સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલનના આહવાનને શિસ્તબદ્ધતા સાથે સફળ બનાવવા સમાજ આગળ આવે : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા , પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૯
મહાન ભારત દેશના સંવિધાને તમામ ધર્મ, જાતિઓને પોતાના ધાર્મિક સિદ્ધાંતોને આસ્થા પ્રમાણે ધર્મનું પાલન કરવાનો મૌલિક અધિકાર આપ્યો છે. ૨૦૧૪થી કેન્દ્રમાં ભાજપાનું શાસન આવતા આઝાદી પછીના ૭૫ વર્ષોમાં મુસ્લિમ સમાજ માટે સૌથી કપરો કાળ શરૂ થયો. ભાજપના સંવિધાનથી વિપરીત ફાસીવાદી કોમવાદી વલણને કારણે ભારતીય મુસ્લિમોને નિશાના પર લઈ જુલ્મ અને અત્યાચારની પરાકાષ્ટા સાથે શરૂ થયો જે આજે પણ યથાવત છે.
પૂર્વ રાજવસભા સાંસદ મોહમમદ અદીબ સાહેબ (IMCR અધ્યક્ષ), મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ (જનાબ અર્શદ મદની સાહેબ) (જનાબ મહેમુદ મદની સાહેબ) સહિત અન્ય સંસ્થાઓ હાલના આઝાદી પછીના સૌથી કપરા સમયે અને સંજોગોમાં મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારો, ન્યાય, સમાનતા નો અધિકાર મેળવવા માટે શાંતિપૂર્ણ રીતે ગાંધીચિંધ્યા માર્ગે સંઘર્ષ કરી રહ્યા છે.
ભાજપની કટ્ટરવાદી નિતીઓ વિરુદ્ધ તમામ ધર્મ જાતિ અને સેક્યુલર પક્ષોના સાંસદો શ્રી સંજયસિંહ, શ્રી મનોજ ઝા, સુશ્રી મહુઆ મોઈત્રા સહિત સેક્યુલર પાર્ટીઓના તમામ મુસ્લિમ સાસંદો, નામાંકિત એનજીઓ, સોશ્યલ એક્ટીવીસ્ટો અને સ્કોલરને સંગઠિત કરવાના પ્રયાસો કરી સેમીનારના આયોજન તેમજ મીડીયા દ્વારા વર્તમાન કટ્ટરવાદી સરકાર સામે અવાજ બુલંદ કરી સંઘર્ષ કરી રહ્યા છે.
૨૦૧૪થી ભાજપ સરકારના એકતરફી અત્યાચારોથી સ્તબ્ધ મુસ્લિમ સમાજ તેમજ મુસ્લિમ સંસ્થાઓ સત્તાધારી પક્ષના આક્રમણને લીધે ખામોશી અખત્યાર કરીને બેઠા હતા ત્યારે (IMCR અધ્યક્ષ) જનાબ મોહંમદ અદીબ સાહેબ લોકશાહીમાં રાજકીય પક્ષો ઉપર જનઆંદોલન દ્વારા જ દબાણ ઉભું કરી શકાય તેવા નિર્ભયપણે દઢ મનોબળ સાથે તમામ સંગઠનોને સંયુક્તપણે લડત લડવા ગાંધીચિધ્યા માર્ગે આગળ આવવા પ્રેરિત કરવામાં સફળ રહ્યા છે.
ભારત દેશની પ્રખર રાષ્ટ્રવાદી સંસ્થા આઝાદીના આંદોલનમાં હજારો મુસ્લિમ અને ઉલેમાઓની શહાદત વહોરી અંગ્રેજોના શાસનથી ભારત દેશને આઝાદ કરાવવા અગ્રેસર ભૂમિકા ભજવનાર તેમજ દેશની સૌથી વધુ મુસ્લિમ જનસમર્થન ધરાવતી ધાર્મિક સંસ્થા જમીયતે ઉલમા એ હિન્દ (જનાબ અર્શદ મદની સાહેબ) (જનાબ મહેમુદ મદની સાહેબ) વર્તમાન પાતનાભર્યા સંજોગોમાં નેતૃત્વ કરી અસરકારક ભૂમિકા અદા કરી રહ્યા છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ (જનાબ અર્શદ મદની સાહેબ) સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગેરસંવૈધાનિક વકફ કાનૂન વિરુદ્ધ નવી દિલ્હી, મુંબઈ, બિહારની રાજધાની પટના, આંધ્રપ્રદેશમાં પાંચ લાખથી વધુ જનમેદની સાથે વકફ બચાવો અભિયાન અંતર્ગત સંમેલનો કર્યા તથા વક્ક સુધારા બીલ વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશભરમાંથી ૪ કરોડ કરતાં વધુ મુસ્લિમ સમુદાયના બારકોડ તેમજ ઈમેલ દ્વારા વાંધાસૂચનો મેળવવા શુક્રવારના રોજ સમગ્ર દેશભરમાંથી કરોડો મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. સંગઠિત પ્રયાસો કરવા બદલ પ્રસંશા કરીએ છીએ. આપ સૌના સહિયારા પ્રયાસોથી સરકારના આતંકથી ભયભીત મુસ્લિમ સમાજ સંવૈધાનિક રીતે ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આ કાળા કાયદાની વિરુદ્ધ સમગ્ર ભારત દેશમાં આંદોલન કરવા નિર્ભય રીતે આગળ આવ્યો.
દેશભરમાં મુસ્લિમાં સંવૈધાનિક અધિકારોના રક્ષણ માટે આક્રોશ સાથે જનઆંદોલન કરવા આગળ આવતાં મુસ્લિમ સમાજની જનભાવનાઓને ઉજાગર કરવા કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના સેક્યુલર પક્ષના નેતાઓ, સાંસદો, સંસદીય વક્ક JPC કમીટીના સભ્યોની તાર્કિક દલીલો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરી બજેટ સત્રમાં જયારે વક્ક બિલ મંજુરી માટે સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે નિર્ભય રીતે નફા નુકસાનની પરવા કર્યા વિના અસરકારક પ્રવચનો દ્વારા ગેરસંવૈધાનિક વકફ બિલનો સંસદમાં સંપૂર્ણ તાકાત સાથે વિરોધ કરી સરકાર સામે હક્કની અવાજ બુલંદ કરી પરંતુ સરમુખત્યાર સરકારે બહુમતીના જોરે ગેરસંવૈધાનિક વકફ બિલને મંજુરી આપી દેતાં તેની સામે પણ પ્રથમ વખત કોંગ્રેસ પક્ષના સાંસદો દ્વારા સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી નવા વફ કાનૂનને રદ કરાવવા સીનીયર એડવોકેટની પ્રસંશનીય રીતે માનદ સેવા પૂરી પાડી.