- મહિધરપુરા પોલીસ દ્વારાઆરોપી મોહસીન ઉર્ફે સાહીલ, આવેશ, અહમદ અજીમ માકડા, કુલદિપની ધરપકડ કરવામાં આવી
(સિટી ટુડે) સુરત,તા.૧૦
સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમિશ્નર વાબાંગ જમીર “સેકટર- ૧” તથા નાયબ પોલીસ કમિશ્નર પિનાકીન પરમાર “ઝોન- ૩” તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.આર.આહીર “ઇ” ડીવીઝન નાઓએ મિલકત સબંધી ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે તાત્કાલિક પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને ગઇ તા ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ મહિધરપુરા પો.સ્ટે ખાતે ગુ.ર.નં.- ૧૧૨૧૦૦૩૦૨૪૧૦૨૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૧૮(૪),૬૧(૨) મુજબનો ગુનો દાખલ થયેલ જેમા આ કામના ફરિયાદી જગદિશભાઇ જીવરાજભાઇ ગોળકીયા ઉં.વ.-૪૯ ધંધો-દલાલી રહે.-બિલ્ડીંગ નં.-બી, ફ્લેટ નં.-૧૦૩, સ્વરાજ હાઇટ્સ, ડભોલી કતારગામ સુરત મુળવતન-અડતાળા ગામ, તા- ગઢડા(સ્વામીના) જી-બોટાદનાઓને આ કામના મુખ્ય આરોપી (૧) મોહમદ ઉર્ફે મોહસીન સ/ઓ યુનુસ જુણેજાએ પોતાની ઓળખાણ સાહીલ તરીકેની આપી સોનાના ધંધામાં રોકાણ કરવાની વાત કરી બે ત્રણ દિવસમાં સારો નફો આપવાની મોટી અને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઇ ફરિયાદી રૂપિયા મોકલવા માટે તૈયાર થતા આરોપીએ પોતાના સાગરીતો (૨) આવેશ સ/ઓ અસગર નાગાણી (૩) અહમદ અજીમ માકડા (૪)કુલદિપ સ/ઓ મુકેશભાઈ નથુભાઈ માવાણી ને તૈયાર કરી રોકડ રકમ લેવા માટે મહિધરપુરા ભવાનીવડ ખાતે આવેલ આર.પી. એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં મોકલી આપી જે તા ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ ઉપરોક્ત આંગડીયા પેઢીમાં ફરિયાદીએ કરાવેલ આંગડીયાના રોકડ રૂ. ૪૯,૫૩,૨૦૦/- ઉપરોક્ત આરોપીઓએ એકબીજાની મદદગારીથી મેળવી લઇ નાસી જઇ ગુનો કરેલ હોય જે બાબતે ફરીયાદી નાઓએ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતા ઉપરોક્ત મુજબનો ગુનો નોધાયેલ, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહીધરપુરા પો.સ્ટેના પો.ઇન્સ. એચ.એમ.ચૌહાણ તથા ાા પો.ઇન્સ. યુ.જે.જાેષી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ એસ.એસ.જસાણી તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સીસના આધારે મુંબઈ ખાતેથી તમામ આરોપીઓને પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ્લે રૂ.૩૫,૨૦,૦૦૦/- ગુનાની તપાસના કામે રિકવર કરી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી ઉત્કૃટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.