(સિટી ટુડે) સુરત,તા.૧૧
સુરત શહેરમાં ગરીબ મહિલાઓને વિદેશ મોકલી વિદેશોમાં પ્રતિબંધિત દવાઓનું સ્મગલિંગ કરતી ટોળકી દ્વારા ૩૫ થી વધુ મહિલાઓને કતર જેલમાં મોકલી આપનાર સામે સુરત પોલીસ કમિશનરે એસઓજીને તપાસ સોંપી દેતા આ સમગ્ર સ્મગલર ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. એસઓજી દ્વારા ફરીયાદીઓના નિવેદન લઇ તપાસ આગળ વધારી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે, ગરીબ મહિલાઓને ફસાવનાર આ ટોળકીમાં કોણ-કોણ સામેલ છે તે તમામ સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું.