અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 જાન્યુઆરી: GPP ONE ના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસના ઇનૉગરેશન સમારંભમાં, શહેરના 400 થી વધુ પ્રોમિનેન્ટ ફિગર્સ એકત્ર થયા હતા. આ સમારંભ મા એક નવી વિચાર દ્રષ્ટિની ઉજવણી કરવા માં આવી હતી. મોડર્ન લક્ઝરી અને નેચર ને બ્લેન્ડ કરીને કેવી રીતે GPP One ફાર્મહાઉસ કોમ્યુનિટી ને એક ઈકો કૉન્શિયસ અને સસ્ટેનેબલ કોમ્યુનિટી બનાવામાં આવી છે એ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. GPP ONE ના કુદરતી અને શાંત વાતાવરણમાં આયોજિત આ ઈવેન્ટે ઉપસ્થિતોને guests ne મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેમને ઇકો-લક્ઝુરીયસ ફાર્મહાઉસ કમ્યુનિટીનો ઇમર્સિવ અનુભવ કરાવ્યો હતો.
ઉદ્યોગના અગ્રણી આર્કિટેક્ટ્સ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, પર્યાવરણવિદો અને બિઝનેસ લીડર્સ જેવા અગ્રણી વ્યક્તિઓએ આ ઇવેન્ટની શોભા વધારી હતી, જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્લચરમાં આ કાર્યક્રમ અનોખો બની રહ્યો હતો. આ ઇવેન્ટ માત્ર પ્રોપર્ટીનું પ્રદર્શન નહીં, પરંતુ સસ્ટેનેબિલિટીમાં મૂળ ધરાવતી લાઇફસ્ટાઇલની ઉજવણી હતી.
નેચર ઇમર્સીવ એક્સપેરિએન્સ મળે એ રીતે સાઇટ ટૂર સાથે દિવસની શરૂઆત થઈ, જ્યાં હાજર રહેલા ગેસ્ટ્સ 81,000 sq.yards ના વિશાળ લૅન્ડસ્કેપની મુલાકાત લીધી. ટૂરમાં પ્રોજેક્ટની સસ્ટેનેબલ લિવિંગ પ્રત્યેના વિઝન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ગેસ્ટ્સ નેચર વિલાઝ ના લેન્ડસ્કેપમાં ફરતા અને મોડર્ન ડિઝાઇન અને પ્રકૃતિ સાથેના બોન્ડને અનુભવતા જોવા મળ્યા હતાં.
કાર્યક્રમમાં એક અનોખું આકર્ષણ “મેક યોર ઓન ફ્રેગ્રન્સ” નામની અનોખી એક્ટીવીટીએ મહેમાનોને પ્રકૃતિના તત્વથી પ્રેરિત પરફ્યુમ્સ બનાવવાની મજા માણી હતી. સસ્ટેનેબિલિટીના હેતુ પ્રત્યે પ્રતિબદ્ધ ઓટોમોબાઇલ ડીલર્સ સાથેના ટાય-અપ હેઠળ લક્ઝરી કાર્સની EV રેન્જ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. મહેમાનોએ મસ્ત મજાનાં રિફ્રેશમેન્ટ્સ સાથે નેટવર્કિંગની તક મળી, જેમાં સસ્ટેનેબલ લિવિંગના ભવિષ્ય વિશે ચર્ચા કરી અને ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ્સ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
અંતે, ઇવેન્ટની ફીડબેક સ્વરૂપે એક પ્રતિભાવ મળ્યો કે, “આ કોઈ સામાન્ય પ્રોપર્ટી લોન્ચ નથી; આ ફ્યુચર લિવિંગ ના કૉન્સેપ્ટ ને સકાર કરતો પ્રોજેક્ટ છે.
GPP ONE – સસ્ટેનેબલ લિવિંગનું ગુજરાતનું પ્લેટિનમ રેટેડ ઉદાહરણ
અમદાવાદથી માત્ર 30 મિનિટ સ્થિત, GPP One ગુજરાતનું પહેલું અને માત્ર ફાર્મહાઉસ કોમ્યુનિટી છે, જે સસ્ટેનેબિલિટી દ્વારા મૉડર્ન લક્ઝરીને નવી રીતે વ્યાખ્યાયિત કરે છે. એન્ટરપ્રેન્યુર અમિત રાવ અને તેમની પ્રતિબદ્ધ ટીમ દ્વારા વિચારેલા આ પ્રોજેક્ટને જીવંત બનાવતા લગભગ 1,000 દિવસનો સમય લાગ્યો. જે બાબતો GPP ONEને અલગ પાડે છે તેમાં મોડર્ન લિવિંગ અને પર્યાવરણીય સંતુલનનું સુમેળભર્યું મિશ્રણ બનાવવા માટેની અડગ પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. એક એવો વિચાર જે કોએક્સિસ્ટન્સ અને સસ્ટેનેબલ નેચર લિવિંગની આસપાસ દોરાયેલ છે.