩૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. ત્રણેય આરોપી વિરૂધ્ધમાં સરથાણા પો.સ્ટે.માં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
- થોડા દિવસો અગાઉ જ નાનપુરાની કુખ્યાત મિંડી ગેંગના સાગરીત કૈઝર મિંડીના ગુજસીટોકના ગુનામાં શરતોને આધીન જામીન મંજુર થયા હતા. જામીન ઉપર છૂટ્યાના થોડા દિવસ બાદ જ કૈઝર મિંડીએ ફરીથી આતંક શરૂ કરી દીધો હતો અને પોતાની સાથે પિસ્તોલ લઈને ફરી રહ્યો હતો. કૈઝરે મીંડીએ જામીનની શરતોનો પણ ભંગ કર્યો હોવાનુ જાણવા મળે છે. સુરત એસઓજીને બાતમી મળી હતી કે લસકાણા પાટિયા પાસેથી પોલીસે કૈઝર મીંડી અને તેના બે સાગરીતોને પિસ્તોલ સાથે પક્ડી પાડી આજે કોર્ટમાં પોલીસે રિમાન્ડની માગણી કરી હતી. આરોપી તરફે વકીલ કલ્પેશ દેસાઈ અને રાકેશ મૈસુરિયા હાજર રહ્યા હતા. આરોપી તરફે રિમાન્ડ અરજીનો વિરોધ કરવામાં આવતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કર્યા હતા. આગામી દિવસોમાં સેશન્સ કોર્ટમાં આરોપીના જામીન મુકવામાં આવશે તેવુ વકીલ ઝફર બેલાવાલાએ જણાવ્યું હતું.