નવીદિલ્હી,તા.૧૨
કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મૂજબ આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ ને ચર્ચા માટે મોકલવામાં આવશે.
જેપીસી ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જાે આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટે અગાઉ સપ્ટેમ્બરમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી ૧૦૦ દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે.’
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘વન નેશન-વન ઈલેક્શન’ પર વિચાર કરવા માટે ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી.
આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને ૧૯૧ દિવસના સંશોધન બાદ ૧૪ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘વન નેશન-વન ઈલેક્શન’ નો રિપોર્ટ સોંપ્યો હતો.‘વન નેશન-વન ઈલેક્શન’ કમિટીના રિપોર્ટ અનુસાર, ‘વન નેશન-વન ઈલેક્શન’ લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં ૨૦૨૩ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. જાે તમામ પક્ષો લો કમિશનની દરખાસ્ત સાથે સહમત થશે તો તેને ૨૦૨૯ થી જ લાગુ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૨૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવી જાેઈશે.
આસામ, કેરળ, તામિલનાડ, પ. બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં ૩ વર્ષ અને ૭ મહિનાનો ઘટાડો થશે. એ પછીનો કાર્યકાળ પણ સાડાત્રણ વર્ષનો રહેશે.મતદાન ડિસેમ્બર ૨૦૨૬માં બીજાે તબક્કોઃ ૧૧ રાજ્ય,ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ વર્તમાન કાર્યકાળમાં ૩થી ૫ મહિનાનો ઘટાડો થશે. એ પછી એ અઢી વર્ષ થશે.ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરામાં હાલ કાર્યકાળ ૧૩થી ૧૭ મહિના ઘટશે. પછી સવા બે વર્ષનો રહેશે.”વન નેશન-વન ઈલેક્શન” એટલે શું?
વર્તમાંનમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. જેમ કે ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય. ‘વન નેશન-વન ઈલેક્શન’ એટલે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે તે.ભારતમાં આઝાદી પછી, ઈ.સ. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ ૧૯૬૮ અને ૧૯૬૯ માંઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૭૦માં લોકસભા પણ ભંગ કરવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન-વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી. જાે વન નેશન વન ઈલેક્શન લાગુ કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડનો વર્તમાન કાર્યકાળ ૩ થી ૫ મહિનાનો ઓછો થઈ જશે.,ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરાના કાર્યકાળમાં પણ ૧૩ થી ૧૭ મહિનાનો ઘટાડો થશે,આસામ, કેરળ, તમિલનાડુ, પી. બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં ઘટાડો થશે.૨૦૦૯ થી, ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ૩૪ વખત ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આમાંની ઘણી ચૂંટણીઓ લોકસભા અને અનેક રાજ્યોની વિધાનસભાઓ માટે એકસાથે અથવા ક્યારેક અલગ-અલગ રીતે યોજાઈ છે. આ દિવસોમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પ્રક્રિયા એક સાથે થઈ રહી છે. જાે એક દેશ, એક ચૂંટણી હોય, તો આ ચૂંટણી પ્રક્રિયા પાંચ વર્ષમાં માત્ર એક જ વાર યોજવામાં આવે છે અથવા જાે કેટલીક વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવે છે, તો પછી ઘણી વખત ચૂંટણીઓ યોજવામાં આવશે.