- સુરત પોલીસ દ્વારા માત્ર નાની માછલીઓને પકડવામાં આવશે કે પછી હવાલા કૌભાંડીઓના ગોડફાધરોને પણ દબોચશે?
(સિટી ટુડે) સુરત,તા.૦૨
સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડને નવુ રંગરૂપ આપી કૌભાંડીઓ ફુલી ફલી રહ્યા છે. આ કૌભાંડીઓને દબોચવા કોઇ નવી તરકીબ બનાવવી જરૂરી બની છે.
હાલ સુરત પોલીસ ગડીયા ગાંઠીઓને દબોચવાનો પ્રયાસ તો કરી રહી છે પણ આ કૌભાંડીઓના મુખ્ય માથાઓને દબોચવું જરૂરી બન્યું છે.
સુરત શહેર પોલીસના એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી કામગીરીથી તમામ કૌભાંડીઓએ ભૂગર્ભમાં ઉતરવાનું વારો આવ્યો હતો. ફરી આવી જ કામગીરી આ કૌભાંડીઓને દબોચવા જરૂરી બની ગઇ છે.
સુરત શહેરના મોટા માથાઓ ગણાતા હવાલા બાજાેમાં અસીમ, જીશાન શેખ, મહેબુબ, હબીબ તથા તેમના મળતીયાઓ હાલ સૌથી વધુ ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. જેમાં ચાઇનીઝ હવાલા કહેવાતા આરએમબી અને દિરહામથી થતા હવાલાને ચમક તથા યુએસડીટી અને બોગસ એકાઉન્ટ દ્વારા ગેમીંગ ફંડ ઉતારવામાં આવે છે. આ તમામ ગતિવિધીઓના કારણે દેશના અર્થતંત્ર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે નુકશાન પહોંચી રહ્યું છે.
આ હવાલાબાજાે ત્રણ થી વધુ મોબાઇલોનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ નંબર પરથી વ્હોટ્સએપ મારફતે સમગ્ર કૌભાંડને અંજામ આપી રહ્યા છે. આ કૌભાંડીઓ મહિનામાં ૧૦થી ૧૫ દિવસ દુબઇ, કતર, બેંગકોક અને મલેશીયાની યાત્રા કરતા હોય છે અને તેમના મળતીયાઓ પણ અવારનવાર અન્ય દેશોમાં જતાં આવતા હોવાથી આ સમગ્ર કાંડને અંજામ આપવું આસાન બની ગયું છે.
સુરત અને મુંબઇ એરપોર્ટથી આ કૌભાંડીઓ કેટલીકવાર ગેરકાયદેસર ચીજવસ્તુઓની સ્મગલીંગ પણ કરતા હોય છે. એરપોર્ટ ઓથોરાઇડ્ઝમાં આવતું ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ પણ આ મામલે સર્તક થાય તો આવા કૌભાંડીઓને દબોચવાનો માર્ગ મોકળો બને તેમ છે.