(સિટી ટુડે) સુરત,તા.૧૧
સુરત શહેરમાં કિપ્ટો કરન્સી યુએસડીટી કોઇનના નામે ધંધો કરવા નિકળેલા ઠગો દ્વારા શહેરમાં અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવી રહ્યું છે.
સુરત શહેરમાં નાણાંવટ વિસ્તારના માઝ, શાબરીનગરના રીયાઝ, અડાજણનો મોઝીન તથા શબ્બીર હાલમાં જ લાખો રૂપિયાના ફ્લેશ યુએસડીટી આપી લોકોને છેતરી રહ્યા છે. આ ઠગો દ્વારા છેલ્લા ૬ મહિનામાં ફ્લેશ યુએસડીટીના નામે કરોડો રૂપિયાની પોપ્ર્ટી વસાવી હોવાનું બહાર આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, શહેરના કોટ વિસ્તારના માઝ અને રીયાઝ દ્વારા મોટા પાયે યુએસડીટીના નામે બક્કલ ઉડાવવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. જયારે અડાજણ વિસ્તારમાં માઝીન અને શબ્બીર દ્વારા રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. મોઝીનના અન્ય ચાર પાર્ટનરો પણ આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા છે.
આવનારા દિવસોમાં ઇડી દ્વારા આ યુએસડીટી ફલેશ રેકેટ ચલાવનાર ઠગો સામે તપાસ હાથ ધરવામાં આવે તેવી ચર્ચા ઉઠવા પામી છે. જાેકે, શાબરીનગરના રીયાઝે ગતરોજ રાત્રે દુબઇની ફ્લાઇટ પકડી લીધી હોવાનું પણ બહાર આવી રહ્યું છે.