Author: City Today Daily

સુરત, તા.૨૭ સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડીપુર લોકોને પરેશાન કરી રહ્યું છે. ઉપરવાસમાં આવતા વરસાદને કારણે સુરત શહેરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડીપૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂર માં લોકો પ્રભાવિત છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે. શહેરમાં ખાડીપુરનો ૫મો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી પુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ…

Read More

સુરત, તા.૨૬ સુરત શહેરમાં ફરી એકવાર પૂર બાદ કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થતાં હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. લોકોના ઘર, દુકાનોમાં પાણીનો ભરાવો થયાં બાદ સોસાયટીના નાકે કચરો લોકોએ બહાર કાઢ્યો છે. તેનો હજુ નિકાલ થતો ન હોવાથી હવે રોગચાળો થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની ફરિયાદ છે કે કચરા અંગેની અનેક ફરિયાદ છે, પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો કચરો લઈ જતા નથી તેથી કચરો વાસ મારી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા રહેલી છે. ચોમાસા પહેલા પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી…

Read More

સુરત, તા.૨૬ સુરતમાં મેઘરાજા સતત ચોથા દિવસે પણ મન મૂકીને વરસી રહ્યો છે. વરાછામાં સવારથી ૫ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલી પૂર્વી સોસાયટી પાસે રોડ પર ગોઠણસમા પાણીમાં લોકો જઈ રહ્યા છે. સીમાડા વિસ્તારમાં ખાડીપૂરના પ્રકોપે વેપારીઓને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે વરાછા અને સરથાણામાં સવારથી બપોર સુધીમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે અને નાના વરાછાની ચીકુવાડી ખાતે બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે એ સરખી રીતે કરવામાં આવી ન હતી. એના કારણે વરસાદ થયો, પાણીનો નિકાલ થવો જાેઇએ એ થયો…

Read More

નવી દિલ્હી, તા.૨૬ ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ ભડક્યું હતું અને પેલેસ્ટાઇનના ગાઝામાં નાગરિકો પર હુમલા કરી દીધા હતા જેને કારણે ૭૯ લોકોના મોત નિપજ્યા હતા. અગાઉ ઈઝરાયલના સાત સૈનિકોના મોત નિપજ્યા હતા જે ઇઝરાયલી સૈન્ય પર તાજેતરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. પેલેસ્ટાઇનમાં હુમલાખોરે વિસ્ફટકોથી ભરેલા વાહન સાથે ઈઝરાયલી સૈન્ય પર હુમલો કર્યાે હતો. જેથી ઈઝરાયલ ફરી ઉશ્કેરાયું છે અને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે.૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાયા હતા જે બાદથી ઈઝરાયલ ગાઝા પર હુમલા…

Read More

નવી દિલ્હી, તા.૨૬ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ૧૨ દિવસના યુદ્ધ બાદ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમેરિકાના હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘ઈરાનને તેના પુનર્નિર્માણ માટે પૈસાની જરૂર પડશે. આ સમસ્યા ક્રૂડ દ્વારા દૂર કરી શકાય છે. યુદ્ધ હમણાં જ ત્યાં સમાપ્ત થયું છે. તે બહાદુરી સાથે યુદ્ધ લડ્યા.’ નેધરલેન્ડ્સના હેગમાં આયોજિત નાટો સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનને તેના દેશનું પુનર્નિર્માણ કરવા માટે પૈસાની જરૂર પડશે. યુદ્ધ હમણાં જ ત્યાં સમાપ્ત થયું છે. તે બહાદુરીથી યુદ્ધ લડ્યા. તે ક્રૂડના…

