Author: City Today Daily

(સિટી ટુડે) સુરત ,તા.17 “શારજહાં (દુબઈ) મુકામેથી ભારત મુકામે ગોલ્ડ (સોનાની) દાણચોરી કરતા હોવાની બાતમીના આધારે DRI ડિપાર્ટમેન્ટ દ્વારા શહેર સુરત મુકામે F.NO. DRI/AZU/SRU/B/INV-11/2023 મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામા આવેલ અને તે ગુન્હાના કામે અન્ય આરોપીઓના નિવેદનોના આધારે આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓનુ નામ સંડોવી દેવામા આવેલ, તે ગુન્હાના કામે આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ સુરત.” બહુ જ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ ચાર ભારતીય નાગરીકો શારજહાં મુકામેથી સુરત મુકામે એર ઇન્ડિયા એકપ્રેસ ફલાઈટ દ્વારા સોનાની દાણચોરી કરતા હોવાની બાતમી મળેલ અને ચાર ભારતીય…

Read More

નવી દિલ્હી, તા.૧૬ આજે બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક ખેડૂતોના હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં આજે કેબિનેટ બેઠકમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. જેમાં ૩૬ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે NLCIL(NLC India Limited)ને ૭,૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશન બાદ ભારતે પોતાનું અંતરિક્ષ મથક બનાવવા તરફ વધુ એક પગલું આગળ વધાર્યું છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ માં, નાણામંત્રી ર્નિમલા સીતારમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી, જેને…

Read More

નવી દિલ્હી, તા.૧૬ નાટોના મહાસચિવ માર્ક રુટે બુધવારે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશ રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખશે તો તેમના પર ભારે ભરખમ સેકન્ડરી સેક્શન લગાવવામાં આવશે. આ નિવેદન તેમણે અમેરિકન કોંગ્રેસના સાંસદ સાથેની મુલાકાત દરમિયાન આપ્યું હતું. એ જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નિકાસને ખરીદનારા દેશો સામે ૧૦૦% ટેરિફની ધમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જાે ૫૦ દિવસોમાં પુતિન શાંતિ સમજૂતી નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. રુટે કહ્યું કે જાે તમે બેઈજિંગ, દિલ્હી કે બ્રાઝિલમાં રહો છો કે પછી ત્યાંના રાષ્ટ્રપ્રમુખ છો તો સાવચેત થઇ જાઓ.…

Read More

સુરત, તા.૧૬ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી એજન્સી દ્વારા એક જ સિક્યુરિટી ગાર્ડને એક પગાર આપી અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ સ્થળ પર ફરજ સોંપાતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ સિક્યુરિટી ગાર્ડ સાથે કરેલી વાતચીતમાં અનેક સિક્યુરિટી ગાર્ડ એક કે દોઢા પગારમાં ૧૬ કલાક નોકરી કરતા હોવાની કબૂલાત કરી હતી. કેટલાક કર્મચારી તો ૨૪ કલાક ફરજ બજાવતા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. સુરત મહાનગરપાલિકા સિક્યુરિટી એજન્સીને વાર્ષિક અઢી કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે. તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ પાસે ડબલ કામ કરાવી મોટાપાયે કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે અને તપાસની…

Read More

સુરત, તા.૧૬ સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વગર વરસાદે પાણી ભરાતા આશ્ચર્ય સર્જાયું હતું. વાહનચાલકો પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ગયા બાદ પાણી ભરાઈ ગયા હતા. હાલ તો આ પાણી ક્યાંથી આવ્યું છે, તેનાથી તંત્ર અજાણ છે. આ સાથે જ પાણી લીકેજ શોધવા માટે લોકોને કામે લગાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રોજબરોજ દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ આવતા હોય છે. જેથી તેમના માટે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં બેઝમેન્ટમાં બાઇક પાર્કિંગ કરવામાં આવે છે. આજે દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં વાહન પાર કર્યા બાદ સારવાર માટે ગયા હતા. આ…

