(સિટી ટુડે) સુરત,તા.૨૪
સુરતના લંબે હનુમાન પાસે ખાનગી માલિકી ની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ બી.પી.એમ.સી.એકટ૧૯૪૯ ની કલમ ૨૬૦(૧) મુજબ નોટીસ આપવામાં આવેલ હતી જે નોટીસનો દરગાહના વહીવટકર્તાએ તા.૧૩/૧૨/૨૦૨૧ ના રોજ એસ.એમ.સી તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ને જવાબ આપેલ અને ત્યારબાદ વકફ ટ્રિબ્યુનલમાં તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ વકફ અધિનિયમનીકલમ ૮૩ મુજબની જાહેરાતનો દાવો વકફ દાવા નં.૩૫૮/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ હતો જે દાવાના કામે તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ વકફ ટ્રિબ્યુનલ એ સ્ટે આપેલ હતો અને ત્યારબાદ વાદી અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. વચ્ચે તા.૧૧/૮/૨૦૨૨ ના રોજ સમાધાન થયેલ અને તે બાબતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. એ પોતાના લેટર પેડ પર લેખિતમાં વાદી વહીવટકર્તાને સમાધાન લખી આપેલ. ત્યારબાદ તા.૧૬/૪/૨૦૨૪ ના રોજ વકફ ટ્રિબ્યુનલએ સ્ટે ઉઠાવી લીધેલ અને વાદીને પુરાવો રજુ કરવા માટે તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ ની તારીખ આપેલ. ત્યારબાદ વહીવટકર્તાએ એસ.એમ.સી માં હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ કે જે સુરત શહેર ના વોર્ડ નંબર.૧૫એફ, લોકેશન નં.૨૦૬૧, ઓકયુપાયર નં.૦-૦૦૧ કે જેનો નવો ટેનામેન્ટ નંબર.૧૮એફ-૧૧-૨૦૬૧-૦-૦૦૧, કે જે મોજે નવા ગામ ના રેવન્યુ સર્વે નં.૪૫એ/૧ પૈકી ચાલી આવેલ છે તે મિલકતના સીધીવેરા ખાતાના વેરાબીલમાં સને વર્ષ-૧૯૬૪ માં માત્ર એક જ વેરાબીલ ઓકયુપાયર નં.૦-૦૦૧ થી ચાલી આવેલ ત્યારબાદ સદર મિલકત ની આકારણી કરી નવા નવા ટેનામેન્ટ નંબર.૧૮એફ ૧૧ ૧૮એફ – ૧૧ – ૨૦૬૧ – ૦ – ૦૦૩, ૧૮એફ – ૧૧ – ૨૦૬૧ – ૦ – ૦૦૪, ૧૮ એફ- ૨૦૦૧ -૦ – ૧૧- ૨૦૬૧- – ૦ – ૦૦૫, ૧૮એફ -૧૧- ૨૦૬૧ – ૦ -૦૦૬, આપવામાં આવેલ તે કયા વર્ષમાં આકારણી કરી નવા ટેનામેન્ટ નંબર આપવામાં આવેલ તે ની માહિતી આપવા તેમજ સર્વેયરશ્રી ના રિપોર્ટની પ્રમાણિત નકલ પુરી પાડવા આ.ટી.આઈ એકટ અન્વયે તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ અરજી કરેલ. જે અરજી નો વહીવટકર્તાને આજદીન સુધી કોઈ જવાબ આપવામાં આવેલ નથી. ઉપરોકત જણાવેલ તમામ ટેનામેન્ટ નંબરો ના વેરા બીલમાં જમીન સુરત મહાનગરપાલિકાની નથી તેનો પુરાવો એસ.એમ.સી.પોતે પોતાના વેરાબીલ માં જણાવે છે. આમ મિલકત વકફ ની માલિકી ની મિલકત હોય અને તે અંગે વકફ ટ્રિબ્યુનલમાં દાવો પડતર હોવા છતા વકફ મિલકત ને એસ.એમ.સી ની માલિકી ની જણાવી સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી સુરત શહેરનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.