આપ સૌ જાણો છો કે “જોઈન્ટ પાર્લામેન્ટરી કમીટી” (જેપીસી) એ વકફ સુધારા બિલ – ૨૦૨૪ ના અંતર્ગત તમામ નાગરિકોનો અભિપ્રાય માંગેલ છે. એક મોભાદાર નાગરિક હોવાને નાતે આપણા સૌની જવાબદારી છે કે આ મામલે આપણે પોતાનો વિરોધ, મંતવ્ય જેપીસી સુધી જરુર પહોંચાડીએ. આ માટે ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ ના પ્લેટફોર્મ પરથી મજબૂતાઈથી પોત પોતાનાવિરોધ – મંતવ્ય આપવાનું શરુ કરવામાં આવેલ છે. મંતવ્ય મોકલવા માટે આપ નીચે આપેલ લિંક પર ક્લીક કરો અથવા આ કોડ ને સ્કેન કરો અથવા લીંક કામ ન કરે તો પછી લીંક ને કોપી કરીને ગુગલ ક્રોમ માં પેસ્ટ કરો. લિંક ઓપન થયા પછી હિન્દી અથવા અંગ્રેજી ભાષા સિલેક્ટ કરો. ત્યાર બાદ જીમેઈલ ઓપન કરી તેના પર ક્લીક કરો. જવાબ જીમેઈલ માં ખૂલ્યા પછી ફકત “સેંડ’’ ના બટન ઉપર ક્લીક કરવાથી તમારો જવાબ જેપીસી સુધી પહોંચી જશે.
નોંધ : તમારો જવાબ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી અચૂક પહોંચી જવો જોઈએ.