સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જાેઈએ નવી દિલ્હી, તા.૧૦ દેશના ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી હતી અને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ બાબતોને ગંભીરતાથી લેવી જાેઈએ. તેનો ઉકેલ નહીં આવે તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની કામગીરી અને બીએલઓ દ્વારા આત્મહત્યા સંબંધિત કેસની સુનાવણી કરી હતી. સનાતની સંસદ સંગઠને દાખલ કરેલી અરજીમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પશ્ચિમ…
Author: City Today Daily
અમિત શાહે કહ્યું કે વિપક્ષ SIR પર જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે : આ પહેલાનેહરૂ રાજમાં ૩ અને કોંગ્રેસ રાજમાં ૧૧ વખત SIR પ્રક્રિયા થઈ છે નવી દિલ્હી, તા.૧૦ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચામાં બોલતા વિપક્ષના આરોપો પર પલટવાર કર્યો છે. તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યુ કે નેહરૂ રાજમાં ૩ અને કોંગ્રેસ રાજમાં ૧૧ વખત SIR થઈ છે. આજકાલ એક ફેશન બની ગઈ છે, જ્યારે આપણે ઈતિહાસ જણાવીએ છીએ તો આ નારાજ થઈ જાય છે. સૌથી પહેલા એસઆઈઆર ૧૯૫૨મા થયું. તે સમયે નેહરૂજી પ્રધાનમંત્રી હતા. પછી ૧૯૫૭ અને ૧૯૬૧મા એસઆઈઆર પ્રક્રિયા થઈ.…
હુમાયુ કબીરના સમર્થકોના કહેવા પ્રમાણે સોમવારે ચાર દાનપેટીમાં ઓછામાં ઓછા રૂપિયા ૩૭.૩૩ લાખનું દાન આવ્યું બેહરામપુર, તા.૯ પશ્ચિમ બંગાળના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયૂં કબીર દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં ‘બાબરી મસ્જિદ’ જેવી જ મસ્જિદ બનાવવામાં અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મસ્જિદ બનાવવા માટે હમણાં સુધી લગભગ રૂ.૧.૩ કરોડનું દાન મળી ચૂક્યું છે. ધારાસભ્ય હુમાયૂં કબીરના વિશ્વાસુ સમર્થકોએ જણાવ્યું કે, દાન માટે વિવિધ સ્થળો પર મૂકાયેલી દાનપેટી હમણા સુધી ભરાઈ ગઈ છે અને રોકડ ગણવા માટે મશીનોની મદદથી રાતભર ગણતરી ચાલતી રહી. લોકો દાનની રકમ રોકડમાં અને ઓનલાઈન માધ્યમથી – એમ બંને રીતે આપી રહ્યા છે. હુમાયુ કબીરના…
૬ ડિસેમ્બરે વકફ સંપત્તિની વિગતો અપલોડ કરવાની મુદત પૂરી થઈ નવી દિલ્હી, તા.૯ ભારતમાં વકફ સંપત્તિઓના વ્યવસ્થાપન માટે UMEED સેન્ટ્રલ પોર્ટલને ૬ જૂનના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતું. પોર્ટલ પર વકફ સંપત્તિઓની વિગતો અપલોડ કરવા માટે ૬ ડિસેમ્બર સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ સમયગાળામાં ૫.૧૭ લાખ સંપત્તિઓની વકફ હેઠળ નોંધણી કરાવવા માટે અરજી થઈ હતી, જેમાંથી ૨,૧૬,૯૦૫ અરજીને માન્યતા આપવામાં આવી હતી. UMEED એક્ટ, ૧૯૯૫ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, લઘુમતિ બાબતોના કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુના હસ્તે UMEED પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. વકફ સંપત્તિઓના અસરકારક સંચાલન તથા લઘુમતી સમાજના લાભ માટે તેનો ઉપયોગ કરવાના હેતુથી આ કવાયત હાથ ધરાઈ…
રાહુલ ગાંધીએ તમામ સંસ્થાઓ પર RSSનો કબજાે હોવાનું કહેતા હોબાળો દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલના કેન્દ્ર પર પ્રહાર નવી દિલ્હી,તા.૯ સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે. રાહુલ ગાંધી એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે…
નવી દિલ્હી, તા.૮ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝનું સમાપન થયું છે. ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સીરિઝ પોતાને નામે કરી છે. તેવામાં સીરિઝમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવાના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ટીમ ઈન્ડિયાને સજા ફટકારી છે. વનડે સીરિઝમાં એક ભૂલના કારણે મોટો દંડ લાગ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કેએલ રાહુલે પણ પોતાની ભૂલ અને ટીમ પર લાગેલા ભારે દંડનો સ્વીકાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ ૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો. આઇસીસી એલીટ પેનલ મેચ…
પટણા, તા.૮ લોકશાહીમાં પ્રજાના સેવક ગણાતા નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં થયેલા એક આરટીઆઇ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહાર અને કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીઓ સહિત કુલ ૮ નેતાઓ ગેરકાયદેસર રીતે પગાર અને પેન્શન બંનેનો લાભ એકસાથે લઈ રહ્યા છે. આ માહિતી સામે આવતા જ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. કાયદાકીય નિષ્ણાતોએ આ કૃત્યને ગંભીર આર્થિક અપરાધ ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે સરકારની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે. માહિતી અધિકાર કાયદા હેઠળ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. ખુલાસા મુજબ, બિહારના નાણામંત્રી અને…
कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे और श्री राहुल गांधी सहित INDIA गठबंधन के सभी धर्मनिरपेक्ष दल एवं सांसदो संसद में अवाज उठाने एवं माईनोरीटी अफेर्स मंत्री श्री किरण रिजिजू समक्ष उमीद पोर्टल की समय सीमा 6 महिने बढ़ाने के लिए सफल आवाज बुलंद करने के लिए आभार गुजरात वक्फ बोर्ड के अध्यक्ष श्री मोहसिन लोखंडवाला और विधायक इमरान खेडावाला सहित हम उन सभी सदस्यों के प्रति भी विशेष आभार व्यक्त करते हैं, जिन्होंने गुजरात के मुस्लिम समुदाय के संगठनों और नेताओं की मांगों का सम्मान करते हुए सराहनीय तरीके से अपना कर्तव्य निभाते हुए, गुजरात वक्फ ट्रिब्यूनल के समक्ष…
આ સંભવિત ગઠબંધન બંગાળમાં બીજેપી અને TMC બંનેને રોકવા માટે એક મજબૂત વિકલ્પ રજૂ કરશે કોલકાતા, તા.૭ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો અને મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ TMC માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી સંરચનાનો શિલાન્યાસ કર્યાના થોડા જ કલાકો બાદ મોટા ગઠબંધનની જાહેરાત કરી છે. શનિવારે કબીરે કહ્યું કે, તેઓ AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે અને બંને પક્ષો આગામી ચૂંટણીઓમાં સાથે મળીને મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. હુમાયુ કબીરે જણાવ્યું કે, આ સંભવિત ગઠબંધન બંગાળમાં ભારતીય જનતા પાર્ટી NJP અને TMC બંનેને રોકવા માટે એક મજબૂત વિકલ્પ રજૂ…
મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી મુંબઈ, તા.૭ રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને શરદચંદ્ર પવારનાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જાેવા મળ્યા છે, જેનો વીડિયો જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી. આ ત્રણેયે ફિલ્મ ઓમ શાંતિ ઓમના પ્રખ્યાત બોલિવૂડ ગીત…
