સુરત, તા.૦૨
સુરતના સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ૫ કરોડની ખંડણી માંગી. જાેકે, આ ખંડણી પેટે ૪૫ લાખની રકમ ઉધરાવવા આવનાર ૨ ઈસમોને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ તથા ડાઈંગ મિલો આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો વેસ્ટ કેમિકલ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મૂકવામાં આવે છે. આ સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબી ના નિયમો અનુસાર કરે છે ત્યારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બે વર્ષથી ડાયરેક્ટર તરીકે મહેન્દ્રકુમાર ધીરજલાલ રામોલિયાની નિમણૂક થઈ છે.
આજથી ચાર મહિના પહેલા અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ મહેન્દ્રકુમાર પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયર અને ગ્લોબ એનવાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ થાય છે અને આ બાબતના પુરાવા અમારી પાસે છે. અમે જીપીસીબી વિભાગમાં આ પુરાવા રજૂ કરી જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ માણસ મરી જશે તો તમને જવાબદાર ઠેરવી ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જાે આગળની કાર્યવાહી ન કરવી હોય તો તેના પેટે ૫ કરોડ રૂપિયાની માંગ કરી રૂપિયા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપી ૪૫ લાખમાં સેટલમેન્ટ કર્યો હતો તેમજ દર વર્ષે ૧૧ લાખ રૂપિયા હપ્તા પેટે આપવાનું જણાવ્યું હતું.