સુરત, તા.૦૯
સુરત ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળને ટેકો જાહેર કરી શહેરના ટ્રેડ યુનિયનોના આગેવાનો તથા કામદાર કર્મચારીઓએ સુરત કલેક્ટર કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સુત્રોચ્ચાર કર્યા હતા.
દેશભરમાં આજે ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, ઈન્ટુક, આઇટુક, મજુર સભા, સીટુ, બેંક, એલઆઇસી જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. દુનિયાના ધોરણો મુજબ દેશના કામદારોને જે વેતન મળી રહ્યું છે તેમાં હાલ અન્યાય થઈ રહ્યો હોવાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સતત મોંઘવારી વધી રહી છે, તો બીજી તરફ બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે બેરોજગારોને માસિક ભથ્થું આપવાની પણ માંગણી કરવામાં આવી રહી છે.
કામદાર અને ખેડૂત વિરોધી સરકારી નીતિના વિરોધમાં દેશભરના વિવિધ ટ્રેડ યુનિયનોની કાઉન્સીલે આજે ભારત બંધના આપેલા એલાનને સુરત શહેરમાં અશત: અસર જાેવા મળી હતી. સ્ટેટ બેંક સિવાયની રાષ્ટ્રીયકૃત બેંકો આ હડતાળમાં સામેલ થઈ હતી. ખાસ કરીને રાષ્ટ્રીય સારસોના કર્મચારીઓ બંધના એલાનના સમર્થનમાં હડતાળ પાડી દેખાવો કર્યાે હતો.
સુરતના મુગલીસરા એલઆઈસી કચેરી ખાતે ટ્રેડ સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં કર્મચારીઓએ હડતાળ પાડી દેખાવો યોજી સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન કામદાર અગ્રણી ભરત શેઠ મારે પ્રતાપ દર્પણ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશવ્યાપી હડતાળમાં આજે સુરતમાં બેંક, એલઆઈસી, પોસ્ટ ઓફિસ સહિત જાહેર ક્ષેત્રોના કર્મચારીઓ હડતાલમાં જાેડાયા હતા. સરકારની શ્રમવિરોધી, ખેડૂત વિરોધી કોર્પાેરેટ તરફી નીતિના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સહિત સંલગ્ન સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. જેના સમર્થનમાં તમામ જાહેરક્ષેત્રના સંગઠનોએ સમર્થન આપી દેખાવો ખોલ્યાં હતા.
વધુમાં આજે બપોરે ૧૨ વાગે વિવિધ ટ્રેડ યુનિયનના સંગઠનોના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારી નીતિઓનો ઉગ્ર વિરોધ નોંધાવી દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
