ગાંધીનગર, તા.૩૦ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારજનોને મોટા ફાયદા માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે લાગતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ વસૂલવામાં આવશે, જ્યારે બાકી ૮૦% સુધીની રકમ માફ કરાશે. આ રાહત ખાસ કરીને એવી મિલકતોના ટ્રાન્સફર માટે લાગુ પડશે જે સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે આપવામાં આવે છે. આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ ની કલમ ૯(ક) હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. સતત મળતી દંડની રકમ સાથે મળીને, હવે ખરીદદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ ભરવી પડશે. અગાઉ જેટલી કુલ…
Author: City Today Daily
નવી દિલ્હી, તા.૨૯ રાજધાની દિલ્હીમાં ઝૂંપડપટ્ટી તોડી પાડવાના વિરોધમાં આમ આદમી પાર્ટી એ આજે (રવિવાર, ૨૯ જૂન) જંતર મંતર ખાતે એક મોટું વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રસંગે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને રાજ્ય ભાજપ સરકાર પર જાેરદાર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ૫ મહિનામાં ભાજપે ગરીબોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે જે ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી રહી છે તેમાંથી લોકો પોતાનું કામ કરે છે, મહિલાઓ નજીકના ઘરોમાં કામ કરે છે, પરંતુ તેમને રસ્તાઓ પર લાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર…
પુરી, તા.૨૯ ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ ભક્તોના મોત થયા હતા. આ સાથે, ઓછામાં ઓછા ૩૦ ભક્તો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ૨ મહિલાઓ પણ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી શુભદ્રાની મૂર્તિઓ લઈને જતા ત્રણ રથ શ્રી ગુંડિચા મંદિરમાંથી પસાર થઈ રહ્યા હતા, જે જગન્નાથ મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે, જ્યાંથી યાત્રા શરૂ થઈ હતી. આજે સવારે લગભગ ૪.૩૦ વાગ્યે પવિત્ર રથ ગુંડિચા મંદિરમાંથી પસાર થઈ રહ્યા હતા. દર્શન માટે ભારે ભીડ એકઠી થઈ હતી. રથ નજીક પહોંચતા જ ભીડ ઝડપથી વધવા…
સુરત, તા.૨૯ સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડીપૂરનો સામનો કરી ચૂકેલા શહેરીજનો હવે રસ્તાઓ પર પડેલા ખાડાની સમસ્યાથી પરેશાન બન્યા છે. સ્માર્ટ સિટી સુરતના પાંડેસરા, ઉધના, ડીંડોલી વિસ્તારના રસ્તાઓ ધોવાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. બિસ્માર રસ્તાઓના કારણે હાલ શહેરીજનોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્માર્ટ સિટી સુરતમાં એક તરફ મેટ્રો સહિતની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ શહેરના રસ્તાઓની હાલત બગડી ચૂકી છે. શહેરના પાંડેસરા, ઉધના અને ડીંડોલી વિસ્તારના રસ્તાઓ પર ગણ્યા ગણાય નહીં એટલા ખાડાઓ પડી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. સુરતના રસ્તાઓ પર શહેરીજનો હાલ…
સુરત, તા.૨૯ આજે રવિવાર હોવાથી સુરતીઓ મોટા પ્રમાણમાં મોજ મજા માણવા માટે નીકળી પડતા હોય છે ત્યારે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનો ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા જતા હોય છે. કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ આજે ધરાસાઈ થયો હતો. કિકેટ રમી રહેલા યુવાનો એ શેડને પકડી રાખીને ઉભા રહ્યા હતા. ફાયર વિભાગની આ અંગે જાણ થતા દોડી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. વિશાળ અને ભારે ભરખમ શેડ પડવામાં બચી ગયેલા યુવાનોએ સ્ટેટસમાં બચી ગયા હોવાનું પણ લખ્યું હતું. મળતી માહિતી પ્રમાણે કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા એસઆરકે કોમ્પલેક્ષની…
