Author: City Today Daily

ઈન્દોર, તા. ૧૬ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આપનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ ર્નિણય લીધો છે. ચાલો આ ર્નિણય વિશે વિગતવાર જાણીએ. ૧ જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભીખ આપનારા લોકો સામે પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, “ભીખ માંગવા સામે અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી (ડિસેમ્બર) શહેરમાં ચાલશે. ૧ જાન્યુઆરીથી, જાે કોઈ વ્યક્તિ ભીખ આપતો જાેવા…

Read More

સુરત, તા.૧૬ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી રહી છે તો બીજી તરફ છેલ્લા છ દિવસમાં જ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલે ત્રણ દરોડા પાડી, જુગાર, કોલસા ચોરી અને દારૂનો કેસ કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. કામરેજમાં ૭૭ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો, ત્યારબાદ ફરી કામરેજમાં જ ઈમ્પોર્ટેડ કોલસાની ચોરીના રેકેટ પર રેડ કરી, અને અંતે લિંબાયત વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. મંગળવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. ટીમે કામરેજના ઉમભેળ નજીક મહાદેવ હોટલ પાસે બે કન્ટેનરને રોક્યા હતા. જે રાજકોટ તરફ જઈ રહ્યા હતા.…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૬ આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓ વિરૂદ્ધ ઉમરા પો.સ્ટે.માં ઉમરા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.૨.નં. ૧૧૨૧૦૦૪૮૨૧૦૭૨૩/૨૦૨૧ થી ઈ.પી.કોડ કલમ-૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૭૦, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો હિતેષભાઈ બધાભાઈ ગોહીલ પોતે વડોદરાના આઈ.બી.નાં પી.આઈ. તરીકેની ખોટી ઓળખ આપીને તેમની સાથે આવેલ ઈક્ષિતસિંહ પરમાર તથા નાથભાઈ ભરવાડ તેમજ મારાભાઈનું સોદાચીઠ્ઠી તથા ચુંટણીકાર્ડમાં ખોટું નામ ધારણ કરનાર ફોટાવાળી વ્યક્તિ ભેગા મળીને પુર્વયોજીત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે ફરીયાદીનાં સગા નાના ભાઈ વિમલભાઈ પટેલ તથા શીલાબેન ઈશ્વરભાઈ જરીવાલાની માલિકી મોજે મજુરાના મોજે ગામ–વેસુના સર્વે/બ્લોક નં. ૧૫૩/૨ થી નોંધાયેલ ખેતીની જુની શરતની જમીન જેનું…

Read More

નવી દિલ્હી, તા.૧૬ પ્રિયંકા ગાંધી આજે સંસદમાં એક બેગ લઈને પહોંચ્યા હતા. આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું. હને તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર પેલેસ્ટાઈનીઓ સાથે એક જૂથતાના પ્રતિક ચિહ્નો પણ હતા, જેમાં તરબૂચ પણ સામેલ હતું છે. જે આ ક્ષેત્રમાં લાંબા સમયથી માન્યતા પ્રાપ્ત પ્રતિક છે. પ્રિયંકા ગાંઝી ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીઓની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે ગાઝામાં સૈન્ય અભિયાનો દરમિયાન ઈઝરાયલ પર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની…

Read More

નવી દિલ્હી, તા.૧૬ નશામાં ચૂર રહેવું એટલે તેનો અર્થ કૂલ દેખાવ નથી. તેનાથી દૂર રહેવુ જાેઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસની સુનાવણી કરતાં દેશના યુવાનોને સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે, આજના યુવાનો વ્યસનને કૂલ સ્ટેટસ સાથે જાેડે છે. તેની કુટેવને સોશિયલ સ્ટેટસ બનાવી રહ્યા છે. જે અત્યંત દુઃખદ છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહે ડ્રગ તસ્કરી મામલે સુનાવણી કરતાં આ નિવેદન આપ્યું હતું. આ કેસમાં અંકુશ વિપિન કપૂર પર આરોપ છે કે, તે ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તેણે પાકિસ્તાનના દરિયાઈ માર્ગથી મોટાપાયે હેરોઈનની દાણચોરી ભારતમાં કરાવી હતી. જસ્ટિસ નાગરત્નાએ ચુકાદો સંભાળવતી વખતે કહ્યું કે,…

