Author: City Today Daily

સુરત, તા.૦૭ સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ ૧૦થી ૧૨ ટકા વધુ કેસ આવી રહ્યા છે. જાે સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત ૧૦નાં મોત થયાં છે. જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં ૨૨૩ મલેરિયા અને ૧૧૩ ડેન્ગ્યૂ સહિત મોસમી રોગોના કુલ ૭૩૩ દર્દી દાખલ…

Read More

સુરત, તા.૭ સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની રજૂઆત બાદ પક્ષકારો વતી વકીલો ટ્રાફીકને લગતા કેસોમાં દંડની ચુકવણી કરી શકશે તેવી સુરત કોર્ટ તરફથી મંજૂરી મળી હતી. આગામી તા.૧૨ જુલાઈએ સુરત શહેરની અદાલતોમાં લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં ટ્રાફિકના ચલણો અને ટ્રાફિકના લગતા કેસો પણ આવે છે. લોક અદાલતમાં પક્ષકારોને જાતે હાજર રહી દંડની ચૂકવવાની થતી હોય છે. જાે કે આ વખતે વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, ઉપ પ્રમુખ રાકેશ ચૌહાણ, સેક્રેટરી ચંદ્રેશ પીપલીયા, જોઈન્ટ સેક્રેટરી સાત્વીક પટેલ સહિતના વકીલોએ નવ નિયુક્ત મુખ્ય ન્યાયાધીશ આર. કે. ત્રિવેદીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી કે પક્ષકારો વતી વકીલ હાજર રહી…

Read More

સુરત, તા.૦૫ સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે ૨૩૫ કરોડથી વધુનાં બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત ૧૦૦ કરોડના ‘આંગડિયા‘ વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યાં છે એની સામે દેશભરનાં ૨૬ રાજ્યમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે. દુબઈ, રાજકોટ અને સુરતના ઉત્રાણ ખાતેના પ્રગતિ આઈટી પાર્કમાં ઓફિસ ખોલીને મોટાપાયે ચાલતાં શેર ટ્રેડિંગના એક રેકેટને સાયબર ક્રાઈમ પોલીસની ટીમે શોધી કાઢીને રાજકોટના પિતા અને તેના બે પુત્રો,…

Read More

મહારાષ્ટ્ર, તા.૦૫ મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી જે મુદ્દે અટકળો ચાલી રહી હતી, આજે તે હકીકત બની છે. લગભગ ૨૦ વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે એક સાથે મંચ પર જાેવા મળ્યા છે, એ પણ પરિવારની સાથે. બંને ભાઈ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ શેર કરી રહ્યા છે. રાજ ઠાકરે તેમની પત્ની શર્મિલા અને પુત્ર અમિત ઠાકરે અને પુત્રી ઉર્વશી સાથે આ મુલાકાત માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા, જેમાં તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસનો સમાવેશ થતો હતો. પરંતુ, હવે…

Read More

નવી દિલ્હી,તા.૦૫ કેન્દ્ર સરકારે વક્ફ કાયદા હેઠળ એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નવો નિયમ વક્ફ પોર્ટલ અને વક્ફ સંપત્તિના ડેટાબેઝ, વક્ફ મિલકતોની નોંધણીની પદ્ધતિ અને તેના ઓડિટ સાથે સંબંધિત છે. નવા કાયદા હેઠળ, દરેક વક્ફ મિલકતની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેની માહિતી પોર્ટલ પર આપવાની રહેશે. નવા નિયમો હેઠળ એક કેન્દ્રીયકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે, જે દેશભરના વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે.આમાં વકફ મિલકતોની યાદી અપલોડ કરવી, નવી નોંધણી, વક્ફ રજિસ્ટરની જાળવણી, ખાતાઓ વિશે માહિતી પૂરી પાડવી, ઓડિટ રિપોર્ટ પ્રકાશિત કરવા અને બોર્ડના આદેશોની નોંધણીનો સમાવેશ થાય છે. વક્ફ સંપત્તિના મેનેજર (મુતવલ્લી) પોતાના મોબાઇલ નંબર…

Read More

મથુરા, તા.૪ મથુરામાં સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે મોટો ર્નિણય આપ્યો છે. કોર્ટે શાહી ઇદગાહને વિવાદિત માળખું માનવાનો ઇનકાર કર્યો છે. આ ર્નિણય જસ્ટિસ રામ મનોહર મિશ્રાની સિંગલ બેન્ચે સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે હાલના તથ્યો અને અરજીના આધારે, ઇદગાહને હાલમાં વિવાદિત માળખું જાહેર કરી શકાય નહીં. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત પ્રાચીન મંદિરને તોડીને ઇદગાહ બનાવવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે ૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવામાં આવે. આ…

