- મનપાના અધિકારીઓએ પોતાના પદને માત્ર રૂપિયા બનાવવાનો ધંધો બનાવી દીધો હોય તેમ લિંબાયત ઝોનના એક અધિકારી દ્વારા બેફામ ઉઘરાણુ કરી કરોડો રૂપિયાનું રોકાણ કરાયા બાદ રૂપિયા સલવાયા હોવાની વિગતો ચર્ચાઇ રહી છે
- દિવાળી પહેલા આ અધિકારીએ કોન્ટ્રાકટર તથા બિલ્ડર પાસેથી કેશીયર મારફતે કેટલી રકમ વસુલી તેની તપાસ પણ જરૂરી બની છે
- લિંબાયતઝોનના આ અધિકારી સામે આવનારા સમયમાં મનપા કમિશનર તથા સુરત પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરવામાં આવે તો નવાઇની વાત નહિં
(સિટી ટુડે) સુરત, તા.૦૭
લિંબાયત ઝોનમાં હાલ ચાલી રહેલું ઉઘરાણાની ચર્ચાઓ સમગ્ર સુરત મનપા કચેરીમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
મળતી માહિતી મુજબ, લિંબાયત ઝોનના એક અધિકારી દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બેફામ બની બિલ્ડર સહિત કોન્ટ્રાકટરો તથા ગેરકાયદેસર રીતે કબજાે કરી બેઠેલાઓ પાસેથી લાખો રૂપિયાના ઉઘરાણાઓ જમા કરી અંદાજીત ૨.૨ કરોડ રૂપિયાનું અન્ય ધંધામાં રોકાણ કરાતા હાલ આ રકમ સલવાય ગઇ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
ગુપ્ત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લિંબાયત ઝોનના આ અધિકારીના કેશીયરની ભૂમિકા ભજવતા ઇસમે સાહેબ સાથે સેટીંગ કરાવી આપવાની વાત કરી સાહેબ સાથે વ્હોટ્સએપ કોલ ઉપર વાત કરાવી લિંબાયત ઝોનમાં જ ગુપ્ત મિટીંગ દરમિયાન લાખો રૂપિયાનો ઉઘરાણો કરી રૂપિયા અન્ય ધંધામાં રોકાણ કરવા કર્યા હોવાની વિગતો સપાટીએ આવી છે.
દિવાળી પહેલા એક કોન્ટ્રાકટર પાસેથી લાખો રૂપિયાની રકમ લીધા બાદ કેશીયર હવે અધિકારીનું ફોન ઉપાડતો નહિં હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. જાે કે આ મામલામાં અધિકારીને ગંધ આવી જતા અધિકારીએ રકમની રીકવરી માટે વલખાં મારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.