Read More

લખનઉ,તા.૧૫ લખનઉની એમપી-એમએલએ કોર્ટમાં આજે રાહુલ ગાંધીના એક કેસ મામલો સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે તેમને મોટી રાહત આપી છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય સેના વિશે આપેલા નિવેદન મામલે સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. રાહુલ ગાંધી સુનાવણી માટે અગાઉ પાંચ વખત હાજર થયા ન હતા. તેમને આજે કોર્ટમાં હાજર થવાની છેલ્લી તક હતી. આજે તેઓ પોતે કોર્ટ પહોંચ્યા હતા અને સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ તેમના વકીલની જામીન અરજીને કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે રાહુલને ૨૦-૨૦ હજાર રૂપિયાની જામીન ભરવા આદેશ આપ્યો અને પછી તેમને છોડી મુક્યા છે.…

Read More

કેરળ,તા.૧૫ કેરળની નર્સ નિમિષા પ્રિયાની મુલતવી રાખવામાં આવી ફાંસી, યમનથી આવ્યા મોટા સમાચારનિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. જાેકે, હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને લઈને સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, યમનમાં હાલ તેની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યમનમાં ૧૬ જુલાઈએ તેને ફાંસી આપવાની હતી. નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને…

Read More

ગાઝા ,તા.૧૫ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર મુદ્દે છેલ્લા એક સપ્તાહથી અટકળો વહેતી થઈ હતી કે, આ ડીલ ગમેત્યારે થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. બંને દેશો વચ્ચે સીઝફાયરનો ર્નિણય અટવાયો ચર્ચા ચાલી રહી છે કે, આ ડીલ ક્યારેય પણ થઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. જેની પાછળનું કારણ ઈઝરાયલનો ખતરનાક પ્લાન છે. તેણે આ પ્લાન અમેરિકા અને હમાસ સમક્ષ પણ રજૂ કર્યો છે. જેના લીધે સીઝફાયર અંગે કોઈ ર્નિણય લેવાઈ રહ્યો નથી. ઈઝરાયલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, આખું ગાઝા ખાલી કરવામાં આવે, તેના એક નાનકડાં દક્ષિણ હિસ્સામાં પેલેસ્ટાઈનવાસીઓને આશરો આપવામાં…

Read More

સુરત, તા.૧૫ સુરત મહાનગર પાલિકામાં સ્વીપર મશીનની ખરીદી અને તેના મેન્ટેનન્સ પાછળ થતા ખર્ચને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ આ મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ૨૧ કરોડ રૂપિયામાં ખરીદેલા ૧૬ મશીન પાછળ ૧૦ વર્ષમાં ૨૬૫ કરોડ રૂપિયાનો જંગી મેન્ટેનન્સ ખર્ચ થવાનો આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે, વિજય પાનસેરિયાએ આ મુદ્દે ફેબ્રુઆરી મહિનામાં મનપાને લીગલ નોટિસ મોકલી હતી, પરંતુ તેનો જવાબ ચાર મહિના બાદ જુલાઈમાં મળ્યો હતો. પાનસેરિયાએ આક્ષેપ કર્યો છે કે, મને મળેલો જવાબ એપ્રિલની તારીખ દર્શાવે છે, પરંતુ તે જુલાઈમાં આપવામાં આવ્યો છે. આ જવાબ આપવામાં શા માટે ચાર મહિનાનો વિલંબ થયો?…

Read More

નવી દિલ્હી, તા.૧૩ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ શનિવારે ભારતની ન્યાય પ્રણાલીમાં નડી રહેલા પડકારો વિશે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ભારતની ન્યાય પ્રણાલી એક અલગ પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે, જેને દૂર કરવાની તાતી જરૂરિયાત છે. તેમણે ન્યાય આપવામાં થઈ રહેલા વિલંબ પર સંકેત કર્યો હતો. વર્ષો સુધી ચાલતી કેસની ટ્રાયલ્સ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હૈદરાબાદની નાલસર યુનિવર્સિટી ઓફ લૉ ખાતે દિક્ષાંત સમારોહમાં બોલતાં સીજેઆઈ ગવઈએ જણાવ્યું કે, અંડર ટ્રાયલના કેદીઓ માટે વર્ષોથી ચાલતી ટ્રાયલ્સ ગંભીર સમસ્યા બને છે. વર્ષો બાદ તેમને કેદમાંથી નિર્દોષ છોડવામાં આવે ત્યારે આ સમસ્યા અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ…

Read More