- ધર્મ અને સંસ્થાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારના મોભીની એક ભૂલ કુંડા પરિવારને જેલના સળીયા ગણાવશે
(સિટી ટુડે) સુરત, તા.૦૮
રિયલ એસ્ટેટ બિઝનેશમાં બ્હોળો અનુભવ ધરાવતા કુંડા કુટુંબના મોભીને કારણે પરિવારના તમામ સભ્યોને જેલના સળીયા ગણવા પડશે જેને કારણે દાદાએ કલેક્ટર કચેરીએ સેટિંગ માટે એડીચોટીનું જાેર લગાડી દીધું છે.તપસ્યા, ચેરિટી અને લોકોને મદદરૂપ થવા માટે આખું જીવન ખર્ચ કરી નાંખનાર દાદા કુટુંબની એક ભુલે આખા પરિવારની આબરૂને ધુળધાણી કરી નાંખી છે. એક માત્ર ખેડૂત બનવા માટે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને ખેતીલાયક જમીન ખરીદનાર દાદા કુટુંબના મોભીનું એક પાપ આખા પરિવારને ભારે પડશે.સામાજિક પ્રતિષ્ઠા અને સમાજમાં મોભો ધરાવતા કુટુંબની દાદા સિલ્ક મીલ (ઉધના મેઈન રોડ) તેમજ અમીન સિલ્ક મિલ (પાંડેસરા)માં અનેક લોકો રોજગાર મેળવી રહ્યાં છે તો આરીફ દાદાના કન્સ્ટ્રક્શન બિઝનેશને કારણે પણ અનેકના ચુલા સળગી રહ્યાં છે.દિલેરીને કારણે હંમેશા લોકોના હ્રદયમાં સ્થાન જમાવી લેનાર દાદા કુટુંબને ખેડૂત બનવાના અભરખા ભારે પડી રહ્યાં છે. ધીમે-ધીમે તપાસના ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે અને કુંડા પરિવારના ગિરેબાન સુધી પહોંચી રહ્યાં છે. આરીફ દાદાને કારણે આખા પરિવારને જેલમાં જવું પડશે એ નિશ્ચિત છે. જેને ટાળવા માટે કલેક્ટરમાં સેટિંગ માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ માટે શહેરના ટોચના વકીલ સાથે ચર્ચા-વિચારણા થઈ રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
- અગાઉ ડુમસ વિસ્તારમાં થયેલા જમીન વિવાદમાં એક કલેક્ટરનું ભોગ લેવાયું હતું હવે…..
ડુમસની ૨૦૦૦ કરોડની મુલ્યવાન જમીનમાં કડદો કરવાના કૌભાંડમાં સુરતના તત્કાલિક કલેક્ટરને સસ્પેન્શન ભોગવવું પડી રહ્યું છે. તો વર્તમાન કલેક્ટર પણ રડારમાં છે. કોંગ્રેસના અગ્રણી દર્શન નાયકે બંને કલેક્ટરના કૌભાંડ ઉજાગર કરીને ગાંધીનગર સુધી અફડાતફડી મચાવી મુકી છે. પ્રજાના પ્રશ્નો અને સરકારના ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતાં રહેતાં દર્શન નાયકને કારણે કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ છે. આવા સંજાેગોમાં દાદા કુટુંબે સેટિંગ માટે કવાયત તો શરૂ કરી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બને એવી સંભાવના નકારી શકાતી નથી.