- રાંદેર પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં વસીમને સાક્ષી બનાવી દેવામાં આવ્યો હતો, ‘સિટી ટુડે’ દ્વારા વસીમને આરોપી કેમ ન બનાવાયો તે અંગેના અહેવાલ પ્રસીદ્ધ કરાયા હતા, એસઓજી દ્વારા તપાસ દરમિયાન વસીમ સોલંકીને આરોપી બનાવવામાં આવ્યો હતો
(સિટી ટુડે) સુરત, તા.૦૫
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત નાઓએ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબ્બરજસ્તીથી ૩૨,૦૩૧ યુએસડીટી તથા રૂ.,૧૮,૦૦૦/-ની લુંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ જે સુચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર રાધેવન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી., નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસ.ઓ.જી., દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. રાંદેર પો.સ્ટે. એ પાર્ટ ૧૧૨૧૦૦ ૫૦૨૪૧૫૪૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) -૨૦૨૩ ની કલમ ૩૦૯૯૬). ૧૧૧,૩૧૦(૨) ૧૪૦૦૩), ૩(૫), ૬૧૨૨), ૩૫૧ (૩), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) કૈલાશ ઉર્ફે કેલીયા આધાર પાટીલ (૨) દયાવાન ઉર્ફે બંટી અશોકભાઇ પાટીલ તથા (૩)અશોક ઉર્ફે ભુરીયા બિકા વાળાઓને ઝડપી પાડવામાં આવેલ હતા. ઉપરોક્ત આરોપીઓની પુછપરછમાં જણાઈ આવેલ કે, તેઓને ફરીયાદી બાબતે તેમજ તેની પાસે રહેલ યુએસડીટી બાબતેની સંપુર્ણ માહિતી આપી આ લુંટની ટીપ આપનાર અને ગુનામાં મુખ્ય ભુમીકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઇસમ હોય અને જે બનાવ સમયે ફરીયાદીની સાથેજ હતો અને બનાવ બનેલ ત્યારે તે જ્યા ઉપરથી ભાગી ગયેલ હતો. જેથી આ વસીમ સોલંકી જે શરૂઆતમાં ફરીયાદીનો મિત્ર હોવાનો ઢોંગ કરી ગુનાથી અજાણ હોવાનું રટણ રહ્યા કરતો હતો પરંતુ ઉપરોક્ત ખુલાસા થતા તેને આ બાબતેનો ખ્યાલ આવે અને તે સુરત છોડી નાસી જાય તે પહેલાજ ઝડપી પાડવા એસ.ઓ.જી.,ને સુચના આપતા જે સુચના અન્વયે આરોપી વસીમ હરૂન સોલંકી ઉ.વ ૨૭ ધંધો. બાંધકામ રહે. ફ્લેટ નંબર ૨૦૨, પ્લોટ નંબર ૨૩૩-૨૩પ ઉમર મેન્સન અંબર કોલોની હરીનગર-૧ ઉધના સુરત મુળ ગામ રહે ફત્તેહપુર શેખાવટી તા સીક્કર જિ.સિક્કર રાજસ્થાનવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.