(સિટી ટુડે) સુરત,તા.૧૦
કેસની ટૂંકી હકીકત એવી છે કે, ફરીયાદી ઈરાશાદભાઈ જમાલૂદીન શેખનાએ બિલ્ડર અફઝલ શા કાદરી ઉર્ફે ડીમ્પુ ને હાથ ઉછીના પાંચ લાખ આપેલ હતા. જે રૂપિયાની ચુકવણી પેટે બિલ્ડર અફઝલ શા કાદરી ઉર્ફે ડીમ્પુ એ અલ ઝૂમેરાહ પ્રા. લી. કંપનીનો ચેક આપેલ હતો. જે ચેક રિટર્ન થતાં ફરીયાદીએ સને-૨૦૨૨ માં ધી નેગોટીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ અન્વયેની ચેક રિટર્ન અંગેની ફરીયાદ સુરત કોર્ટમાં દાખલ કરેલ હતી. ત્યારબાદ બિલ્ડર અફઝલ શા કાદરી ઉર્ફે ડીમ્પુ તરફે બચાવ કરનાર વકીલ ભાવિન જે. હિરપરા નાઓ હાજર રહ્યા હતા. અને કેસ ચાલી જતાં આરોપી બિલ્ડર અફઝલ શા કાદરી ઉર્ફે ડીમ્પુ તરફે વકીલ ભાવિન જે. હિરપરા હાજર રહી દલીલ કરેલ કે ફરીયાદીએ ફરીયાદ દાખલ કરતી વખતે ધી નેગોટીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ની કલમ-૧૪૧ ની આદેશાત્મક જાેગવાઈનું પાલન કરેલ ન હોય અને ફરીયાદીની ફરીયાદ પ્રથમથી જ ટકવા પાત્ર ન હોય અને હાલના કેસમાં ફરીયાદીએ કંપનીને આરોપી તરીકે જાેડેલ ન હોય જેથી ફરીયાદીનો કેસ ટકવા પાત્ર નથી. જેથી વકીલ ભાવિન જે. હિરપરા એ બચાવ પક્ષ તરફે કરેલ દલીલો ગ્રાહ્ય રાખી સુરત કોર્ટ દ્વારા આરોપી બિલ્ડર અફઝલ શા કાદરી ઉર્ફે ડીમ્પુ ને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો જાહેર કરેલ છે