સુરત, તા.૭
સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની રજૂઆત બાદ પક્ષકારો વતી વકીલો ટ્રાફીકને લગતા કેસોમાં દંડની ચુકવણી કરી શકશે તેવી સુરત કોર્ટ તરફથી મંજૂરી મળી હતી.
આગામી તા.૧૨ જુલાઈએ સુરત શહેરની અદાલતોમાં લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં ટ્રાફિકના ચલણો અને ટ્રાફિકના લગતા કેસો પણ આવે છે. લોક અદાલતમાં પક્ષકારોને જાતે હાજર રહી દંડની ચૂકવવાની થતી હોય છે. જાે કે આ વખતે વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, ઉપ પ્રમુખ રાકેશ ચૌહાણ, સેક્રેટરી ચંદ્રેશ પીપલીયા, જોઈન્ટ સેક્રેટરી સાત્વીક પટેલ સહિતના વકીલોએ નવ નિયુક્ત મુખ્ય ન્યાયાધીશ આર. કે. ત્રિવેદીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી કે પક્ષકારો વતી વકીલ હાજર રહી ટ્રાફિકને લગતા કેસોમાં દંડ ભરી શકે તેવી વિનંતી કરી હતી. જેથી કોર્ટ તરફથી પક્ષકારો વતી વકીલ હાજર રહી દંડ ભરી શકશે તેવી મંજુરી આપવામાં આવી હતી.
લોક અદાલતની તારીખ પહેલા કે લોક અદાલતના દિવસે જે પણ કોઈ પક્ષકારોના ટ્રાફિકના ચલણો કે ટ્રાફિકને લગતા કેસો કોર્ટ સમક્ષ પેન્ડીંગ હશે , તો તેવા કેસોમાં પક્ષકારોની હાજરી અનિવાર્ય રાખી, પક્ષકારો વતી તેમના વકીલો કોર્ટ સમક્ષ હાજર થઈ ઉપરોક્ત કેસોની કાર્યવાહીઓ તેમજ પક્ષકારો વતી ટ્રાફિકના ચલણો કે ટ્રાફિકને લગતા કેસોમાં દંડની ચૂકવણી કરી શકશે. તદુપરાંત પક્ષકારો વતી કેસનો નિકાલ પણ કી શકશે. વધુમાં લોક અદાલત બાદ પણ ટ્રાફિકનો દંડ ભરવા પક્ષકારો વતી એડવોકેટો દંડની રકમની ચૂકવણી કરશે.