Read More

સુરત, તા.૨૫ સુરતમાં બીજા દિવસે પણ ખાડીપૂરની સમસ્યા યથાવત છે. સ્માર્ટ સિટીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોની હાલાકી યથાવત છે. આજે પણ સુરત ખાડીપૂરમાં ડૂબ્યું છે, અને સ્માર્ટ સિટીના સત્તાધીશો પાસે તેનું કોઈ સોલ્યુશ નથી તે સ્પષ્ટ દેખાય છે. સતત સાતમા વર્ષે ખાડીપૂર, ખાડીના ડ્રેજિંગ પાછળ ખર્ચેલા ૪૦ કરોડ પાણીમાં ગયા છે. ગત વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ ખાડી નજીક બનાવ્યું હતું. સુરતના ખાડીની બંને બાજુ પર પડી રહેલી જમીનને કાયાકલ્પ કરીને સુરત મહાનગરપાલિકાએ શહેરના ‘ ગ્રીન લંગ્સ’ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના વિકાસની શૂરઆત કરી હતી. ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ…

Read More

સુરત, તા.૨૫ લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આજે રહેમાન નામના એક વ્યક્તિની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જાેકે, ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી અને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. આ સંજાેગોમાં, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરનારા દર્દીને ૧૦૮ સુધી પહોંચાડવામાં અંદાજે…

Read More

(સિટી ટુડે) સુરત, તા.૨૫ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર ત્રણ દિવસથી પાણી ભરાયેલાં રહેતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. તેમજ સતત ૭માં વર્ષે ખાડીપૂર આવ્યું છે. ખાસ કરી વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના રહીશો ખાડીપૂરથી ત્રસ્ત છે. તેમજ જળબંબાકારની સ્થિતિ વચ્ચે દર્દીને પણ સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પૂરની આ સ્થિતિ વચ્ચે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સીમાડાના વાલમનગરમાં આપનાં આ ત્રણ કોર્પોરેટર રચના હીરપરા, મહેશ અણઘણ, વિપુલ સુવાગિયા તથા ભાજપના કાર્યકરો બાખડી પડ્યાં હતાં. આપના કોર્પોરેટરો સ્થળે પહોંચતાં જ ભાજપના કાર્યકરોએ બબાલ શરૂ કરી દીધી હતી. આપના કોર્પોરેટરો…

Read More

મણિપુર, તા.૨૮ મણિપુરમાં સરકાર બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીના નેતા રાધેશ્યામ સિંહે બુધવારે (૨૮ મે, ૨૦૨૫) રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ભાજપના નેતા નવ અન્ય ધારાસભ્યો સાથે રાજભવનમાં રાજ્યપાલને મળ્યા હતા. ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “લોકોની ઇચ્છા મુજબ ૪૪ ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલને આ વાત જણાવી છે. અમે આ મુદ્દા માટે કયા ઉકેલો હોઈ શકે છે તેની પણ ચર્ચા કરી છે. ૪૪ ધારાસભ્યો લોકોની ઇચ્છા મુજબ સરકાર બનાવવા માટે તૈયાર છે.” તેમણે કહ્યું, “રાજ્યપાલે અમારી વાતની નોંધ લીધી છે અને લોકોના શ્રેષ્ઠ હિતમાં કાર્યવાહી શરૂ…

Read More

નવી દિલ્હી, તા.૨૭ દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. જાેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ ડો. રાજીવ બહેલના જણાવ્યાં અનુસાર, અત્યારે કોરોનાના ચેપની તીવ્રતા અત્યંત મંદ હોવાથી તે ચિંતાજનક નથી.કોવિડના નવા વેરિયન્ટ્સ મળ્યાં હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ અને પશ્ચિમમાં નમૂનાના જીનોમ સિક્વન્સિંગમાં એ સ્પષ્ટ થયું છે કે, નવા વેરિયન્ટ્સ બહું ગંભીર નથી અને તે ઓમિક્રોનના પેટાવેરિયન્ટ્સ LF.7, XFG, JN.1 તથા NB. 1.8.1  છે. ઉપરોક્તમાંથી પહેલાં ત્રણ વેરિયન્ટ્સ વધુ જાેવા મળી રહ્યાં હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, અન્ય સ્થળોએથી લવાયેલાં સેમ્પલ્સનું સિક્વન્સિંગ કરાઈ રહ્યું છે, જેના પરિણામો બાદ આપણને વધુ વેરિયન્ટ્સ છે…

Read More