સુરત, તા.૧૧
દિવાળીના તહેવારો પહેલાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતમાં અગ્રણી બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં પાડેલા દરોડામાં ૧૫૦ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. રેસિડેન્શિયલ, ઓફિસ, કન્સ્ટ્રક્શન સાઇટ સહિત ૩૦ જેટલા સ્થળોએ એક સાથે પાડેલા દરોડામાં રૂપિયા ૧૦ કરોડની રોકડ રકમ મળી છે. આઇટી વિભાગના દરોડામાં અમદાવાદમાં વધુ એક અને વડોદરામાં વધુ બે સ્થળ સહિત વધુ ત્રણ પ્રિમાઇસિસનો ઉમેરો કરતાં કુલ ૩૦ સ્થળે આવકવેરાનું મેગા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.
આ દરોડાની કાર્યવાહીમાં મોટાપાયે બિનહિસાબી વ્યવહારો અને સંખ્યાબંધ વાંધાનજક દસ્તાવેજાે મળી આવ્યા હતા. આવકવેરા વિભાગને સોના-ચાંદીના દાગીના, ઝવેરાત મળી આવ્યા છે અને તેનું વેલ્યુએશન કરવામાં આવશે. આઇટી વિભાગને બેંક લોકર્સ મળી આવ્યા છે અને તે ઓપરેટ કરવાના બાકી છે. આવકવેરા વિભાગના મેગા સર્ચ ઓપરેશનમાં જંગી કરચોરી પકડવાની શક્યતા છે.
દિવાળના તહેવારો શરૂ થાય તે પહેલાં જ ઈન્કમટેક્સ વિભાગ, વડોદરાના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ન્યાલકરન અને રત્નમ ગ્રુપ તેમજ અમદાવાદ અને સુરતમાં તેની સાથે સંકળાયેલાઓ પર ત્રાટક્યું હતું. આવકવેરા વિભાગને મોટાપાયે વાંધાજનક દસ્તાવેજાે મળ્યા છે. આ દસ્તાવેજાેની પ્રાથમિક ચકાસણીમાં જાેવા મળ્યું હતું કે, વડોદરાના બિલ્ડર ગ્રુપ દ્વારા ફ્લેટ, ઓફિસના ઓછી રકમના દસ્તાવેજ કરાયા હતા અને બાકી નાણાં રોકડમાં લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ બોગસ લોનના દસ્તાવેજાે અને વ્યવહારો પણ જાેવા મળ્યા છે. આ પ્રકારે મેળવેલી રકમનું જમીન સહિત રીયલ એસ્ટેટની ઓછી કિંમત આંકીને એટલેકે અન્ડરવેલ્યુએશન દર્શાવીને રોકાણ કરાયું હોવાનું જાેવા મળ્યું છે. રાજકોટની ખેડા ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લી. અને મોરબીની કાર્મી કલર સેશ પ્રા.લી.ના પ્રોપરાઈટર મનોજ વલેચા તથા રવિ મનસુખભાઈ જસાણી છે અને તેઓ સિરામિક એન્ડ સ્ટોન મેન્યુફેક્ચરિંગ મશીનરીના ધંધા સાથે સંકળાયેલા છે. આઇટી વિભાગને તપાસમાં જવેલરી અને લોકર્સ પણ મળી આવ્યા છે. લોકર્સ ઓપરેટ કરાયા પછી તેમાંથી રોકડ, જવેલરી અને ડોક્યુમેન્ટ મળે તેવી શક્યતા છે. આ દરોડામાં મોટાપાયે કરચોરી મળે તેવી શક્યતા છે. રાજકોટ- મોરબીમાં દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગ સાથે GST-DGGI વિંગ પણ જાેડાયેલી હતી. પાછળથી તપાસ દરમિયાન આ કેસ જીએસટીને લગતો હોવાથી વધુ તપાસ GST-DGGI વિંગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.