ગાંધીનગર, તા.૦૪
ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આજે મોટી જાહેરાત કરી છે. ઁસ્ મોદીનું વિઝન છે કે તમામ લોકોને સમાન હક મળે, તેને સાકાર કરવાનો છે. સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે. ૫ સભ્યોની કમિટીની રચના કરાશે. કમિટી આ રિપોર્ટ ૪૫ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરશે. સમાન નાગરિક સંહિતા લાગૂ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે. સરકારે કહ્યું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી.
આ કમિટીમાં સામાજીક કાર્યકર ગીતા શ્રોફ, નિવૃત આઈએએસ સી.એલ. મીના, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, એડવોકેટ આર સી કોડેકરનો કમિટીમાં સમાવેશ કરાયો છે. આજ બપોરે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ેંઝ્રઝ્ર મુદ્દે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કમિટીની જાહેરાતની શક્યતા વર્તાઈ રહી છે. નાગરિકોના સૂચન મેળવવા કમિટીની જાહેરાતની સંભાવના છે. ૨૦૨૨માં કમિટી બનાવવાની જાહેરાત કરાઇ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ પણ કરે છે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે. તેમણે જણાવ્યું કે અનુકૂળ સમયે વિધાનસભામાં બિલ લાવવામાં આવશે.
ઉત્તરાખંડમાં વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ રાજસ્થાનમાં પણ તેને લાવવાની ચર્ચા થઈ રહી છે. રાજસ્થાન સરકારે ઉત્તરાખંડ સરકારને ેંઝ્રઝ્ર લાગૂ કર્યાના અભિનંદન પણ પાઠવ્યા હતા. શક્યતા છે કે ગુજરાત સરકાર પણ સમાન નાગરિક સંહિતા લાગૂ કરે. સરકાર પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરશે તેવી શક્યતા છે.
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે આજે મહત્ત્વની જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો ર્નિણય કરાયો છે. કમિટીમાં કોઈ મુસ્લિમ સભ્ય ન હોય ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, કમિટીમાં મુસ્લિમ મૌલાના કે ઉલેમાનો સમાવેશ કરવો જાેઈએ. તો આદિવાસી નેતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજને યુસીસીથી બહાર રાખવાની માગ કરી છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશ વ્યાપી અમલ કરવાનો ર્નિણય કર્યો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ ૩૭૦, ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે.
હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે. ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટે નો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી રચાશે. ૫ સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને ૪૫ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર ર્નિણય કરશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, તમામ વાયદા પૂરા કરવામાં આવી રહ્યા છે. સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રંજનાબેન દેસાઈ ની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે, તે ખૂબ અનુભવ ધરાવે છે. અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે. બહોળો અનુભવ છે અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે.
આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે. આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુ.સી.સી કાયદામાં લાવવામાં આવ્યો નથી. ગૃહ મંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે, આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે.ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન (અશાંત ધારો) છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવે છે એટલે આ મુદ્દો સુસંગત નથી. ૪૫ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી ર્નિણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એચ.યુ.એફ. નો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જાેડાયેલા લોકોને પણ આ કમિટી મળશે. રિપોર્ટમાં તમામ રિવ્યૂ રજૂ કરવામાં આવશે.
