Author: City Today Daily

સુરત, તા.૧૯ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે ૧૧,૧૭,૮૮૨ મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં. આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ ૩૬,૨૩,૧૯૩ મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૨૫,૦૫,૩૧૧ મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૧,૧૭,૮૮૨ મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય…

Read More

સુરતની ભાજપ ઓફિસ પર કોંગ્રેસનો હલ્લાબોલ સાથે મોદી-ભાજપ હાય-હાય ના સુત્રોચ્ચારથી માહોલ ગરમાયો, પોલીસે બાજી સંભાળી (સિટી ટુડે) સુરત. તા.૧૯ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે ધામો નાંખ્યો હતો અને રામધૂન સાથે હલ્લાબોલ મચાવીને ભાજપ-મોદી વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે એક તબકેક માહોલ તંગ બન્યો હતો. છેલ્લાં ૧૨ વર્ષથી કોંગ્રેસના દિગ્ગજાેને કાનુની દાવપેજમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પર પાણી ફેરતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો જેને પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી…

Read More

સુરત, તા.૧૮ શહેરના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ મધ્યમવર્ગીય પરિવારો બન્યા છે. ભીમરાડ સ્થિત શિવ રેસિડેન્સી ના ૪ ટાવરના અંદાજે ૪૦૦ પરિવારોને પોતાના સપનાના ઘર છોડીને રસ્તા પર આવવાનો વારો આવ્યો છે. મનપા દ્વારા સુરક્ષાના કારણોસર બિલ્ડિંગ ખાલી કરાવવાની નોટિસ અપાતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. ગઈકાલે ભીમરાડમાં નિર્માણાધીન વિવાન બિલ્ડિંગની આશરે ૧૫૦ ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ (સંરક્ષણ દિવાલ) ધડાકાભેર ધરાશાયી થઈ હતી. આ દિવાલ ધરાશાયી થવાને કારણે બાજુમાં જ આવેલી શિવ રેસિડેન્સી ના ટાવરોમાં જાેખમ ઊભું થયું હતું. બિલ્ડરની લાપરવાહીને કારણે બનેલી આ ઘટનાએ જાેતજાેતામાં ૪૦૦ પરિવારોનું સુખ-ચૈન છીનવી લીધું છે. જ્યારે મનપાની ટીમ દ્વારા ફ્લેટ…

Read More

સુરત, તા.૧૮ સુરતના પુણામાં મોબાઈલ પર વાત કરતા કરતા બાઇક પર દૂધના કેન લઈ જઈ રહેલા યુવકની બાઇક આગળ ઊભી રહેલી કારને અડતી હોઈ ખસેડવાનું કહેવા પર બે માથાભારે યુવકોએ કાર ચલાવી રહેલા વોર્ડ નંબર ૧૭ના ભાજપ વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરી હતી. ઈરાદાપૂર્વક બાઇક આગળ લઇ જઇ રિવર્સ લાવી કારના મેકવ્હીલને નુકસાન કરી સાગરીત સાથે મળી દૂધના એલ્યુમિનિયમ કેનનું ઢાંકણું માથામાં ફટકારી હંગામો કર્યો હતો. બે પશુપાલકોની દાદાગીરીથી હતપ્રભ થઇ ગયેલા ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા (રહે. સત્યનારાયણ સોસાયટી, પૂણાગામ) લોન એજન્ટના વ્યવસાય ઉપરાંત વોર્ડ નંબર ૧૭માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકેને હોદ્દો ધરાવે છે. ગતરોજ સાંજે સરથાણામાં આવેલા ભાજપ કાર્યાલયમાંથી કારમાં…

Read More

સુરત, તા.૧૮ સુરત શહેરના હાર્દ સમાન સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ‘ગટરીયા પૂર‘ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પાણીના નિકાલમાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગટરની લાઈનોમાં અવરોધ ઊભો થયો હોવાનું મનાય છે. આ ક્ષતિના કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ અટકી ગયો છે અને તે ઉભરાઈને આસપાસની ગલીઓ તેમજ રહેણાંક મકાનોમાં…

