(સિટી ટુડે) સુરત,તા.૨૬
કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરત ઉમરા સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નંબર : ૧૧૨૧૦૦૪૮૨૫૦૨૬૩/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ (મ્દ્ગજી) ની કલમ – ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૪૦(૩), ૩૫૧(૨), ૧૧૫(૨), ૩૫૨ તથા ૧૧૨(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ.
ફરીયાદની વિગત ધ્યાને લેવામાં આવે તો તે રીતની છે કે, તા.૧૯/૦૫/૨૦૧૫ ના રોજ આ કામના ફરીયાદીશ્રી – રોહિત રાઠોડ તથા તેમના મિત્રો તેઓના કેસની મુદ્દત તારીખે સુરત સેશન્સ કોર્ટમા હાજરી પુરાવવા માટે આવેલા અને હાજરી પુરાવી કોર્ટ કેમ્પસની બહાર નિકળતા કોર્ટની પાર્કીંગમાં જ આરોપીઓ નામે- રાકેશ ઉર્ફે બાલા મોહિતે, પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ભરત ઉર્ફે પચ્ચીસ, મુબારક ઉર્ફે મુબો પટેલ તથા અન્ય ત્રણ નાઓ દ્વારા ફરીયાદીશ્રીને આરોપી રાકેશ ઉર્ફે બાલા મોહિતે નાઓના સાથેની ઉછીના પૈસા બાબતની અદાવતમાં બબાલ કરી કોર્ટ પાર્કીંગ માથી બળજબરી પૂર્વક બહાર કાઢી, ઢીક મુક્કીનો માર મારી, ફોર-વ્હીલર ગાડીમા બેસાડી અપહરણ કરી લઈ ગયેલા અને થોડા સમય બાદ ફરીયાદીશ્રીને કોર્ટ પાસે જ ઉતારી તમામ આરોપીઓ જતા રહેલા અને આ મુજબના બનાવ સંદર્ભેની ફરીયાદ ફરીયાદીશ્રી રોહિત રાઠોડ નાઓએ બીજા દિવસે એટલે કે, તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ આપેલ હતી.
સદર ગુન્હાના કામના તપાસ કરનાર અમલદારશ્રીએ તમામ કુલ્લે ૭(સાત) આરોપીઓની તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ધરપકડ કરેલ અને ત્યારબાદ તપાસ કરનાર અમલદારશ્રીએ આરોપીઓને તા.૨૨/૦૫/૨૦૨૫ ના રોજ નામદાર કોર્ટમાં રજુ કરી તપાસ કરનાર અમલદારશ્રી દ્વારા હાલના આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડની માંગણી કરવામા ન આવતા નામદાર કોર્ટે આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા આરોપીઓ નામે ૧. રાકેશ ઉર્ફે બાલા મોહિત, ૨. પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ૩. ભરત ઉર્ફે પચ્ચીસ તથા ૪. મુબારક ઉર્ફે મુબો પટેલ નાઓ તર્ફે વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓ દ્વારા ચીફ જ્યુડીશ્યલ મજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુનીસીપલ કોર્ટ) જડજ સાહેબશ્રીની કોર્ટમા રેગ્યુલર જામીન અરજી રજુ કરેલ અને નામદાર કોર્ટે બંને પક્ષનાઓની દલીલો તેમજ રજુઆતો ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીઓ નામે ૧. રાકેશ ઉર્ફે બાલા મોહિત, ૨. પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ૩. ભરત ઉર્ફે પચ્ચીસ તથા ૪. મુબારક ઉર્ફે મુબો પટેલ નાઓને તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ કેટલીક શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુક્મ ફરમાવેલ છે. આરોપીઓ ૧. રાકેશ ઉર્ફે બાલા મોહિત, ૨. પંકજ ઉર્ફે પંક્યો સેંડાણે, ૩. ભરત ઉર્ફે પચ્ચીસ તથા ૪. મુબારક ઉર્ફે મુબો પટેલ નાઓ તરફે વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓએ રજુઆતો કરેલ અને જામીન અરજીની સફળ રજુઆતો કરેલ છે.