- મોટા પાયે અલગ-અલગ કંપનીના સીમકાર્ડ દુબઇ લઇ જઇ ત્રણ ગણા ભાવમાં વેચ્યા બાદ તે સીમકાર્ડનો ગેરઉપયોગ થતો હોવાનું ભાંડો ફુટતા સુરત પોલીસે તપાસ શરૂ કરી હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૨૮
સુરત શહેરમાંથી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા કૌભાંડી હર્ષદ મહેતાના નકશે કદમ પર ચાલી રહેલા અનેક લોકોએ દુબઇના રસ્તે ચાલી ગેમીંગ ફંડના નામે બક્કલ મારવામાં મહારથ હાસંલ કર્યા બાદ હવે ચમકના રવાડે ચઢ્યા છે. શું છે ચમક? કેમ આ કૌભાંડને ચમકનો નામ આપવામાં આવી રહ્યો છે? આ અંગે વધુ માહિતી પ્રકાશીત કરાશે પણ હાલ સુરત શહેરમાંથી જાહેર રસ્તાઓ ઉપર છત્રી લગાવી જુદી જુદી કંપનીઓના સીમકાર્ડ વેચનારાઓ પાસેથી થૌડાગણા પૈસાની લાલચ આપી લોકોના ડોક્યુમેન્ટ ઉપર સીમકાર્ડ ખરીદી અને તે સીમકાર્ડને દુબઇ સહિત અન્ય દેશોમાં વેચી દેવાય છે. ત્યારબાદ તેને એકટીવ કરી માત્ર તે નંબર પરથી વ્હોટ્સએપનો ઉપયોગ કરી સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવે છે.
સુરત શહેરના સૌથી વધુ સીમકાર્ડનો જથ્થો દુબઇ પહોંચાડનાર કોટ વિસ્તારના જ અનેક લોકો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં ચોકબજાર, લાલગેટ, અઠવા, મહિધરપુરા, વરાછા, રાંદેર, અડાજણ અને સલાબતપુરા વિસ્તારમાં મોટા પાયે આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જાેકે, લિંબાયત વિસ્તારમાં પણ હાલ આ અંગે તપાસ જરૂરી બની છે.
સુરત શહેરમાંથી ૧૦૦૦/- રૂપિયામાં બોગસ સીમકાર્ડ ખરીદી દુબઇમાં ૧૫૦ દિરહમમાં વહેંચ્યા બાદ ફરી સુરતમાં આવી બોગસ સીમકાર્ડનો જ્થ્થો જમા કરી ફરીથી દુબઇ મોકલી દેવામાં આવે છે. જેમાં પેડલરોને બે દિવસનું દુબઇ પેકેજ આપી આ સીમકાર્ડોની સમગ્લીંગ કરાય છે. જાે કે આ સમગ્લરો એરપોર્ટ પર સ્કેનર મશીનમાં સીમકાર્ડ ડિટેક્ટ થતાં ન હોવાથી સુરત થી દુબઇનું કામ આસાન થઇ જાય છે. સુરતમાંથી દુબઇ મોકલનારાઓને ૧૫-૨૦ હજાર રૂપિયા રોકડા આપવામાં આવે છે.
હાલ થોડા દિવસ અગાઉ સુરત એસ.ઓ.જી. પોલીસ દ્વારા કૌભાંડીઓને દબોચવા ખાસ એક ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું જેમાં હવાલા કૌભાંડીઓને દબોચવા સાથે સાથે ૪૦ જેટલા લોકોને શંકાના આધારે નોટીસો પણ ફટકારવામાં આવી હતી. જેના કારણે આ કૌભાંડીઓ ભુર્ગભમાં પેસી ગયા હતા.
હવે ફરી આ કૌભાંડીઓ સક્રિય થઇ મેદાનમાં આવ્યા છે. સુરતથી દુબઇ જવાના બદલે મુંબઇ થી દુબઇ જવાનું વધુ પસંદ કરે છે. ગેમીંગ ફંડનું કૌભાંડ પણ હાલ ફુલ જાેરમાં સક્રિય થઇ રહ્યું છે. ફરી સુરત શહેરમાંથી બોગસ એકાઉન્ટોની ડિમાન્ડ વધી જતાં સમગ્લરોના મોઢે બોગસ એકાઉન્ટોના ભાવ બહાર પડવા લાગ્યા છે.
હવે જાેવાનું એ છે કે, સુરત પોલીસ કમિશનર ફરી એસઓજીને આદેશ કરી તપાસ શરૂ કરવાનું હુકમ કરશે ખરા?
શું છે ચમક?(ક્રમશઃ)