નવી દિલ્હી, તા.૨૮ મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ ક્ષેત્રમાં ફરી શાંતિ સ્થાપિત થઈ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળોનો હવાઈ હુમલા દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા છે. જાે જરૂર પડશે તો અમે ફરી ઈરાન પર હુમલો કરવામાં ખચકાઈશું નહીં. જાે ઈરાન ભવિષ્યમાં ફરી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે તો અમેરિકા તેના પર એટેક કરશે. ટ્રમ્પે એ દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈરાનના પરમાણુ સ્થળોને એટલું નુકસાન થયું નથી જેટલો તે દાવો કરી રહ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અથવા અન્ય કોઈ પ્રતિષ્ઠિત…
તેલ અવિવ, તા.૨૮ ઈઝરાયેલે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ઈઝરાયેલની એજન્સીઓએ અમેરિકાને પણ જાણ કર્યા વગર ખામનેઈને બોમ્બથી ઉડાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. એ વાત હવે ઈઝરાયેલે ખુદ કબૂલી છે.ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કેટ્ઝે દાવો કર્યાે કે અમે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈને શોધવાની બહુ કોશિશ કરી, પરંતુ ક્યાંય ભાળ મળી નહીં. જાે એ મારી નજરે ચડયા હોત તો અમે એને ચોક્કસ ઠાર મારી દેત. એ જ અમારું આયોજન હતું. ખામનેઈને એ બાતમી મળી ગઈ હતી એટલે તેમણે બંકરમાં છુપાઈને પોતાનો જીવ બચાવી લીધો. જાે ક્યાંક બહાર છુપાયા હોવાની બાતમી મળી હોત તો અમે તેમને ઉડાવવા માટે…
સુરત, તા.૨૮ સુરતમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના હવાલા-યુએસડીટી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચોથા દિવસે પણ દરોડા યથાવત્ રહ્યા હતા. આ કેસમાં માત્ર ગેરકાયદે ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર સાથોસાથ આંગડિયાની સ્લિપ અને આંગડિયાના ટોકન તરીકે ૧ અને ૧૦ની નોટના ફોટા જે હવાલામાં વપરાય છે, એની પણ તપાસ એજન્સીઓ માટે રહસ્યમય સંકેત બનીને સામે આવી છે, જેને ડીકોડ કરવાના પ્રયાસ ઈડી દ્વારા ચાલુ છે. આ કૌભાંડના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરત, અમદાવાદ અને મુંબઈમાં ઈડી દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવા, ખાસ કરીને વ્હોટ્સએપ ચેટ્સ અને ક્રિપ્ટોકરન્સી એપ્લિકેશન્સ આ સમગ્ર…
સુરત, તા.૨૮ શહેરના સાયણ અને હરિપુરા ખાતે ઓફિસ ધરાવનારા અને શહેરમાં જ અન્ય ધંધામાં પણ જાેડાયેલા સ્નેહ કાકડિયાની મુંબઇ ડીઆરઆઇએ કરેલી તપાસ બાદ હવે સમગ્ર કાંડમાં જીએસટીની ટીમની પણ એન્ટ્રી થાય એવી સંભાવના દેખાઈરહી છે. અખરોટ પર પાંચ ટકા જીએસટી લાગે છે અને ૩૬૦૦ મેટ્રિક ટનની આયાતમાંથી કેટલો જથ્થો સુરત આવ્યો એ્ની વિગતો મેળવ્યા બાદ જીએસટીની ટીમ ડિમાન્ડ નોટિસ સ્નેહ કાકડિયા અને તેના પિતા દિપક કાકડિયાને મોકલી શકે છે. જીએસટીના એક અધિકારીએ કહ્યું કે ડીઆરઆઇ મુંબઈના ફાઇનલ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા છે જે આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાને આજે આરોપી પિતા-પુત્રના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા…
સિટી ટુડે) અમદાવાદ,તા. ૨૭ ૧૪૮ મી રથયાત્રા કોમી એકતાના માહોલમાં શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ તે દરમ્યાન છેલ્લા ૩૦ વર્ષની પરંપરાને નિભાવી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને તથા રથયાત્રિકોને મોમેન્ટો અર્પણ કરી તેમજ શાલ ઓઢાઢી, ફૂલ હાર સાથે શાંતિના દૂત કબૂતરોને ઉડાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પોલીસ કમિશનર તેમજ તમામ પોલીસ અધિકારીઓએ પણ ગ્યાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમબિરાદરોનો આભાર વ્યક્ત કર્યો હતો. દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમજ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું તેમજ શાંતિના દૂતો કબૂતરોને ઉડાડીને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું.…
