(સિટી ટુડે) સુરત, તા.૧૪
નાણાવાટના માઝ અને સાબરીનગરના રીયાઝે ચાઇનીઝ ગેમીંગ ફંડ જે બોગસ એકાઉન્ટનોમાં કરોડો રૂપિયાનો ટ્રાન્જેક્શન કર્યુ હોવાનું બહાર આવી રહ્યું છે. નાની ઉંમરમાં માઝે મોટા પાયે અનેક કોભાંડો કર્યા છે. દુબઇમાં ફ્લેટ ભાડે મુકી ભારતના જુદાજુદા રાજ્યોના શહેરોમાંથી એક્ટીવ સીમકાર્ડ અને ડમી બેંક એકાઉન્ટો મોટી સંખ્યામાં દુબઇ પહોચાડી ગેમીંગ ફંડના મોટા પાયે ટ્રાન્જેકશન કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે.
સાબરીનગરના રીયાઝે હાલમાં દુબઇ બેસી ગેમીંગ ફંડના આરટીજીએસ જુદા જુદા એકાઉન્ટોમાં કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. માઝ અને રીયાઝ દ્વારા સુરત શહેરના અન્ય કેટલાક ઇસમોને સાથે જાેડી ફ્લેશ યુએસટીડીના કેટલાક કામો ઉતાર્યા છે. ૨૦ ટકાના કમિશને માઝએ અનેક લોકોને છેતર્યા છે.
મળતી માહિતી મુજબ, માઝ અને રીયાઝ મામા-ભાંજા હોવાનું બહાર આવી રહ્યું છે. ભારત આવતા દરમિયાન આ લોકોના કેટલાક લોકો દ્વારા પૈસાની લાલચ આપી કેરીંગ મારફતે ઇ-સિગારેટ અને મોબાઇલોની તસ્કરી કરવામાં આવી રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જાેકે, આ મામા-ભાંજા હાલ તંત્રની રડારમાં હોવાથી કોઇપણ સમયે મામા-ભાંજા પર સંકજાે કસાય તેવી પુરી શક્યતા છે.