અમદાવાદ, તા.૧૫
ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના છે. હાલ ભાજપમાં આંતરિક રીતે ૫૮૦ મંડળ અસ્તિત્વમાં છે. જેને વધારીને ૮૦૦ કરવાનું આયોજન છે. પરંતું આ વચ્ચે મોટી ખબર એ છે કે, કેટલાક શહેરોને એક નહિ, બે પ્રમુખ મળવાના છે. જેમાં ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદને પણ બે શહેર મળશે.
ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને ૨ સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત મહાનગરને પણ ૨ સંગઠન પ્રમુખ બનશે. ૫૦ થી ૭૦ બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે. ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. અમદાવાદના બે અલગ અલગ ભાગ બનશે. જેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બે ભાગ હશે. ભાજપના સૂત્રો અનુસાર, અમદાવાદ શહેર વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. તેથી તેનું વિભાજન કરીને તેને બે પ્રમુખ આપી શકાય છે. સાથે જ અનેક કાર્યકર્તાઓની પાર્ટી તરફથી અપેક્ષા હોય છે. બે પ્રમુખ આપીને પણ કેટલાકની ઈચ્છાઓની પૂરી કરી શકાય છે. હાલ આ મુદ્દે વિચાર ચાલી રહ્યો છે.
અમદાવાદના બે પ્રમુખોની નીચે સંગઠનનું માળખું રચાશે. તેમાં વોર્ડ પ્રમુખથી માંડીને તમામ મોરચા અને બાકીના સભ્યો તેમના સંબંધિત પ્રમુખને રિપોર્ટ કરશે. આ ઉપરાંત બન્ને વિભાગનું મુખ્ય સંગઠન માળખું શહેર પ્રભારીને રીપોર્ટ કરશે. વિભાજનથી કામ વધુ સારું થશે. ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને ૨ સંગઠન પ્રમુખ મળશે.
અમદાવાદ અને સુરત મહાનગરને પણ ૨ સંગઠન પ્રમુખ બનશે. ૫૦ થી ૭૦ બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે.
આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થયા બાદ વોર્ડ અને મંડળ પ્રમુખ જાહેર કરવાના હોવાથી હાલ પ્રક્રિયા અટકાવી છે. ઉલ્લેખનીય છે કે, ૯ થી ૧૨ ડિસેમ્બર સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે અટકાવી દેવાઈ છે. હવે ૧૫મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.