Author: City Today Daily

સુરત, તા.૨૯ સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વ્હોટ્સએપમાં ‘બહુ મજા આવે છે રમત રમવાની બેન તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે. નંબર બ્લોકમાં ના નાખો ઘણી બધી ડિટેલ આપવાની બાકી છે તમને. બધાને હજી મજાકની કોઈ એક હદ હોય છે તમે બધી…’ સહિતના મેસેજ કરી વિદ્યાર્થિનીને ‘વધુ રમત રમવાની‘ અને ‘મજા લેવાની‘ વાતો કરીને ડરાવતો હતો. આ સનકી શિક્ષકે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે વર્ચ્યુઅલ નંબરથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી…

Read More

નવી દિલ્હી,તા.૨૮ દિલ્હીમાં છેલ્લા ઘણાં દિવસોથી હવામાન ખરાબ છે. આજે શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી હતી અને તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૮૪ નોંધાયો હતો. હવાની ગુણવત્તામાં કોઈ સુધારો ન થતાં લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે અને આ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. આ પ્રદૂષણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં તાત્કાલિક આ પ્રદૂષણ પર ચર્ચા કરાવવાની માંગ કરી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, હું જે પણ માતાને મળું છું, તે મને એ જ કહે છે – તેનું…

Read More

નવી દિલ્હી, તા.૨૮ દેશમાં વધતા રોડ અને એક્સપ્રેસ વેના નેટવર્ક સાથે ક્વોલિટી પર પણ સરકાર ફોકસ વધારી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના હાથમાં કમાન સંભાળી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાે રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે, તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રેક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે આ બાબતે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકની અધ્યક્ષતા…

Read More

સુરત, તા.૨૮ રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં ૧૦ વર્ષનો છોકરો ખાટલા પર સૂતાં સૂતાં જાહેરમાં ગાંજાે વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું. એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં પહેલા જાગ્રત યુવાનો બાદ ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં ઊતરી આવ્યા હતા. ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે…

Read More

નવી દિલ્હી, તા.૨૭ સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. લોકસભા બુલેટિન મુજબ, આ સત્રમાં કુલ ૧૦ નવા બિલ રજૂ કરવામાં આવી શકે છે. આમાંથી સૌથી મહત્વપૂર્ણ પરમાણુ ઉર્જા બિલ છે, જે દેશના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર લાવશે. અત્યાર સુધી, પરમાણુ પ્લાન્ટનું બાંધકામ અને સંચાલન સંપૂર્ણપણે સરકારી કંપનીઓના હાથમાં રહ્યું છે. જાેકે, નવા બિલ હેઠળ, ભારતીય અને વિદેશી ખાનગી કંપનીઓને પણ પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી આપવામાં આવશે. આ ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું તરીકે જાેવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં સ્પર્ધા અને રોકાણ બંનેમાં વધારો થવાની અપેક્ષા છે. સરકાર ઉચ્ચ…

Read More

નવી દિલ્હી, તા.૨૭ સુપ્રીમ કોર્ટે ‘સર’ પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે? સીજેઆઇ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે ૨૬ નવેમ્બરના રોજ ‘સર’ ની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો તરફથી દાખલ કરાઈ છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્ય તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ…

Read More

મિરઝાપુર, તા.૨૭ ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. હવે મિરઝાપુર પોલીસે એ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે જેમણે મસ્જિદમાં આગ લગાવી હતી. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકો મસ્જિદમાં આગ લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયા…

Read More

શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે? ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી? કોંગ્રેસે અંગ્રેજાેને હટાવ્યા હતાં તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓથી અમે ડરવાના નથી: દુધાત સુરત, તા.૨૭ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં ‘પોલીસ વર્સીસ વિપક્ષ‘ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. આજે સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દૂધાતે ડ્રગ્સ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભાજપના જ…

Read More

સુરત, તા.૨૬ સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન ખાતે ૧૦થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક અસામાન્ય નોટિસ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં. આ નોટિસ અધિકારીઓના અંગત મદદનીશ (પી.એ.)ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે, અને તેમાં વિનંતી નહીં પણ “હુકમથી” આ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન લઈને ઓફિસમાં પ્રવેશ ન કરે, વિડીયો અથવા ઓડિયો રેકોર્ડિંગ મનાઈ છે અને નવાઇની વાત એ છે કે આ નોટિસ વિનંતી નહીં, પરંતુ…

Read More

નવી દિલ્હી,તા.૨૬ SIR કેસમાં ૨૩ બીએલઓના મોતના આરોપો પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે આ સંદર્ભમાં માહિતી પૂરી પાડી હતી, જેના પગલે કોર્ટે ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચોને ૧ ડિસેમ્બર સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ‘સર’ કેસોની આગામી સુનાવણી ૯ ડિસેમ્બરે થશે. આ મામલો મતદારોના રક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો છે.સંબંધિત રાજ્ય ચૂંટણી પંચોને ૧ ડિસેમ્બર સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ બેન્ચને માહિતી આપી હતી…

Read More