Author: City Today Daily

નવી દિલ્હી,તા.૨૬ કેન્દ્રીય મંત્રી અને કરીમનગરના સાંસદ બંદી સંજય કુમારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેમના સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ‘આ ગામોને ૧૦ લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવશે.‘ હવે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ચર્ચામાં છે. તેલંગાણામાં ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે.મંત્રીએ આરોપ લગાવ્યો કે, ભારત રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસની પૂર્વ સરકારોએ સર્વાનુમતે અધિકારીઓની પસંદગી કરતી પંચાયતોને પૈસા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ કોઈ પૈસા નહોતા મળ્યા. તેમણે મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં મતદારોને આ વખતે આવી ચાલમાં ન ફસાવા વિનંતી કરી…

Read More

આ સમારોહમાં રાજ્યભરના 673 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સર્ટિફિકેટ અને એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. (સિટી ટુડે) અમદાવાદ, તા.૨૫ આ સન્માનિત થતાં વિદ્યાર્થીઓમાં 380 જેટલા વિદ્યાર્થીઓ SSC તથા HSCમાં 70% થી વધુ માર્ક્સ મેળવનાર હતા, જ્યારે 80 જેટલા વિદ્યાર્થીઓ કોમર્સ, સાયન્સ અને આર્ટ્સમાં 60% સાથે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા હતા. સાથે સાથે 30થી વધુ માસ્ટર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની સાથે 36 જેટલા આલિમ, હાફિઝ, કારી અને મુફ્તી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનો પણ સન્માન થયો હતો. તેમજ વર્ષ 2025માં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર તરીકે પદવી મેળવનાર 21 વિદ્યાર્થી, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને 36 જેટલા સરકારી નોકરી મેળવનાર વિદ્યાર્થીઓને પણ માનપત્ર આપવામાં આવ્યા…

Read More

પશ્ચિમ બંગાળ,તા.૨૫ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખશે. રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર વધી રહેલા વિવાદ વચ્ચે બેનર્જીએ ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી. મમતા દીદીએ કહ્યું કે, તેઓ આજે હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે અચાનક માહિતી મળી કે, તેમનું હેલિકોપ્ટર ઉડાડવામાં આવશે નહીં. તેને ષડયંત્ર ગણાવતા કહ્યું કે, “હું મોડી પહોંચી કારણ કે હું હેલિકોપ્ટરનો ઉપયોગ કરતી નથી. મારે આજે હેલિકોપ્ટર જવાનું હતું, પરંતુ મને સવારે ખબર પડી કે,…

Read More

નવી દિલ્હી,તા.૨૫ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દરેક અસફળ અથવા ખરાબ સંબંધને દુષ્કર્મનું નામ આપવું ગુનાની ગંભીરતાને ઓછી કરી દે છે. દુષ્કર્મનો આરોપ એ સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. જ્યાં હકીકતમાં યૌન હિંસા અથવા જબરદસ્તી કરવામાં આવી હોય ફક્ત એવા જ કેસમાં આવો આરોપ લગાવેલો હોવો જાેઈએ. જસ્ટિસ બી.વી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સોમવારે (૨૫ નવેમ્બર) એક કેસની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રના એક વકીલ પર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવતી ફરીયાદ અને ચાર્જશીટને કોર્ટે નકારી દીદી છે. હકીકતમાં, ફરિયાદી મહિલાએ શરૂઆતમાં ભરણપોષણના એક મામલે કાયદાકીય મદદ માટે…

Read More

સુરત,તા.૨૫ ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ત્રણ કિલોમીટર થી વધુ બસને ડ્રાઇવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા રાત્રિના સમયે એક કાર ચાલક સ્ટેશનથી થઈને ઉધના તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક ૫૦ થી…

Read More

બેંગલુરુ, તા.૨૪ કર્ણાટકની સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ ફરી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને મનાવવા માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન શુક્રવારથી બેંગવલુરુમાં છે, જાેકે હજુ સુધી બંને વચ્ચે મુલાકાત થઈ શકી નથી. બીજીતરફ વિવાદને ટાળવા માટે ઊર્જા મંત્રી કે.જે.જાેર્જ મધ્યસ્થી હોવાનું સામે આવ્યું છે. જાેર્જે રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કર્યા બાદ બપોરે ખડગે સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ સાંજે તેમણે શિવકુમાર સાથે એક કલાક સુધી બેઠક કરી હતી, મીડિયા રિપોર્ટ મુજબ ડી.કે.શિવકુમાર સાથે બેઠક કરનાર જાેર્જે તેમને માર્ચમાં રજૂ થનારા બજેટ સુધી શાંત રહેવા કહ્યું છે. તો જવાબમાં શિવકુમારે ચોક્કસ આશ્વાસનની માંગ…

Read More

સુરત, તા.૨૪ રાજ્યમાં દિવસે ને દિવસે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓનાં મોતની ઘટના સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને બીએલઓ તરીકે વધારાની જવાબદારી સંભાળતી ૨૬ વર્ષીય ડિન્કલ શીંગોડાવાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. દીકરીના મોતને પગલે હોસ્પિટલ પરિસર પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલાની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાં ૭૯-વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની, આહીર સમાજ પાસે મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી…

Read More

બીજા ધોરણમાં અભ્યાસ કરતી ૭ વર્ષની બાળાને શાળા પાછળ લઈ જઈ અજાણ્યા યુવકે હાથ પર ઈન્જેક્શન પણ આપ્યા હોવાનો આરોપ (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૪ વિજાપુરમાં આનંદપુરા ચોકડી રોડ પર આવેલી એક શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતી એક ૭ વર્ષિય બાળકી સાથે આઇટીઆઇ માં ભણતા અજાણ્યા યુવકે શારીરિક અડપલાં અને હાથમાં ઈન્જેકશન આપવાની અત્યંત શરમજનક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસ આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી કરી પીડિત દીકરી ને ન્યાય અપાવવા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની માંગ છે. વિજાપુર શહેરમાં આવેલી એક શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતી ૭…

Read More

સુરત, તા.૨૩ સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જાેવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ૪ વર્ષના એક માસૂમ બાળક પર ૪થી ૫ જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર ૫૦થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જાેઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં ૪ વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ…

Read More

ગાઝા, તા.૨૩ સીઝફાયર વચ્ચે ઈઝરાયલે ગાઝામાં ફરી હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ૨૦ લોકોના મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ હુમલામાં ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પહેલો હુમલો રિમલ વિસ્તારમાં એક કાર પર થયો હતો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે. બે વર્ષના યુદ્ધ બાદ ૧૦ ઓક્ટોબરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર પછી શનિવારનો દિવસ સૌથી ઘાતક દિવસોમાંથી એક હતો. કાર હુમલાના થોડા સમય બાદ ઈઝરાયલે દેર અલ-બલાહ શહેર અને નુસેરત કેમ્પમાં બે ઘરો પર બે અલગ-અલગ હવાઈ…

Read More