નવી દિલ્હી,તા.૧૭
એક તરફ ભારત અને ચીનની ઉત્તરીય સરહદ પર સ્થિતિ સંવેદનશીલ છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ચીનના કોસ્ટ ગાર્ડ ફોર્સ આમને-સામને આવી ગયા છે. જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌનક જાપાનની શુભેચ્છા મુલાકાતથી પરત ફરી રહ્યું હતું, ત્યારે દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત ટાપુ સ્કારબોરો શોલની પશ્ચિમેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને ચીનના કોસ્ટ ગાર્ડના જહાજાેએ તેને ઘેરી લીધું હતું. જેના કારણે બે કોસ્ટ ગાર્ડ ફોર્સ વચ્ચે તણાવ વધી ગયો છે.
ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ સ્કારબોરો શોલ નજીકના દરિયાઈ વિસ્તારને વિવાદિત વિસ્તાર માને છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે ગોર્ડિયન નોટ સેન્ટર ફોર નેશનલ સિક્યુરિટી ઈનોવેશનની દરિયાઈ પારદર્શિતા પહેલ સીલાઈટના ડિરેક્ટર રે પોવેલે ઠ પર એક પોસ્ટમાં લખ્યું છે. ચાઇના કોસ્ટ ગાર્ડની નજર ૩૩૦૪ પર છે. આ દરમિયાન ચીનના કોસ્ટ ગાર્ડના બે જહાજાે ઝ્રઝ્રય્ ૩૧૦૩ અને ઝ્રઝ્રય્ ૩૫૦૨એ દરિયામાં ભારતીય જહાજને ઘેરી લીધું હતું. ફિલિપાઈન્સના દાવા છતાં ચીન દાવો કરે છે કે આ વિસ્તાર વિવાદિત છે.
આ બધું આ વિસ્તારમાં ત્યારે થયું જ્યારે ચીનના કોસ્ટ ગાર્ડનું ‘મોન્સ્ટર શિપ’ ફિલિપાઈન્સના કોસ્ટ ગાર્ડના જહાજાે સાથે અથડામણમાં વ્યસ્ત છે.
દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો લાંબા સમયથી ચીની કોસ્ટ ગાર્ડની આક્રમક રણનીતિના નિશાન પર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની કોસ્ટ ગાર્ડે ગ્રે ઝોનમાં કામ કરવાનું શરૂ કર્યું છે, જેનું કથિત રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ચીનની ટીમમાં ૧૨૭૫થી વધુ બોટ તૈનાત છે. ચીનના આ દબદબાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા માટે મોટો પડકાર ઊભો થયો છે.
ચીન તેની મજબૂત દેખરેખ અને સઘન તૈનાતી સાથે આ ક્ષેત્ર પર પ્રભુત્વ જમાવી રહ્યું છે, જેનો તેના પાડોશી દેશો વિરોધ કરી રહ્યા છે. જાે પાણીમાં ચીનની તાકાત વિષે વાત કરીએ તો ચીની કોસ્ટ ગાર્ડ પાસે ૫૦૦ ટનથી વધુ વજનના ૨૨૫ જહાજાે છે જે ઓફશોર ઓપરેશન કરવામાં સક્ષમ છે. વધુમાં, ચીન પાસે વિશ્વના બે સૌથી મોટા કોસ્ટ ગાર્ડ જહાજાે છે, દરેકનું વજન ૧૦,૦૦૦ ટન છે.
