નવી દિલ્હી, તા.૧૬
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ૧૫ ફેબ્રુઆરીની રાત્રે થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત નીજપ્યા. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પાર્ટી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આ મામલે કેન્દ્ર સરકાર પર ગેરવહીવટ અને બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકારને અનેક સવાલો પૂછ્યાં. જેમાં નાસભાગમાં થયેલી મૃત્યોના આંકડા જાહેર કરવાને લઈને સવાલ કરાયો. જ્યારે ટીએમસી એ રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને લઈને દુઃખ વ્યક્ત કર્યુ અને જણાવ્યું કે, ‘આ દુર્ઘટના ચોંકાવનારી અને ઘણી દુઃખદ છે. જે તસવીરો સામે આવી છે, ઘણી ડરાવી દેનારી છે. હું નિર્દોષ પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ દેશની રાજધાનીમાં આવી આપત્તિની ઘટના દર્શાવે છે કે, સરકાર ફક્ત જનસંપર્ક કરવામાં સક્ષમ છે. તે વાસ્તવિક વ્યવસ્થાપનમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.’ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સોશિયલ મીડિયા માધ્યમ પર વીડિયો પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ‘ગઈકાલે ફરી એક નાસભાગ સર્જાઈ. ફરીથી લાચાર શ્રદ્ધાળુના મોત થયા.
આ દેશની રાજધાની નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાઈ. સરકારે આ બાબતે ચિંતા નથી કે, કઈ રીતે આવી મોતને અટકાવી શકાય. જ્યારે સરકારને હંમેશા એવી ચિંતા હોય છે કે, આવી ઘટનામાં કઈ રીતે મોતની ખબરો રોકવામાં આવે.’ પવન ખેડાએ કહ્યું કે, ‘નાસભાગ પછી ઓપરેશન વ્હાઇટવોશ હાથ ધરવામાં આવ્યું. ?લોકો તેમના ગુમ થયેલા સંબંધીઓ વિશે માહિતી મેળવી શકે તે માટે ટોલ-ફ્રી ફોન નંબર કેમ જારી કરવામાં આવ્યો નથી? જ્યાં ઘટના બની હતી તે પ્લેટફોર્મના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જાેઈએ જેથી નાસભાગ પહેલા અને પછીની ઘટનાઓની જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.’