Read More

નવી દિલ્હી, તા.૧૮ ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે પરિણામે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખખડધજ હાઇવે હોવા છતાંય વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૮૭૦૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે. આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જીલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયા હતા, પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા પડ્યાં હતાં. એટલુ જ નહી, પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ વિશે જાણકારી મેળવી રિપોર્ટ કરવા સૂચના આપી હતી. આ તરફ, વરસાદી પાણીથી…

Read More

અમદાવાદ, તા.૧૭ ગુજરાતમાં અત્યાર સુધીમાં હિન્દુ મંદિર કે ધાર્મિક મિલકત બાબતના વિવાદનો કોઈ પણ કેસ કોર્ટમાં જાય તો તેમણે કોર્ટ ફિ ભરવી પડતી હતી. આ જાેગવાઈમાંથી વકફ એક્ટ હેઠળની સંપત્તિઓના વિવાદ કોર્ટમાં જાય તો કોર્ટ ફી ભરવામાં આવતી નહોતી. જાે કે, ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા ચૂકાદાને પગલે, હવેથી વકફ એક્ટ હેઠળની સંપત્તિઓના વિવાદ કોર્ટમાં જાય તો તેમણે પણ કોર્ટ ફી ભરવી પડશે. ગુજરાત હાઈકોર્ટે વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી અંગે એક મહત્વનો ચૂકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. વક્ફ એક્ટ હેઠળની મિલ્કતો સંપતિ પણ હિન્દુ મંદિર કે ધાર્મિક મિલકતની બરાબર…

Read More

ગાંધીનગર, તા.૧૭ ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા ૨૦૨૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી ૬ મહિના માટે લંબાવી દેવામાં આવી છે. ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના પૂર્ણ થઈ રહેલી સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. હવે જે લોકો પોતાના બાંધકામને કાયદેસર કરાવવા ઈચ્છે છે તેણે ૧૬ જૂન ૨૦૨૬ પહેલા અરજી કરવી પડશે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવાની સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે અત્યાર સુધી ૮૨ હજાર જેટલી અરજીઓ આવી છે. જેમાં ૨૪ હજાર…

Read More

સુરત, તા.૧૭ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે. શહેરના ૧૨થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીયો અને પંજાે છોડીને ‘આમ આદમી પાર્ટી‘ નો છેડો પકડતા રાજકીય ગલિયારાઓમાં સોપો પડી ગયો છે. સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. છેલ્લા ૩૫-૩૫ વર્ષથી પક્ષ સાથે જાેડાયેલા અને પાયાના ગણાતા વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દાઓ પર રહેલોએ આજે વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ નેતાઓનું કહેવું છે કે પક્ષમાં વર્ષોની મહેનત છતાં અવગણના થતી હોવાથી તેઓ નારાજ હતા. આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા નેતાઓએ જણાવ્યું…

Read More

ઇમ્તિયાઝ બાપુએ કોરોનાકાળમાં રૂા.૫૦ લાખ જેટલો ખર્ચ કરી ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના ચૂલા સળગતા રાખ્યા હતા જીવો અને જીવવા દો’ના સિદ્ધાંતને સાર્થક કરનાર ઇમ્તિયાઝ બાપુના પરોપકારી કાર્યો આજે પણ લોકોની આંખમાં આંસુ લાવી દે છે. વહાબ શેખ, નર્મદા            કહેવાય છે કે, માણસ તેના જન્મથી નહીં પણ તેના કર્મોથી ઓળખાય છે. સત્તા અને સંપત્તિ તો ઘણા પાસે હોય છે, પણ એ સંપત્તિને જનસેવામાં હોમી દેવાનું કલેજું બહુ ઓછા લોકો પાસે હોય છે. રાજપારડીની ધરતી પર એક એવી શખ્સિયત થઈ ગઈ, જે આજે હયાત નથી પરંતુ તેમની સેવાની સુગંધ આજે પણ આખા ભરૂચ જિલ્લામાં મહેકી રહી…

Read More