(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
અમરેલી લેટર કાંડમાં હવે નાર્કોટેસ્ટ ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરવાવાની માંગ કરી હતી ત્યારે હવે દિલીપ સંઘાણીએ પર પોતાનો નાર્કોટેસ્ટ કરવવાનું જણાવ્યું છે. તેમણે આ લેટરકાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
આ પત્ર તેમણે જણાવ્યું છે કે, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે.કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જાેડાયેલા અન્ય ૨-૪ વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જાેઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.
આ સાથે તેમણે સરકારનો બચાવ કરતા એમ પણ લખ્યું છે કે, સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જાેતા આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી છે.