અમદાવાદ, તા.૪ મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગનું કારણ ફ્લાઇટમાં સવાર એક પેસેન્જર દ્વારા બોમ્બ હોવાની ધમકી હતી. મક્કા-મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ટેકઓફ થયા બાદ ફ્લાઇટમાં સવાર એક મુસાફરે અચાનક એવી ધમકી આપી હતી કે “મારી પાસે બોમ્બ છે અને હું ફ્લાઇટ ઉડાવી દઈશ.” પેસેન્જરના આ દાવાને પગલે ફ્લાઇટમાં હાજર ક્રૂ મેમ્બર્સ અને અન્ય મુસાફરોમાં ગભરાહટ ફેલાયો હતો. તુરંત જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી…
Author: City Today Daily
સુરત, તા.૦૪ સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો. મહત્વનું છે કે, માસૂમ બાળકો પર સુરત શહેરમાં રખડતા કુતરાના હુમલાની ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન, અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને પકડી પાડી હતી…
સુરત, તા.૪ સુરતમાં હોર્ન વગાડવા પર દંડનીય કાર્યવાહી થશે. ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશે તો દંડ ફટકારવામાં આવશે. વધતાં જતાં નોઈસ પોલ્યૂશનને ધ્યાને રાખીને સુરત પોલીસ દ્વારા આ ર્નિણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની ટીમ તમામ વિસ્તારમાં જનજાગૃતિ માટે પ્લેકાર્ડ લઈને ઉભી રહેશે. ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરત પોલીસ હોર્ન વગાડવા પર દંડ ફટકારવામાં આવશે. સુરતમા ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડીને અન્ય વાહનચાલકોને હેરા કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સતત નોઇસ પોલ્યુશન વધતા જતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. હવે ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડનારાઓ પાસેથી દંડ વસૂલાશે. આ માટે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમ ચલાવાશે. શરૂઆતમાં…
(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૩ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધન ને ઉમ્મીદ પોર્ટલ ની મુદ્દત છ મહિના વધારવા રજુઆત કરી હતી અને વિશેષ રુપે ગયાસુદદીન શેખ દ્વારા ટેલિફોનિક રજુઆત સાસંદ સભ્યઓ ઈમરાન પ્રતાપગઢી, તારિક અનવર, નાસિર હુસેન, મોહમ્મદ જાવેદ, ઈમરાન મસુદ, સલમાન ખુરશીદ અને શક્તિ સિંહ ગોહિલ ને ટેલિફોનિક રજુઆત કરી વર્તમાન સંસદમાં ઉમ્મીદ પોર્ટલનો સમયગાળો ૬ મહિના વધારવાની રજુઆત કરી હતી.આજરોજ સંસદ ભવનમાં ઇન્ડિયા ગઠબંધનના સાંસદો દ્વારા ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધુ છ મહિના વધારવા અરજી મુકવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના…
નવી દિલ્હી, તા.૩ સંચાર સાથી એપને લઈને શરૂ થયેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. સરકારે આ એપને ફોનમાં ફરજીયાત રાખવાના આદેશને પરત લઈ લીધો છે. સરકારે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે બધા નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી એપને પહેલાથી ઈન્સ્ટોલ કરવાનું ફરજીયાત કર્યું હતું, પરંતુ હવે આ આદેશને પરત લઈ લીધો છે. એપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી એટલે તેને ફરજીયાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, જેથી ઓછા જાગૃત લોકો સુધી સુરક્ષા સરળતાથી પહોંચી શકે. છેલ્લા એક દિવસમાં ૬ લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું જે પહેલાના મુકાબલે ૧૦ ગણું વધુ છે. સરકાર તરફથી કહેવામાં…
મેરઠ, તા.૩ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના બાબુએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે. મોહિતની બૂથ લેવલ ઓફિસર તરીકે ‘સર’ની કામગીરીમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ ગંભીર હાલતમાં મેરઠની લોકપ્રિય હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઢ રોડ સ્થિત મુરલીપુરા ગામના રહેવાસી મોહિતને પલ્લવપુરમમાં બીએલઓ તરીકેની ડ્યૂટી આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કામ પૂરું ન થવાને કારણે સુપરવાઇઝર આશિષ શર્મા દ્વારા તેમના પર સતત દબાણ બનાવવામાં આવતું હતું. મંગળવારે…
કોલકાતા, તા.૩ પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે રાજકીય ગરમી વધારી દીધી, તેમણે જાહેરાત કરી કે તેઓ ૬ ડિસેમ્બરે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરશે અને ચેતવણી આપી હતી કે જાે તેમને રોકવામાં આવશે, તો તે દિવસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૪ મુસ્લિમો દ્વારા કબજે કરવામાં આવશે. બેલડાંગાના ધારાસભ્ય કબીર ઘણા મહિનાઓથી બળવાખોર વલણ અપનાવી રહ્યા છે. તેમણે તાજેતરમાં એક નવું સંગઠન બનાવવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા, કબીરે મુર્શિદાબાદ વહીવટીતંત્ર પર “આરએસએસ એજન્ટ” તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે અધિકારીઓને ચેતવણી આપી કે તેઓ તેમના કાર્યક્રમને રોકવાનો પ્રયાસ ન કરે, એમ કહીને કે તે…
નવી દિલ્હી, તા.૩ સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે. જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જાેઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ દ્વારા તે પરત થવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩ હેઠળ આ જાેગવાઈ છે, જે મહિલાને તેના સગા-સંબંધીઓ કે મિત્રો…
નવી દિલ્હી,તા.૨ શિયાળુ સત્રના બીજા દિવસની શરૂઆત પહેલા જ, સંસદની બહાર વિપક્ષનો હોબાળો જાવા મળ્યો હતો. જણાવી દઈએ કે, વિપક્ષી પક્ષોએ મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ રિવિઝન (SIR)નો સખત વિરોધ કર્યો હતો અને SIRને મતદારોના અધિકારો પર સીધો હુમલો ગણાવ્યો હતો.રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. વિપક્ષ સાથે ઉભા રહીને, તેમણે સરકારની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ પગલું લોકશાહી અધિકારોનું અપમાન છે. વિપક્ષનો આરોપ છે કે, SIR પ્રક્રિયા લાખો સાચા અને લાયક મતદારોના નામ યાદીમાંથી દૂર કરી રહી છે. આનાથી મોટી સંખ્યામાં લોકો ચૂંટણીમાં મતદાન કરવાના તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી…
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૨ ગુજરાત રાજ્યના તમામ વકફ ટ્રસ્ટો અને મુતવલ્લીઓ દ્વારા Umeed Portal પર નોંધણી પ્રક્રિયા દરમિયાન અનેક તકેદારી અને ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરમાં એક જ પોર્ટલ ચાલુ હોવાને કારણે સિસ્ટમ અત્યંત ધીમી છે અને ડેટા એન્ટ્રી યોગ્ય રીતે થઈ શકતી નથી. જેના પરિણામે 5 ડિસેમ્બર સુધીની અંતિમ તારીખમાં તમામ નોંધણી પૂર્ણ કરવી અશક્ય જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આજે કાયદા સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ સાહેબ સમક્ષ ગુજરાત વકફ બોર્ડ તરફથી તાત્કાલિક નોંધણી અવધિ વધારવા અંગે મજબૂત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત માટે * ડૉ. મોહસીન લોખંડવાલા – અધ્યક્ષ…