Read More

તેલ અવિવ, તા.૦૪ ઈઝરાયેલે ગાઝા ઉપર કરેલા હવાઈ હુમલા અને ગોળીબારની ઘટનામાં કુલ ૯૪ પેલેસ્ટેનિયનનાં મોત નિપજ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ ગાઝા માનવ સંસ્થા સાથે સંકળાયેલા સ્થળો પર ઈઝરાયેલી સૈનિકોએ કરેલા હુમલામાં પાંચ લોકોનાં મોત થયા હતા. જ્યારે ગાઝા પટ્ટીમાં અન્ય સ્થળોએ મદદ માટે કતારમાં ઊભા રહેલાં લોકો પર ગોળીબાર કરાતા ૪૦નાં મોત થયા હોવાની પુષ્ટિ થઈ હતી. બુધવારે રાતથી ગુરુવારે સવાર સુધી ઈઝરાયેલે ગાઝા ઉપર હવાઈ હુમલાઓ પણ કર્યા હતા જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા હતા. ઈઝરાયેલે મુવાસી ઝોનને નિશાન બનાવીન ટેન્ટ પર હુમલો કર્યાે હતો જેમાં ૧૫નાં મોત નિપજ્યા હતા. આ વિસ્તારમાં હાલમાં સંખ્યાબંધ પેલેસ્ટેનિયન શરણ…

Read More

ગાઝા, તા.૪ પેલેન્સ્ટાઇનમાં માનવાધિકારોની સ્થિતિ પર કામ કરતા યુનાઇટેડ નેશન્સના વિશેષ દૂત ફ્રાન્સેસ્કા અલ્બેનીઝ ડઝનથી વધુ કંપનીઓને ઇઝરાયલ સાથે બિઝનેસ બંધ કરવા આહ્વાન કર્યું છે. અલ્બાનીઝે યુએન માનવાધિકાર પરિષદનો એક રિપોર્ટ રજૂ કરતાં કહ્યું છે કે, જે મલ્ટીનેશનલ કંપનીઓ ઇઝરાયલ સાથે બિઝનેસ કરી રહી છે. જેનાથી ગાઝા અને ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્કમાં યુદ્ધ અપરાધોમાં સંડોવણીનું જાેખમ વધ્યું છે. આ નરસંહારની અર્થવ્યવસ્થા છે. જેનાથી ગાઝા નવા હથિયારો અને ટૅક્નોલૉજી માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, હથિયાર બનાવતી અને ટૅક્નોલૉજી કંપનીઓને ઇઝરાયલે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું છે. રોકાણકારો, ખાનગી અને જાહેર સંસ્થાઓ અઢળક કમાણી કરી રહી છે.…

Read More

સુરત,તા.૦૪ સુરત શહેરના ગીચ વિસ્તાર ગણાતા ભાગળ ચાર રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી હતી. જોકે દુકાનમાં રહેલ એક યુવક સામાન્ય દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે . ફાયર વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે આજે સવારે ફાયરને કોલ મળ્યો હતો કે ભાગળ ચાર રસ્તા ઉપર આવેલી મોહન મીઠાઈની દુકાન નજીક પાસે એક દુકાનમાં ચા વેચાણ કરવામાં આવતી હતી. આ ચા મશીનમાં બનાવવામાં આવતી હતી. અચાનક આ ચા બનાવવાનું મશીન ધડાકાભેર ફાટ્યું હતું. આ ઘટનાને પગલે દુકાનમાં ભાગદોડ થઈ ગઈ હતી. મશીન ફાટવાના અવાજથી આજુબાજુના લોકો પણ ચોકી ઉઠ્યા હતા. ફાયરને જાણ થતા ફાયરના…

Read More

સુરત, તા.૦૪ ગઇકાલે જ અમદાવાદમાં આપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ એક છે. હવે કોંગ્રેસ જાેડે આપનું કોઈ ગઠબંધન નથી, પરંતુ આપ સંયોજકના આ નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ના લીધું હોય એમ લાગે છે અને આ નિવેદનને હજુ ૨૪ કલાક પણ નથી થયા ત્યાં આજે (૪ જુલાઈ) સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ‘ગઠબંધન’ કરી વિરોધ કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત…

Read More