Read More

નવી દિલ્હી, તા.૧૫ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા મણિશંકર ઐયરે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અયૈરે ગાંધી પરિવારના ત્રણેય દિગ્ગજાે સાથે ક્યારે શું વાતચીત થઈ તે વિશે પણ પોતાની વાત કહી હતી. આ દરમિયાન અયૈરે કહ્યું કે, મારી કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને તેઓએ જ બગાડી. મણિશંકર ઐયરે કહ્યું કે, આ પ્રસંગને બાદ કરીને મારી રાહુલ ગાંધી સાથી સીમિત અને સાર્થક વાતચીત થઈ હતી અને મેં ફક્ત બે વાર જ પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરી છે. ૧૦ વર્ષો સુધી મને સોનિયા ગાંધીને આમને-સામને મળવાની તક ન આપવામાં આવી. એકવારને બાદ કરતાં, મને ક્યારેય રાહુલ ગાંધી સાથે…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૫ ગત તા. ૯/૧૨/૨૦૨૪ નાં રોજ રાત્રે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જી.આર.પી. પોલીસ કર્મી પ્રકાશભાઈ દ્વારા એક શ્રમિક આધેડવયનાં મુસ્લિમ રિક્ષા ચાલક સલીમભાઈ શાહ સાથે કરેલ અભદ્ર ભાષાનો ઉપયોગ તેમજ સલીમભાઈની દાઢી (સુન્નતે રસુલ)પર થી મુસ્લિમ સમાજ માટે કરેલ અશોભનીય શબ્દો થી ઉધના રેલ્વે સ્ટેશનનાં મુસ્લિમ સહિત અન્ય સમાજનાં શ્રમિક રિક્ષા ચાલકો એ કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ ગત તા. ૧૧/૧૨/૨૦૨૪ નાં રોજ પી.આઈ. પટેલ સાહેબ-જી.આર.પી., સુરત તેમજ પી.એસ.આઈ. લાલસિંહ પરમારને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસ કર્મી પ્રકાશભાઈ વિરુદ્ધ લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરતા જાણવા મળ્યું છે કે,વિવાદી પોલીસ કર્મી પ્રકાશભાઈની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવામાં આવી…

Read More

અમદાવાદ, તા.૧૫ ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના છે. હાલ ભાજપમાં આંતરિક રીતે ૫૮૦ મંડળ અસ્તિત્વમાં છે. જેને વધારીને ૮૦૦ કરવાનું આયોજન છે. પરંતું આ વચ્ચે મોટી ખબર એ છે કે, કેટલાક શહેરોને એક નહિ, બે પ્રમુખ મળવાના છે. જેમાં ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદને પણ બે શહેર મળશે. ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને ૨ સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત…

Read More

સુરતથી હજારો સીમકાર્ડર્ મોકલનાર હુસેન-ડી, તૌફિક, અબ્રાર, હૈદર અલી, અફઝલ, રેહાન, સાહિલ, અલ્તાફ જેવા અનેક લોકોના પાસપોર્ટ ચેક કરવામાં આવે તો સુરતથી હજારોની સંખ્યામાં સીમકાર્ડ દુબઇમાં અલી નામના ઇસમને પહોંચાડવામાં આવ્યા હોવાની ચર્ચા (સિટી ટુડે) સુરત,તા.૧૫ સુરત શહેરમાંથી સામાન્ય પરિવારના લોકો પાસેથી તેમના ડોક્યુમેન્ટના આધારે સીમકાર્ડ તથા બેંક એકાઉન્ટો દુબઇમાં મોકલવા બાબતે હુસેન-ડી કંપની મોખરે હોવાની ચર્ચા ચાલી રહી છે. હુસેન-ડી કંપનીમાં બેંક એકાઉન્ટો સાથે-સાથે ૧૫ દિવસ એક્ટિવ રહેતા એરટેલ કંપનીના સીમકાર્ડની દુબઇમાં માંગ હોવાથી અબ્રાર, હૈદર અલી, અફઝલ, રેહાન, સાહિલ નામના ઇસમો દ્વારા દુબઇના એક કૌભાંડી જે વલસાડનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને સીમકાર્ડ પહોંચાડવા હુસેન-ડી કંપનીના…

Read More

મનપાના અધિકારીઓ કોર્પોરેટરની તો શું વાત કરીએ ધારાસભ્યને પણ ગાંઠતા નથી, પૂર્વ વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખી ફરીયાદ કરવી પડે છે સુરત,તા.૧૫ શહેર મનપાના ઈસ્ટ ઝોનના કોર્પોરેટરો અને અધિકારીઓના વોટ્‌સએપ ગ્રુપમાં પોતાના વિસ્તારની ફરિયાદોનો નિકાલ કરવા બાબતે ‘મેસેજ વોર’ જામી હોવાના સ્ક્રીનશોટ વાઈરલ થયા છે. મહિલા કોર્પોરેટરે વોટ્‌સએપ ગ્રુપમાં લખ્યું હતું કે, અમારા વિસ્તારની સોસાયટીનું કામ ન થતું હોય તો કહી દો. જેથી સામે અધિકારીએ વળતો જવાબ આપતા લખ્યું હતું કે, ખોટી રજૂઆતો નહીં કરવાની. મારાથી નથી થતું, બદલી કરાવવી હોય તો કરાવી દો. વોટ્‌સએપ ગ્રુપમાં અધિકારી અને મહિલા કોર્પોરેટર વચ્ચે થયેલી ચકમકના સ્ક્રીનશોટ વાઈરલ થયા છે. ગ્રુપની અંદર આજે અધિકારી…

Read More